તમે કેટલા પક્ષીઓ જોયા છે ? સામાન્ય રીતે ૮-૧૦ કે નળસરોવર ગયા હોતો બીજા ૮-૧૦ અને ચીડિયા ઘર માં ગયા હો તો બીજા ૮-૧૦ વધારે. ટોટલ ૨૫-૩૦ થી વધારે પક્ષીઓ ને કદાચ જોયા કે જાણતા નહી જ હો. આપણા ગુજરાત માં કેટલા પક્ષીઓ છે તેની કોઇ માહિતી ખરી ? આપણા ગુજરાત માં કુલ ૧૬૫ પ્રકાર ના પક્ષી જોવા મળ્યા છે. જેમાં થી થોડા પ્રવાસી છે માત્ર થોડા સમય માટે આવે પછી જતા રહે વતન માં પાછા. થોડા કચ્છ, સૌરાષ્ટ્ર, અને દક્ષીણ ગુજરાત માંજ જોવા મળતા હોય તેવા પણ છે. જેમાથી કેટલાક નુ અસ્તિત્વ હાલ માં જોખમ માં છે, અથવા તો હવે જોવાજ મળતા નથી. અહિયાં ગુજરાત માં જોવા મળેલા પક્ષીઓ ની માત્ર યાદી જ આપવા માં આવી છે, જે ગુજરાતી અને ભારત માં બોલાતા અંગ્રેજી નામ સાથે. બીજા દેશ માં કદાચ તેનુ અંગ્રેજી નામ જુદુ પણ હોય. અને અંગ્રેજી નામ નીચે જે તે પક્ષી ની સચિત્ર જન્મકુંડળી છુપાયેલી છે. આ જન્મકુંડળી કાઢી છે આપણા Wikipedia એ. તમારે માત્ર અંગ્રેજી નામ પર ચાંપ દબાવાની એટલે જે તે પક્ષીની કુંડળી જુદા પાના પર હાજર.
૧. નાની ડૂબકી - LITTLE GREBE
૨. ગુલાબી પેણ - ROSY PELICAN
૩. નાનો કજિયો - LITTLE CORMORANT
૪. સર્પ ગ્રીવ – SNAKE BIRD OR DARTER
૫. કબૂત બગલો - GREY HERON
૬. જાંબલી બગલો – PURPLE HERON
૭. મોટો ધોળો બગલો - LARGE EGRET
૮. નાનો ધોળો બગલો - LITTLE EGRET
૯. ઢોર બગલો - CATTLE EGRET
૧૦. રાત બગલું – વાક - NIGHT HERON
૧૧. કાણી બગલી – POND HERON
૧૨. પીળી ચાંચ ઢોંક - PAINTED STORK
૧૩. કાળી ચાંચ ઢોક - BLACK NECKED STORK
૧૪.ધોળી ડોક ઢોંક – WHITE NECKED STORK
૧૫. કાળી કાંકણસાર – BLACK IBIS
૧૬. ધોળી કાંકણસાર - WHITE IBIS
૧૭. ચમચો / ચીપિયો - SPOON BILL
૧૮. મોટો હંજ - FLAMINGO
૧૯. ભગવી સુરખાબ - RUDDY SHEL DUCK
૨૦. ટીલીયાળી બતક - SPOT BILL DUCK
૨૧. નાની સીસોટી બતક - LESSER WHISTLING TEAL
૨૨. પિયાસણ – WIGEON
૨૩. સીંગપર - PIN TAIL
૨૪. નકટો – COMB DUCK
૨૫. ગયણો – SHOVELLER
૨૬.નીલશિર - MALLARD
૨૭. નાની મુરધાબી – COMMON TEAL
૨૮. ગિરિજા – COTTON TEAL
૨૯. ચેતવા - GARGANEY
૩૦. દેશી સમળી – PARIAH KITE
૩૧. કપાસી -BLACK WINGED KITE
૩૨. ભગવી સમળી - BRAHMINY KITE
૩૩. શકરો – SHIKRA
૩૪. ધોળવો ઝૂમ્મસ - TAWNY EAGLE
૩૫. મોરબાજ - CRESTED HAWK EAGLE
૩૬. ચોટલીયો સાપમાર / ગરુડ – CRESTED SERPENT EAGLE
૩૭. શ્વેત પીઠ ગીધ - WHITE BACKED VULTURE
૩૮. રાજ ગીધ - KING VULTURE
૩૯. ખેરો – SCAVENGER VULTURE
૪૦. બદામી ગીધ - GRIFFON VULTURE
૪૧. તુરુમ્તી - RED HEADED MERLIN
૪૨. મોટી લરજી - KESTREL
૪૩. લગ્ગડ - LAGGAR FALCON
૪૪. ધુળિયો તેતર - GREY PARTRIDGE
૪૫. તલિયો તેતર – PAINTED PARTRIDGE
૪૬. મોટી લાવરી – GREY/ COMMON QUAIL
૪૭. વર્ષા લાવરી - RAIN QUAIL
૪૮. રાખોડી પગ બીલબટેર – BUSTARD QUAIL OR BUTTON QUAIL
૪૯. વનભડકિયુ – JUNGLE BUSH QUAIL
૫૦. મોર / ઢેલ – COMMON PEA-FOWL
૫૧. સારસ – SARUS CRANE
૫૨. કુંજ – COMMON CRANE
૫૩. કરકરો – DEMOISELLE CRANE
૫૪. જળમુરઘી - MOORHEN WATER HEN
૫૫. ભગતડું – COOT
૫૬. જાંબલી જલ મુરઘી – PURPLE MOORHEN COOT
૫૭.સફેદ છાતી સંતાકુકડી – WHITE BREASTED WATER HEN
૫૮. કાબરો જલમાંજર – PHEASANT TAILED JACANA
૫૯. ગજ પાંઉ – BLACK WINGED STILE
૬૦. ઉલ્ટી ચાંચ – AVOCET
૬૧. ચકવો – STONE CURLEW
૬૨. મોટો ચકવો - GREAT STONE CURLEW
૬૩. બદામી રણગોધલો – INDIAN COURSER
૬૪. ટીટોડી - RED WATTLED LAPWING
૬૫. વગડાઉ ટીટોડી – YELLOW WATTLED LAPWING
૬૬. ઝીણી ટીટોડી - LITTLE RINGED PLOVER
૬૭. ટપકીલી તુતવારી – WOOD SANDPIPER
૬૮. નાની તુતવારી - COMMON SANDPIPER
૬૯. લીલી તુતવારી – GREEN SANDPIPER
૭૦. ગારખોદ - FANTAIL SNIPE
૭૧. પાનલૌંઆ - PAINTED SNIPE
૭૨. કેંચી પૂંછ વાબગલી - INDIAN RIVER TERN
૭૩. નાની વાબગલી - LITTLE TERN
૭૪. વગડાઉ બટાવડો - INDIAN SANDGROUSE
૭૫. રંગીન બટાવડો - PAINTED SANDGROUSE
૭૬. કબૂતર - BLACK ROCK PIGEON
૭૭. હરિયાળ – YELLOW LEGGED GREEN PIGEON
૭૮. હોલો / ધોળ – RING DOVE
૭૯. હોલડી - LITTLE BROWN DOVE
૮૦. લોટણ હોલો – RED TURTLE DOVE
૮૧. તલિયો હોલો - SPOTTED DOVE
૮૨. પોપટ સુડો – ROSE RINGED PARAKEET
૮૩. તુઈ – BLOSSOM HEADED PARAKEET
૮૪. કોયલ – KOEL
૮૫. ચાતક – PIED CRESTED CUCKOO
૮૬. બપૈયો - COMMON HAWK CUCKOO
૮૭. ઘોયરો ( મોહુકો ) - CROW PHEASANT
૮૮. સીરકીક - SIRKEER CUCKOO
૮૯. મોટો ઘુવડ – GREAT HORNED OWL
૯૦. ચીબરી - SPOTTED OWLET
૯૧. નાનું દશરથિયુ - COMMON NIGHTJAR
૯૨. રેતાળ દશરથિયુ - SYKES’S NIGHT JAR
૯૩. ફાન્કલીન દશરથિયુ – FRANKLIN’S NIGHT JAR
૯૪. નાનો અબાબીલ - HOUSE SWIFT
૯૫. કાબરો કલકલિયો – LESSER PIED KINGFISHER
૯૬. સફેદ છાતી કલકલિયો - WHITE BREASTED KINGFISHER
૯૭. લગોઠી / નાનો કલકલિયો - COMMON KINGFISHER
૯૮. નાનો પતરંગો – GREEN BEE-EATER
૯૯. નીલગાલ પતરંગો – BLUE CHEEKED BEE-EATER
૧૦૦. નીલ પૂંછ પતરંગો - BLUE TAILED BEE-EATER
૧૦૧. દેશી ચાષ - INDIAN ROLLER
૧૦૨. ઘંટી ટાંકણો – HOOPOE
૧૦૩. કંસારો ટુકટુક – COPPERSMITH
૧૦૪. કાબરો લક્કડખોડ - YELLOW FRONTED PIED WOOD PECKER
૧૦૫. સોનેરી લક્ક્ડખોડ - LESSER GOLDEN BACKED WOOD PECKER
૧૦૬. નાનો ચંડૂલ - SKYE’S CRESTED LARK
૧૦૭. ભરત ચંડૂલ - EASTERN SKY LARK
૧૦૮. ખેતરિયો ચંડૂલ – RUFOUS TAILED LARK
૧૦૯. રાખોડીશિર ભોય ચકલી – ASHY CROWNED FINCH LARK
૧૧૦. શિયાળું તારોડિયું – SWALLOW
૧૧૧. તાર પુચ્છ તારોડિયું - WIRE TAILED SWALLOW
૧૧૨. નાની અબાલી – DUSKY CRAG MARTIN
૧૧૩. દૂધિયો લટોરો – GREY SHRIKE
૧૧૪. પચનક – BAY BACKED SHRIKE
૧૧૫. મીટિયો લટોરો – RUFOUS-BACKED SHRIKE
૧૧૬. પીળક- સાવ સોનાનું પંખી – GOLDEN ORIOLE
૧૧૭. શ્યામશિર પીળક – BLACK HEADED ORIOLE
૧૧૮. કાળો કોશી – BLACK DRONGO
૧૧૯. શ્વેતપેટ કોશી – WHITE BELLIED DRONGO
૧૨૦. કથ્થઈ કાબર – COMMON MYNA
૧૨૧. ઘોડા કાબર – BANK MYNA
૧૨૨. શ્યામ શિર બબ્બઈ - BRHMINY MYNA
૧૨૩. વૈયું - ROSY PASTOR
૧૨૪. ખેરખટ્ટો – INDIAN TREEPIE
૧૨૫. કાગડો - HOUSE CROW
૧૨૬. ગિરનારી કાગડો – JUNGLE CROW
૧૨૭. નાનો રાજાલાલ – SMALL MINIVET
૧૨૮. રાતો રાજાલાલ - SCARLET MINIVET
૧૨૯. શૌબિંગી - COMMON IORA
૧૩૦. હડિયો બુલબુલ – RED VENTED BULBUL
૧૩૧. કચ્છી બુલબુલ – WHITE CHEEKED BULBUL
૧૩૨. થોરિયું લેલું - COMMON BABBLER
૧૩૩. વન લેલું – JUNGLE BABBLER
૧૩૪. મોટું લેલુ - LARGE GREY BABBLER
૧૩૫. મોટી નાચણ પંખો - WHITE BROWED FANTAIL FLYCATCHER
૧૩૬. દૂધરાજ – PARADISE FLYCATCHER
૧૩૭. નાની પાન ટીકટીકી – STREAKED FANTAIL WARBLER
૧૩૮. દરજીડો - TAILOR BIRD
૧૩૯. રાખોડી ફડક ફૂત્કી – ASHY-WREN WARBLER
૧૪૦. દેશી ફડક ફૂત્કી - INDIAN WREN WARBLER
૧૪૧. લાલ ભાલ ફડક ફૂત્કી - RUFOUSE FRONTED WREN WARBLER
૧૪૨. દેવચકલી – INDIAN ROBIN
૧૪૩. દૈયડ – MAG PIE ROBIN
૧૪૪. કાબરોપીંદ્દો - PIED BUSHCHAT
૧૪૫. મેંદિયોપીંદ્દો – STONE CHAT
૧૪૬. નીલકંઠી – BLUE THROAT
૧૪૭. થરથર્રો - BLACK RED START
૧૪૮. નીલ કસ્તુરો - BLUE ROCK THRUSH
૧૪૯. દિવાળી ઘોડો - WHITE WAGTAIL
૧૫૦. શ્યામ શિર પીળકિયો – BLACK HEADED YELLOW WAGTAIL
૧૫૧. રાખોડી શિર પીળકિયો - GREY HEADED YELLOW WAGTAIL
૧૫૨. નીલ શિર પીળકિયો - BLUE HEADED YELLOW WAGTAIL
૧૫૩. પીત શિર પીળકિયો – YELLOW HEADED YELLOW WAGTAIL
૧૫૪. વન પીળકિયો - GREY WAGTAIL
૧૫૫. ધોબીડો – LARGE PIED WAGTAIL
૧૫૬. જાંબલી શક્કર ખોરો – PURPLE SUNBIRD
૧૫૭. શ્વેત નયના - WHITE EYE
૧૫૮. ચકલી – HOUSE SPARROW
૧૫૯. રાજી પીતકંઠ ચકલી – YELLOW THROATED SPARROW
૧૬૦. સુઘરી - BAYA
૧૬૧. શ્વેત કંઠ ટપુશિયું – WHITE THROATED MUNIA
૧૬૨. શ્યામ શિર ટપુશિયું – BLACK HEADED MUNIA
૧૬૩. તલિયું ટપુશિયું – SPOTTED MUNIA
૧૬૪. લાલ ટપુશિયું - RED MUNIA
૧૬૫. શ્યામશિર ગંદમ – BLACK HEADED BUNTING
આપના બ્લોગનું આ પેઝ જોઈને એક શબ્દ મારા મો માંથી સરી પડ્યો…”અદ્ભુત”.હુ પોતે wildlife માટે કામ કરુ છુ.સુરત નેચર ક્લ્બનો સભ્ય છુ.પ્રાણી-પક્ષીઓ પ્રત્યે અનહદ પ્રેમ..પ્રાણિ-પક્ષીઓ વેશે જાણવાની પણ મને જીજ્ઞાસા હંમેશા હોય છે..પક્ષીઓનું આ લિસ્ટ જોઈને હું ખરેખર મંત્રમુગ્ધ થઈ ગયો..
આપે મારા ચોકઠા ( બ્લોગ ) ની મુલાકાત લીધી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર
ઓ…હો !!! એક જ શબ્દ કહીશ!
“અદ્દભુત”
હું વિકિ પર કાર્ય કરું છું, આપની આ માહિતી ઉપયોગી થશે. (સંદર્ભ તરીકે).
આભાર.
મારી માહિતી તમને તો કામમાં આવી…!!! મારી મહેનત સફળ થઈ. મારા ચોખઠા ની મુલાકાત લીધી તે બદલ આભાર.
આ કામ બહુ ગમ્યું.
ખરેખર મસ્ત લીસ્ટ છે.. આમાંથી ૭૦-૭૫% પક્ષીઓ જોયા છે પણ ગુજરાતી નામ તો બહુજ ઓછા નું ખબર હતું.
ધન્યવાદ
ARE BHAI PAXI JOVANO -NIRIXAN KARVANI BAHU MAJA AVE. BAHU YAD TO NA RAHE PAN FURSADE EMNA VISHE VANCHU. JOVAJU. TAME GHANI MAHENAT KARICHE. GHANU SARUKAM KARYU CHE. ABHINANDAN
હું પોતે પ્રાણી-પક્ષીઓ પર ગુજરાતી-ઈંગ્લીશ નામ અને ચીત્ર સાથે ઓળખ આપતો બ્લૉગ બનાવવા વિચારતો હતો. તમારું કામ જોઈને વિચાર માંડી વાળ્યો! મહેનતનું કામ છે. અભિનન્દન.
ભાઈ નમસ્કાર,
ખુબ જ સારો પ્રયાસ કરિયો છે,
શું આપને આ બધું માતૃભાષા માં ના કરી શકીએ?????
આટલે બેસી હાકલ તો કરો કોઈ તો હિંમત કરશે આને ગુજરાતી માં રજુ કરવાની ………..
બધી માહિતી ગુજરાતી માં રજુ કરવાનું કામ થોડું મુશ્કેલ છે વળી સમય માગી લે તેવું છે. મારી પાસે જેટલી માહિતી હશે તેટલી સમયાંતરે થોડી થોડી મુકતો રહીશ. સુચન કરવા બદલ આભાર.
પક્ષી વિષે ખૂબ સારી માહિતી શોધી-મૂકી ધન્યવાદ , આપણે દરેકે પક્ષી માટે દાના -પાણી ની બનતી વ્યવસ્થા કરાવીજોવે,ગાય-કુતરા-બિલાડી વી પશુ માટે પણ ખાવા-પીવા ની વ્યવસ્થા કરવીજોવે , સાધુ-સંતો-ભિખારી માટે ભોજન ની વ્યવસ્થા કરવી જોવે , તે દરેક મનુષ્ય ની ફરજ માં આવેછે , ભગવાને મનુષ્યદેહ આપેલછે, તે બીજાને ઉપયોગી થાવામાંતે આપેલાછે તે આપણે ભૂલવું ના જોવે . જય સદગુરુ .
To see pictures of all these birds type here each name in search———
http://en.wikipedia.org/wiki/Bluethroat