એક પૂછડા વાળું વાંદરું પાકિસ્તાન માં ઘુસી ગયું. દરરોજ ની ટેવ મુજબ પાકિસ્તાની સરકારને આ વાંદરામાં પણ ભારતીય જાસુસ દેખાણો. જોકે ભારત સરકારે સત્તાવાર હજી એવી કોઈ ચોખવટ કે નિવેદન બાજી નથી કરી કે આ વાંદરું અમારું મોકલે છે. જો કે આતો સરકારી મામલો છે, પણ વાંદરાનો પર્સનલ મામલો જોઈએ તો એને પાકિસ્તાન માં જવાની જરૂર શું કામ પડી ? થોડા અનુમાનો કરીએ તો ….
* મોઘવારીથી કંટાળ્યો હોય ( માની લઈએકે તે નર હોય અને પોતાના કુટુંબનું ભરણપોષણ ના કરી શકતો હોય )
* કોઈ સરકારી કામ કાજ પડ્યું હોય ને ધક્કા ખાઈ ને તૂટી ગયો હોય.
*કોઈ સરકારી અધિકારીએ તેની ત્રેવડ બહાર ની લાંચ માંગી હોય.
આવા તો અનેક કારણો હોઈ શકે જેના થી આપણે બધા પરીચિત અને અનુભવી છીએ એટલે વધારે ચોખવટ નથી કરવી . પરંતુ અમારા પ્રતિનિધિ સૌથી પહેલા વાંદરાને જે જેલ માં રાખ્યો છે તે જેલ માં જઈ ને તેનો સાક્ષાતકાર કર્યો અને વાંદરા ભાઈ સાથે થોડી વાતચીત કરતા માલુમ પડ્યું કે તે કોઈ જાસુસ નથી પણ તે લાફો મારી ને ભાગ્યો છે. ભાગવાનું કારણ પૂછતાં માલુમ પડ્યું કે પહેલા મારે લાફો મારવાનો પછી બીજા બધા એ એક એક કરી ને લાફો મારવો એવું નક્કી થયું હતું . પણ હવે મને પસ્તાવો થાય છે કે મેં શિયાળવા પર ભરોસો રાખ્યો . મારા જેવા વાંદરાએ એક સિહ જેવા નેતા ને લાફો મારી દીધો પણ આટલા બધા શિયાળવા આ હિમત નો કરી શક્યા એટલે મારે ભાગવું પડ્યું .