નવા વર્ષ નું મંગલ પ્રભાત ગયે ચાર દિવસ થઇ ગયા. ૨૦૧૨ નું વર્ષ રાબેતા મુજબ નું ચાલુ થયું છે. કોઈ જ ફેરફાર દેખાતો નથી, સવારે ઉઠીને સીધા ઓફિસે. રોજ ના કામકાજ પતાવી ને પાછા સાંજે ઘરે…!!! આમ ને આમ નવા વર્ષ ના ‘ચાર’ દિવસ પુરા થઇ ગયા. પેટ્રોલ માં ભાવ વધારાના ભણકારા વાગે છે, કદાચ રાજ્યો ની ચુંટણી પતે પછી એકસાથે મોટો પેટ્રોલ માં ભાવ વધારો આવે એવી શક્યતા છે. નવા બઝેટ ની તૈયારીઓ થઇ રહી છે.પ્રણવ દા કોથળામાંથી બીલાડુંજ કાઢવાના છે. ત્યાંસુધી માં અન્ના પાછા રીચાર્જ થઇ ને મેદાન માં આવી જશે. નેતાઓ પોતાના સંસ્કાર નું પ્રદર્શન કરી રહ્યા છે. ( હરિપ્રસાદે અન્ના ને ”દો કોડી નો બુઢ્ઢો આદમી ” કહ્યો હતો ) હરિપ્રસાદ પોતે જાણે મૂલ્યવાન રત્ન ના હોય. લાગે છે આવનારા દિવસોમાં આનાથી વધારે નેતાઓ નો વાણી વિલાસ સંભાળવા મળશે.
ઠંડી પોતાનો સ્વભાવ દેખાડવા માંડી છે. છેક હવે ગરમ કપડાની જરૂરિયાત ઉભી થઇ, અને હવે નજીક જ છે
“ચગે ગુજરાત” ….એ …કાપ્યો …છે….!!!
‘થોડામાં ઘણું’ શબ્દપ્રયોગ સાર્થક કર્યો છે. ભાષામાં ચીત્રાત્મકતાની ઝાંખી થઈ. ખૂબ ગમ્યું.