મી.ભારત ને મેલબોર્નમાં એટેક આવ્યો એટલે તાત્કાલિક સારવાર અર્થે સિડનીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જરૂરી સારવાર આપવા છતાં પરિસ્થિતિમાં કોઈજ ફેરફાર ના દેખાતા વધારે સારવાર માટે પર્થમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈજ સારવાર અસરકારક ના નીવડતા તેમનું પરલોક ગમન થયું હતું. સદગતનું ઉઠમણું એડીલેડમાં રાખવામાં આવ્યું હતું. સદગત ના આત્માને શાંતિ મળે તે માટે કોઈ એ ક્રિકેટ વિષે કોઈ ચર્ચા ના કરવી….!!!
કાણ મોકાણ બંધ રાખેલ છે; ફૉન ને પત્રોથી પણ દીલસોજી વ્યક્ત કરવી નહીં.
બીઝનેસમાં ચડતી પડતીના વાળાઢાળા આવે, તેમ અમારે ઘરે પણ આવું તો ચાલ્યા કરે.
કમાણા છીએ તે વાપરવામાટેનો થોડો સમય તો આ બહાને મળશે.