ગામ નો ઓટલો ગામ ની વચ્ચે જ આવેલો છે. ઓટલો એટલે ગામ ની ભાગોળ, ગામ નું બસ સ્ટેન્ડ, ગામ ની માર્કેટ, નવરા અને નિવૃત થઇ ગયેલા ડોહાઓ ની બેઠક. દેવડા આમ તો નાનુ ગામડુ જ છે, જે વિજાપુર તાલુકા માં આવેલુ છે, ગામ માં અત્યાર ના સમય મુજબ બધી સગવડતા છે જેવી કે લાઇટ, પાણી, ગટર, પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, પાકા રસ્તા અને સરકાર ની ભાષા માં કહીયે તો ગોકૂળીયુ ગામ છે. બસ આજ છે દેવડા નો પરિચય.
ગામના ચાર પાંચ જણા નવરા પડે અને ઓટલે આવે પછી જે ચર્ચા થાય એવીજ ચર્ચા અહિયા થાય છે જે માં કોઈ જોડણી કે લખાણ ના ઠેકાણા હોતા નથી. અને શક્ય હોય ત્યાં સુધી ગુજરાતી શબ્દો જ વાપરવા માં આવે છે.
મારો પરિચય -
આ દુનિયામાં પહેલો શ્વાસ અમદાવાદ માં લીધો. લોકો ને ઓળખ આપવા માટે મારા સગાઓએ નામ શૈલેષ રાખ્યુ છે, મારા વડવાઓ કડવા પાટીદાર સમાજ ના હતા એટલે ” પટેલ ” અટક વારસામાં મળી છે. મારા દાદા ના દાદા ના દાદા………..ના દાદા લગભગ ૧૦ / ૧૨ પેઢી થી મહેસાણા જીલ્લા ના વિજાપૂર તાલૂકા ના દેવડા ગામ માં વસ્યા હતા એટલે દેવડા મારું મૂળ વતન છે. મારા પિતાશ્રી ના માધ્યમિક શિક્ષક ના વ્યવસાય ને હિસાબે હુ બોલતા, ચાલતા, વાંચતા, લખતા, ભણતા રાજકોટ જીલ્લાના જસદણ તાલૂકાના ગોમા નદી ના કાંઠે આવેલા વિંછીયા ગામે શિખ્યો, એટલે કાઠીયાવાડ ના તમામ લક્ષણો મારા લોહી માં ભળી ગયા છે. મને આખુ કાઠીયાવાડ નજીકથી જોવાનો અને માણવાનો મોકો મારા વ્યવ્સાય ને લીધે મળ્યો છે. વિંછીયા આપણા પક્ષી અભ્યારણ હિંગોળગઢથી માત્ર ૧૦ કિમી દૂર એટલે કુદરતને ભરપૂર માણી છે. એટલે જ મારા ચોકઠા ના બીજા પાના પર પક્ષીઓ નો પરિચય મુક્યો છે. વિંછીયા આપણા મોટાગજાના લેખક ” જય ભિખ્ખુ ” ની જન્મ ભૂમિ છે, અને જૈનો માં જે કાનજી સ્વામિ થઈ ગયા તેમને બ્રહ્મ જ્ઞાન આજ ગામ ના પાદર માં લાગ્યું હતું એવી લોક વાયકા છે. મારા વ્યવસાય માટે મે ૧૦ વર્ષ આજી નદી ના કાંઠે આવેલા શહેર રાજકોટ માં ગાળ્યા છે તેથી રંગીલૂ રાજકોટ પણ મને પોતાનું લાગે છે. આટલો સમય વતનથી દૂર રહ્યા એટલે વતનની નજીક રહેવાના અભરખા જાગ્યા માટે છેલ્લા પાંચ વર્ષથી વતન ની નજીક ના સાબરમતી ને કાઠે આવેલા શહેર અમદાવાદ માં જીવી રહ્યા છીયે.
બધાને રામ રામ. આ મફા વાળંદને મારી જુની ઓળખાણ છે. એમનું અંગ્રેજી નામ Valand વેલંડ થાય. વળી આ વાળંદને ઘણાં હજામ પણ કહે અને આ હજામ ઈન્સ્ટીટ્યુટ ના હેડ ને HHI કહેવાય હવેથી મફાભાઈ હજામત કે હેજમેટ (hajmat) નહીં કરે.
સાહેબ સરસ બ્લોગ છે ,હું પણ નવો નિશાળીયો જ છું , હજુ નો જુનિયર પણ ક્લીયર નથી કર્યું. આતો બધાનું જોઈ થોડું થોડું શીખઈયે છે.
આપને મારા વિચારો ગમ્યા તે બદલ આભાર.નવી પોસ્ટ તો મુકાશે જ પણ આપના માટે ૪૦ પોસ્ટ આ દોઢ મહિનામાં મૂકી છે.આપના અમુલ્ય પ્રતિભાવ બદલ પણ આભાર.અને હા હું પણ દસમાં ધોરણ સુધી વિજાપુર ની આશ સેકન્ડરી હાઈ સ્કુલ માં જ ભણેલો છું.મારા ફાધર વિજાપુર માં વકીલાત કરતા હતા.ભલે હું અત્યારે અમેરિકા માં રહેતો હોઉં રાતે સપના તો વિજાપુર ના જ આવે.
welcome welcome…
Lage raho Bhupendrasinhji
Lata Hirani
લતાજી તમારી કોમેન્ટસ ભુપેન્દ્રસિહજી માટે છે, તમે ભૂલા તો નથી પડ્યા ને ?
jinessssssssssshhhhhhhhhhh
GAAM is now known…But who is the BLOGGER of this Gaam ? I want to know.
Nice Blog & nice Posts !
Welcome to Gujarati WebJagat !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
YOU & your READERS are invited to my Blog…See you soon !
તમારી વાત સાચી છે હજી સુધી મે મારા ગામ કે મારો પરીચય નથી મુક્યો પરંતુ ટુંક સમયમાં જ મુકી દઈશ.
આપના સૂચનથી મારો પરિચય મુક્યો છે જરૂર જોઈ લેશો.
ha shaileshbhai… aa otale saras adingo jamavyo ho…hu pan samay malye avto rahish ane tapashi puravto rahish….
ઓટલે આવી ને ટાપશી પૂરાવા બદલ લાલજીભાઈ તમારો આભાર
આપ શું ઓરિજિનલ સોફ્ટવેર વાપરો છો.તમારે સૌ પ્રથમ તમારા બ્લોગ પર તમે ઓરીજીનલ ખરીદેલ સોફ્ટવેર ની માહીતી આપવી જોઈએ અને માહીતી ન આપો તો પણ તમારાં આંતર મન ને પૂછજો કે પાયરેટેડ થી કોપી પેસ્ટની ચર્ચા કરવી યોગ્ય છે અને જેઓ વાપરતાં હોય તેઓ બિન્દાસ્ત કોપી પેસ્ટનો વિરોધ તમ તમારે ચાલુ રાખો.
જી હા મારી પાસે મારા કોમ્પ્યુટર મા વિન્ડોઝ એક્શપી વાપરુ છુ અને તે ઓરીજીનલ લાયસન્સ વર્ઝન છે.( અહિયા ખરીદેલ સોફ્ટવેર ની બિલની કોપી મુકવી જરૂરી નથી લાગતી ) બાકી ના મારા ધંધાના સોફ્ટવેર પણ કંપનીના આપેલા ઓરીજીનલ છે.
ઓટેલે બેઠા ખાંખાં ખોળા કરવાની અને પંચાત કરવાની આપણાં કાઠિયાવાડીઓની જૂની આદત ગણાય ! આપે ઓટલો ચાલુ કર્યો તો પંચાત તો કરવીજ પડશેને ? લો ! પ6ચાત પણ શરૂ થઈ ગઈ ! લગે રહો યાર ! મજા આવશે ! ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
સ-સ્નેહ
અરવિંદ
એ રામ રામ ડાયરાને..
શૈલેષભાઈ સુંદર અને સરસ માહિતીસભર બ્લોગ છે.
આપનો આભાર