ફરી પાછા ઓટલે

લાંબા વેકેશન બાદ ફરી પાછા ઓટલે નિયમિત થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . ઘણા બધા બ્લોગ વાંચવા પડશે, ઘણું બધું બ્લોગ વિશ્વમાં બદલાઈ ગયું છે . ઘણા નવા બ્લોગ દેખાય છે . ફરી પાછા હતા ત્યાને ત્યાં ….!!!

હિંગોળગઢ પેલેસ

જસદણ સ્ટેટ નો જસદણ નજીક આવેલો  હિંગોળગઢ પેલેસ  હવે મ્યુઝીયમ બનાવીને દરેક વ્યક્તિ ને જોવા માટે ખુલ્લો છે.

અમદાવાદથી રોડ રસ્તે જવા માટે  અમદાવાદ > સરખેજ > બાવળા > બગોદરા > ધંધુકા > રાણપુર > પાળીયાદ > વિંછીયા > હિંગોળગઢ ( આશરે ૧૮૦ કિલો મીટર )
રાજકોટથી જવા માટે રાજકોટ > આજી ડેમ > સરધાર > આટકોટ > જસદણ > લીલાપુર > હિંગોળગઢ  (આશરે ૭૫ કિલો મીટર )

ઓ..હો હો હો

દુનિયા જેને માત્ર હાસ્ય કલાકાર ગણે છે તે લેખક કમ કલાકાર કે  જેની હાજરી જ માત્ર હાસ્ય ઉત્પન્ન કરાવે તેવા ગુજરાતી ફિલ્મના હાસ્ય કલાકાર આ દુનિયા છોડી ગયા. ગુજરાતી ફિલ્મમાં રમેશ મહેતાનો કોઈ પર્યાય હતો નહિ અને કોઈ બીજો થવાનો પણ નથી., ગુજરાતી ફિલ્મમાં  હાસ્ય કલાકાર એટલે માત્ર ને માત્ર રમેશ મહેતા, ગુજરાતી ફિલ્મ રમેશ મહેતા વગર અધુરી ગણાતી. આવા કલાકાર ને શ્રદ્ધાંજલિ….

બાબાના આશીર્વાદ

બાબા નો જય હો,

બાબા : આશીર્વાદ, બોલો કોઈ  તકલીફ છે ?

હા બાબા મોટી તકલીફ ઉભી થઇ છે. મારો બ્લોગ ઘણો મોટો થઇ ગયો છે પણ કોઈ વાંચતું નથી.

બાબા : તમે તો દુનિયાભરની પંચાત કરતા ફરો છો છતાં કોઈ વાંચતું નથી ? તમે કદી બીજાના બ્લોગ પર જઈ ને  કોમેન્ટ્સ લખીને તમારા બ્લોગ ની લિન્ક મુકતા નથી  એટલેજ કૃપા રોકાયેલી છે. 
આવતી કાલથી બીજાના બ્લોગ પર જઈને કોમેન્ટ્સ લખો અને સાથે તમારી લિન્ક પણ મુકો. અને રોજ સવારે ગરીબ વાચકોને તમારા બ્લોગની લિન્ક ન્યુઝ  પેપર સાથે  ચોપાનીયા સ્વરૂપે વહેચો કૃપા 
આવવાની શરુ થઇ જશે. અને હા રોજ સવાર સાંજ મારા બ્લોગનું અપડેટ્સ વાંચતા રહેજો.
જય હો બાબાનો…!!!
બાબા : આશીર્વાદ

હાર જીત

ઉત્તર પ્રદેશમાં સાયકલ સામે પંજો ચુંટણી હારી ગયા પછી તેની દાઝ પ્રણવ દા એ સાયકલના ભાવ વધારીને કાઢી ( મેડમના કહેવાથી )
સાયકલ ફેરવવા જેવડો બાબો હવે  સાયકલથી પણ બીવા માંડ્યો છે.
ધારણા મુજબ બઝેટ નક્કામું રહ્યું.
ચાલુ બઝેટે સચિને સદી ફટકારીને લોકોને ખુશ કરી દીધા.
આદત મુજબ અમુક ચેનલવાળાને સચિનનું શતક  માફક આવ્યું નહિ પણ શતકને  લીધે મેચ હાર્યા તેથી અપચો થઇ ગયો.
ફરી પાછી ભારત રત્ન સચિનને મળવોજ જોઈએ તેવી માંગણી ચાલુ થઇ ગઈ છે. ( દેશનું નામ બોળે તેવા રાજકારણીઓને અપાય પણ દેશનું નામ રોશન કરે તેને નહિ …!!! )
બોમ્બ ધડાકાનો  જેના પર આરોપ છે તેવો સાબરમતી જેલમાં બેઠેલો આરોપી હવે દિલ્હી કોર્પોરેશનની ચુંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે.
આવી બધી બાબતોમાં ભારત હંમેશા મહાન છે.

શેખચલ્લીના તુક્કા

એસ.ટી.ડી. પી. સી. ઓ. માટે  પોલીસ કમિશ્નરશ્રીના જાહેર નામાના તુક્કા
– સીસી કેમેરો મૂકવો પડશે
( કેટલાનો આવે ? તેની સામે આવક કેટલી ?)

– કેમેરાનું ૩૦ દિવસનું રેકોર્ડિંગ રાખવું પડશે.

( રેકોર્ડીંગ માટે પૈસા ખર્ચી ને વ્યવસ્થા કરવાની )

– કોણે ફોન કર્યો તેની વિગતો સાથેનું રજીસ્ટર નિભાવવું પડશે

( દુકાનદાર બીજો ધંધો મુકીને એક રૂપિયાના કોલ માટે રજીસ્ટરમાં લખવા બેસશે )

– ફોન કરનાર પાસે ફોટો સાથેની ઓળખનો પુરાવો લેવો પડશે

( ફોન કરનારે ફોટો કોપી ખિસ્સામાં રાખવી પડશે )

– ફોન કરનારનો મોબાઈલ નંબર પણ નોંધવો પડશે

( ફોન કરનાર પાસે મોબાઈલ હોય તો ડબલામાં થોડો ફોન કરવા જવાનો હતો)
છેલ્લે ધમકી >> આ જાહેરનામાનો અમલ નહીં કરાય તો, તેવા પીસીઓ વાળા સામે કલમ ૧૮૮ પ્રમાણે ફોજદારી પગલાં ભરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી પીસીઓધારકની રહેશે.!!!
( આનાકરતા સીધું કહી દ્યો ને કે ચાલો બધા પી.સી.ઓ. બંધ કરી દ્યો….!!! એટલે કોઈ ફોનજ ના કરે )

ભેળસેળ

અમદાવાદમાં અત્યારે ભેળસેળની મોસમ ચાલે છે. રોજ ક્યાંક ને ક્યાંક ઘી, તેલમાં ભેળસેળ કરવાના મોટા કારખાના પકડાય છે. અત્યાર સુધીમાં કેટલુય ભેળસેળવાળું ઘી ને તેલ અમદાવાદીઓએ  પેટમાં પધરાવી દીધું હશે. થોડા દિવસો સુધી આવી પકડા પકડીની રમત ચાલશે પછી બધું  ઠરીને ઠામ. (હજી સુધી અમદાવાદનું આરોગ્ય ખાતું મેદાનમાં નથી આવ્યું.કદાચ “કંઈક” શરમ અડતી હશે )
ખરેખર દરેક જગ્યાએ ગુજરાતે વિકાસ કર્યો છે તે દેખાઈ આવે છે . ખાવા “પીવા” ની બાબતમાં પણ.
ભેળવે ગુજરાત…..!!!