સ્વાઇન ફ્લુ

પશા પટેલ – અલ્યા મફા ટીવી મા પેલી છોડી કેતી તી કે આ પેલો ભૂડીયો તાવ થી ૧૧૦૦૦ મરીગ્યા ?

મફો – હા કાકા ૧૧૦૦૦ ગયા પણ આખી દૂનિયા માં આપના ભારત માં થી તો ૯૦૦ કેસ ફેલ થયા.અને કાકા એને સ્વાઇન ફ્લુ કેવાય.

પશા પટેલ – હા ભૈ હા ઇવડો ઇ સ્વાઇન આપણ ને થાય તો આપણે ટપકી જઇએ ને મફ્લા.

મફો – કાકા હવે કેટલા કાઢવા છે તમારે ? ઘરડા તો થવા આવ્યા.

પશા પટેલ – મારે આ ભૂંડીયા તાવ થી નથી મરવું. મફલા આ તાવ ના આવે ઇના માટૅ શું કરવુ ?

મફો – ડોહા પેલા તમારી બીડીયુ ફુકવાની બંધ કરો,અને શરદી,તાવ અને ઉધરસ આવે તો પૂરી તપાસ કરીને દવા લઇ લ્યો. એવુ જો સામે પોસ્ટર માં લખ્યુ છે. વધારે આપણા ડોક્ટર આવે ત્યારે એને પૂછી લેજો. જો ડોક્ટર ને યાદ કર્યા ને હારે માસ્તરેય આવ્યા.

ડોકટર છોટુ – કેમ કાકા યાદ કર્યો ?

પશા પટેલ – અલ્યા ડોક્ટર આ પેલો ભૂંડીયો તાવ ના આવે એના માટે શું કરવુ?

ડોક્ટર છોટુ – જુઓ કાકા હુ તમને સમજાવુ સ્વાઇન ફ્લુ ગમે તે વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે આ બાબતને ઘ્યાનમાં રાખીને દરેક વ્યક્તિએ જાતે જ કાળજી લેવી જોઈએ અને પોતાના કુટુંબના સભ્યો પણ કાળજી રાખે તે જોવું જોઈએ. ભીડભાડવાળા સ્થળે ન જવું જોઈએ. બને ત્યાં સુધી મુસાફરી ટાળવી. મોલ, શોપીંગ સેન્ટર, હરવા ફરવાના સ્થળો, વધારે ભીડ એકત્રિત થતી હોય તે સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. બસમાં, ટ્રેનમાં અને અન્ય પ્રવાસી વાહનોમાં શરદી, ઉધરસ તાવ વગેરે લક્ષણોવાળા દર્દીને બેસવા માટે અલગ વ્યવસ્થા કરીને તેને અન્ય મુસાફરોથી દૂર રાખવા જોઈએ તે દર્દી પાસે માસ્ક ન હોય તો વાહનમાં તે અંગેની વ્યવસ્થા કરવી જોઈએ.

પોતાને કે કુટુંબમાં કોઈને તાવ ઉધરસ, શરદી, ગળાનો દુઃખાવો અને શ્વાસમાં તકલીફ પડે કે તરત જ સ્વાઇન ફ્લુનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. શરદી, ઉધરસ કે તાવ હોય તો પણ તરત જ સારવાર લેવી જોઈએ. ઠંડીમાં બહાર નીકળવું, ઠંડીથી બચવા ગરમ કપડા પહેરવા, વારંવાર સાબુથી એક બે મિનિટ સુધી હાથ ધોવા. છીંક કે ઉધરસ ખાતા મોં આડે સ્વચ્છ નેપકીન- રૂમાલ રાખવો ભૂખ્યા ન રહેવું સવારે નાસ્તો કરવો રોગપ્રતિકારક શક્તિ ઘટાડે તેવો ખોરાક ન લેવો જોઈએ. બીજા વ્યક્તિની એકદમ નજીક ન જવું અને તેની સાથે હાથ ન મિલાવતા દૂરીથી જ વંદન કરવા, ગળો, કાળી મરી, લસણ, હળદર, સૂંઠ, આદુ, ધાણાનો પાવડર, તુલસી વગેરેનો વધારે ઉપયોગ કરવો. મગનું ઓસામણ મગની પાતળી દાળ, મસુરની દાળ, ગળેલો ભાત ભોજનમાં લેવો, ઠંડા પીણા, આઇસક્રીમ, ફાસ્ટફૂડ, દૂધ અને તેની બનાવટો મીઠાઈ વગેરે ન લેવા.

પશા પટેલ – બસ હવે આ ભાષણ હાંભળી ને મને તો ટાઢ ચડી.

મનુ માસ્તર – તો કાકા હવે ઘરે જઇ આપણા સાહેબે કીધુ એટલુ કરજો.

પશા પટેલ – હા હો માસ્તર કરવુ તો પડશે જ.

Advertisements

3 comments on “સ્વાઇન ફ્લુ

  1. heena કહે છે:

    thank you very much for this letter.

  2. heena કહે છે:

    thank you very much about this guidence.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s