રીંગણ ખાવાં કે ન ખાવાં ?

હાલ મા સરકાર બીટી રીંગણ ની મંજૂરી આપવી કે ના આપવી તે વિચારે છે, પરંતુ ખેતર મા અત્યારે રીંગણ ની શું પરિસ્થિતી છે તે સાંભળો ખેડુત ના મોઢે, અને પછી નક્કી કરો  રીગણ ખવાય કે ના ખવાય.

રીંગણ એક એવુ શાક છે કે જેમાં ઇયળ નો ઉપદ્રવ વધારે રહે છે. જેવી કે ડુંખની, સફેદ કીડો, ચૂસીયો, લીલી ઇયળ આ બધી  ઇયળ નો નાશ કરવા માટે પેસ્ટીસાઇડ દવા નો ભરપૂર  છંટકાર કરવો પડે છે. જે દવા ની થોડી તો અસર રીંગણ પર રહેવાની, અને આ દવા જાય આપણા પેટ મા.  અને ચોમાસા માં તો બીજી જીંવાત ને હીસાબે આ દવા નુ પ્રમાણ વધી જાય છે. આપણા શાકભાજી માં સૌથી વધારે દવા નો છંટકાવ થતો હોય તો રીંગણ અને ભીંડા. ભીંડા મા પણ રીંગણ જેટલી જ દવા વપરાય છે.

બીટી રીંગણ એ ક્રુષિ વૈજ્ઞાનિકો ની  પેદાશ છે. જેમા રીંગણ મા ઇયળ પડતી નથી પરંતુ બીજી જીંવાતો પડે છે તેથી દવા તો એમા પણ વાપરવી પડે છે. અને બીજી ખાસ વાત એ કે બીટી રીંગણ પકવતા ખેતર ની આસપાસ બીજા ઓર્ગેનીક પાક પર વિપરીત અસર થાય  છે. જે ખેતર માં રીંગણ વાવેલા છે તેની બાજુ ના ખેતર માં પણ જો આની અસર થતી હોય તો આપણા શરીર ની શું દશા થાય તે તમારે વિચારવાનુ. રાજકારણી ને તો પૈસા નો ખેલ છે, તેમને આપણા સ્વાસ્થ્ય ની કઇ પડી હોતી નથી, તેઓ તો પોતાના ખીસ્સા નુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એનુ ધ્યાન રાખતા હોય છે.

અને છેલ્લે બીટી કપાસ નો ચારો તો ઢોર પણ નથી ખાતા, જ્યારે આપણે તો કપાસીયા નુ તેલ પી જઇએ છીએ.  આ પેસ્ટીસાઇડ દવાથી લાંબા ગાળે કેન્સર જેવા રોગ થવા નો ભય રહેલો છે. મારા મત પ્રમાણે  તો બીટી રીંગણ કદાપી ના ખાવાજોઇએ.

One comment on “રીંગણ ખાવાં કે ન ખાવાં ?

  1. તમારી વાત સાચી છે. કે બીટી રીંગણ અખાદ્ય છે. કદાચ આપ નહિ જાણતા હો કે બીટી રીંગણ ના બીજ પ્રયોગશાળામાં કેવી રીતે બનાવાય છે. આપને આ જાણીને આશ્ચર્ય થશે કે “બીટી રીંગણ બનાવવા તેના બીજમાં ‘બકરાના ડીએનએ’ માના કેટલાક કોષો નાકવામાં આવે છે.” એ રીતે મારી સમજણ મુજબ બીટી રીંગણ માંસાહારી કહેવાય અને તે ખાવા અને બકરાનું માસ ખાવું સર્ખુજ ગણાય.
    સંદર્ભ :- સફારી અંક (સ્પષ્ટ યાદ નથી) ૨૦૦ પછીનો ….
    એક ગુજરાતી …,
    રવિશંકર જોશી
    gujrati.weebly.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s