ગાંધીજી ની વ્યથા

હાશ આજે ઘણા સમયે પાછો નવડાવ્યો, આમ તો સાબરમતી ના કિનારે ઉભો છું છતાં રોજ નાવા નું  મારા નસીબ માં નથી, વાર તહેવારે નવડાવે છે. આજે મારી પૂણ્યતીથી છે, ૨૦-૨૫ માણસો નુ ટોળું આવ્યુ છે, સાથે ૭-૮ કેમેરા વાળા પણ છે. બધા ઈસ્ત્રી ટાઈટ સફેદ લૂગડા માં છે, જાણે બેસણાં માં જવાનુ ના હોય, આમાથી ખાદી તો પાછી કોઇએ પેરી નથી, મારો તો જીવ બળી ગયો મે આખી જીંદગી હાથે બનાવેલી ખાદી પેરી અને વિદેશી કાપડ ની હોળી કરેલી અને જુઓ અત્યાર ના જુવાનીયાવ  મીલો ના લૂગડા પેરી વટ થી પાછા મારી સામે આવે છે.   અહિયા આવ્યા છે તેમને તો મારી કે મારા આદર્શો  ની કાંઇ પડી જ નથી તેઓ તો માત્ર મારી સામે ઉભા રહી ફોટા પડાવ્યા અને જતા રહ્યા.એમાથી કોક ને વિચાર આવ્યો હસે કે બાપૂ ને અહિયા ઉભા ઉભા બહુ ઘોંઘાટ નડતો હશે એટલે  ૩-૪ છોકરાવ ને હાથ માં પૂઠા પકડાવી ને મારી આજુબાજુ ઉભા રાખ્યા છે, તેમા લખ્યુ છે “નો હોર્ન પ્લીઝ ”  “હોર્ન વગાડી ને ઘોંઘાટ કરવો નહી. ” ભૈ મને ઘોંઘાટ નહી પણ આ મારી જ સામે ઉભારહી ને પેલા ટ્રાફીક હવાલદાર કટકી કરે છે તે નડે છે, અને પાછો મને એવી જગ્યાએ ઉભો રખ્યો છે કે બરાબર મારી સામેજ ટેક્ષ ઓફીસ છે, જ્યાં ટેક્ષ બચાવા માટે રોજ મોઘી ગાડીઓ માં દોડાદોડી કરતા મોટા શેઠીયા ને જોવા ના શું કરુ ? હવે તો વિચારુ છુ કે અહિયા થી દોડી ને સીધો દાંડી ના દરીયા માં જતો  રહું…!

One comment on “ગાંધીજી ની વ્યથા

  1. અમારા ઉમરેઠ ગામામાં સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલ શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવ સામે ” ગાંધી ચોતરો” આવેલ છે. આ ચોતરાને ગામના પીઢ નાગરિકો ગાંધી ચોતરો તરિકે ઓળખે છે. હાલની પેઢીના લોકોએ આ જગ્યા જોઈતો હશે પણ તેનું નામ ગાંધી ચોતરો છે અને તે કેમ પડ્યું તે જુજ લોકોને ખબર હશે. આજ ના દિવસે ગાંધીજીનું મૃત્યુ થયું હતુ. તેમને ગોળી મારવામાં આવી હતી. જ્યારે ગાંધીજીના અંગિમ સંસ્કાર થયા ત્યારે તેમની અસ્થીનું એક ફુલ ઉમરેઠના તે સમયના ગાંધીજીના અનુયાઈયો લાવ્યા હતા અને આ જગ્યએ તે ફુલ મુકી એક મોતો ચોતરો બનાવ્યો હતો. અને જે જગ્યાએ ગાંધીજીની અસ્તીનું ફુલ મુક્યું હતું ત્યાં એક સ્થંભ બનાવ્યો હતો જેના ઉપર ગાંધીજીના વિચારો લખવામાં આવ્યા હતા. જે આજે પણ મોજુદ છે. દુઃખની વાતતો એ છે કે ઉમરેઠના હાલના કે પહેલાના નેતા, સ્વૈછીક સંસ્થાના હોદ્દેદારો, ક્લબ કે પછી અન્ય સામાજિક કાર્યકરો ક્યારે પણ આ ચોતરે ગાંધીજી ને યાદ કરવામાં આવતા નથી. ગાંધી જયંતિ હોય કે પછી ગાંધીજીનો મૃત્યુ દિન કોઈની પાસે આ સ્થંભ પાસે આવી ગાંધીજીને યાદ કરનાનો સમય નથી. (મારી પાસે પણ)
    GANDHI CHOTRO UMRETH

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s