જામીન

હમણા મારે  પુસ્તકાલય ના સભ્ય બનવા ઓળખાણ માટે પત્રક પર કોઇપણ એક સરકારી અધિકારી ની સહી કરાવવાની જરૂર પડી. હુ પહોચ્યો નજીક ની માધ્યમીક શાળા ના આચાર્ય પાસે તમણે પત્રક વાંચીને સહી કરવાની ચોખ્ખી ના પાડી દીધી, મે બીજા એક સરકારી દવાખાના ડોક્ટરને પકડ્યા તેમણે પત્રક જોઈ ને કહ્યુ કે હુ તમને ચા કહો તો ચા નાસ્તો કહો તો નાસ્તો કરાવુ પણ સહી કરાવાનુ રેવાદયો. હવે કોઇ ઓળખાણ હોય તો જ મેળ પડે નહીતર કોઇ સહી નહી કરી દે તે નક્કી હતું. એટલે મે મારા ઓળખીતા અધ્યાપક ને પકડ્યા તેમણે સહી તો કરીદીધી પણ સાથે ટકોર પણ કરી કે આ લખાણ વાચ્યું છે ને તમે ?

તમારે જાણવું છે તે લખાણ શું હતું ? આ રહ્યુ નીચે એક શબ્દ કાપ્યા વગર લખ્યુ છે.

જામીન ગીરી

હું___________ હોદ્દો_____ જણાવું છું કે અરજી કરનાર ને હું ઓળખું છું અને પુસ્તકાલય ના પુસ્તકો કાળજીપૂર્વક વાપરશે એમ માની હું કબુલાત આપું છું કે અરજી કરનારે પાછળ આપેલી કબુલાતનું પાલન કરવામાં ચૂક કરશે તો તે સંજોગોમાં એમની ટીકીટ પર લેવામાં આવેલા પુસ્તકોને નુકશાન થયું હોય અથવા તે પાછા નહીં સોંપે તો પુસ્તકાલયના બોર્ડે ઓફ મેનેજમેન્ટ નક્કી કરે તે પ્રમાણેની નુકશાની ભરી આપીશ અથવા તે નવા ખરીદી આપીશ અથવા તે નવા ખરીદવા માટે દોઢી કિંમત આપીશ અને પુસ્તક વધારે મુદત રાખવા બદલ નિયમ પ્રમાણે અતિદેય તથા તેને લગતી માહિતી આપવા માટે મોકલાવેલ નોટીસનો ટપાલ ખર્ચ હું આપીશ.

રહેઠાણનું સરનામૂં______ સંસ્થાનું સરનામું_____સહી / સિક્કો____

હવે તમને ખબર પડી ને કેમ બધા ના પાડતા હતા. આમાં ક્યો અજાણ્યો અધીકારી તમને સહી કરી આપે ? આવી કબુલાત સભ્ય બનનાર માટે બરાબર છે પણ ઓળખાણ આપનાર ને શું લેવાદેવા ?

તમને નથી લગતુ આમાં કાંઇક સુધારો કરવો જોઈએ ?

Advertisements

બ્લોગાચાર્ય ની ફાકી

ગઈ કાલે બ્લોગાચાર્ય પાસે મારા ચોકઠા ની તબિયત બતાવી હતી, એમણે  સર્જક્તા ચૂર્ણ ની ફાકી રોજ ગીત અને ગઝલ સાથે લેવાની સૂચના આપી. ચૂર્ણ તો લઈ લીધુ ને પરીણામ પણ સારુ મળ્યું. પરંતુ આ ગીત ને ગઝલ ગોતવાના બાકી હતા એટલે પહેલા તો તપાસ કરી મારા મૂળ વતન ગામ દેવડા માં જ. દેવડા આમ તો જૂનૂ મૂળ બારોટોનુ ગામ એટલે થયું કે વધારે મહેનત નહી કરવી પડે. સીધો  પહોચ્યો બારોટવાસ માં જઈ ને જોયું તો બધા ઘર બંધ હાલત માં. તપાસ કરતા માલુમ પડ્યું કે હવેના સમય માં ખાલી વાતો કરે પેટ નથી ભરાતું, રાજાશાહી વખતે બારોટોની વાતો સાંભળીને  રાજાઓ બારોટોને સાચવતા હતા પરંતુ હવે દેશી રજવાડાઓ રહ્યા નહી એટલે બારોટો ને મહેનત કર્યા વગર છૂટકો નથી. એટલે ગામ ના બધા બારોટો નજીક ના શહેરોમાં બીજા કામ ધંધે લાગી ગયા છે. હવે મારે ગીત ને ગઝલો ગોતવા બીજે ગામ જવુંજ રહ્યું.

શરૂઆત કરી જસદણ થી  હરીરામ બાપા ના આશિર્વાદ લીધા ને મારી મુશ્કેલી જણાવી. હરીરામ બાપાએ આર્શિવાદ આપતા કહું કે મને તો આ ગીત કે ગઝલ માં નો ખબર પડે મને તો બસ એકજ લીટી આવડે છે ” ભજન કરો ને ભોજન કરાવો ”  ત્યાંથી નીકળી ને મળ્યો હેમંત ચૌહાણ ને. હેમંત ચૌહાણ મારા ગામ પાડોશી. તેમને સાંજે રાજકોટ ના હેમુગઢવી નાટ્ય ગૃહ માં પોગ્રામ આપવા જવાનું હતુ, તેની ઈલેક્ટ્રીક તંબૂરા પર આંખો બંધ કરી તલ્લીન થઈ ને  ભજન ની પ્રેક્ટીશ કરતા હતાં.   મારી વાત સાંભળીને કહે મારી પાસે તો ભક્તિરસ છે જોઇ એટલો લઈ જાવ. મને તો વૈદ રાજે ગીતો ને ગઝલ ની ચીઠ્ઠી ( પ્રીસક્રીપ્શન ) લખી દીધેલી એટલે ભક્તિરસ નો લીધો પણ હેમંત ચૌહાણે મને હારે લીધો કે હાલો રાજકોટ ત્યાંથી તમારો કાંઈક મેળ પાડી દવ.

રાજકોટ હેમુગઢવી નાટ્ય ગૃહ માં જઈને મળ્યા ભીખુદાન ગઢવી ને.  હેમંતભાઈએ મારી ઓળખાણ આપતા કહ્યું કે આ મારા પાડોશી ભાડુઆત છે, અને તેમને ગીતો અને ગઝલો નો રસ જોઈએ છે.  હેમંતભાઈ ની વાત સાંભળી ને ભીખુદાનભાઈ મને કયું કે મૂકો ગીતો ને ગઝલો એક તો તમારે રહેવું ભાડાના મકાન માં વળી ગમે ત્યારે ખાલી કરવાની ઉપાધી એના કરતા તમે લોક્સાહિત્ય રસ ચાલૂ કરો . તમે જમવા બેઠા હો ને મે’માન આવે અને થાળીમાં અડધો જ રોટલો તમારાભાગ માં આવ્યો હોય અને એ રોટલો તમે મે’માન ને આપી દયો એવી સંસ્કૃતી વાળુ તમારૂ ઘરનું ઘર થઈ જાય. મે તેમને વિનમ્રતા પૂર્વક ના પાડી ને કિધુ કે ભીખુદાન ભાઈ લોક્સાહિત્ય ગઢવી લોકો પીરસે એજ સારું છે, અને એમાંજ મજા છે, મારા જેવા પટેલ ને જો તમે લોકસાહિત્ય આપ્યું તો તમને તો ખબરજ છે કે પટેલ જે ધંધા માં પડ્યો તે ધંધાનું તળીયુ લાવી દેશે.  આ વાત ચાલતી હતી ત્યાં જ શાહબુદ્દીન ભાઈ રાઠોડ આવ્યા, તેમની સાથે થોડી ઓળખાણ ખરી કારણ કે તે મારા ઘરથી  ખાલી બે ગામ છેટે રે. મારી વાત હાંભળી ને  કે પટેલ ભાઈ આ ગીત, કાવ્ય ને ગઝલ રેવા દેજો. મને કડવો અનુભવ છે.  મારો ભત્રીજો પ્રેમમાં પડ્યો હતો ને કાવ્યો ના રવાડે ચડ્યો તો, ભર ઉનાળે અને ખરાતડકે ઉભો ઉભો પાછો ગાતો હોય કે મંદ મંદ મલીયાન વાઈરહ્યો છે. ઉનાળા ની બપોરે લૂ વાય કે મલીયાન વાય ? માંડ છોડાવ્યો છે એમાંથી એટલે તમને ના પાડુ છુ કે આવુ ખોટુ હુ નહી તમને કરવા દઉ. તમે એક કામ કરો હાસ્યરસ ચાલૂ કરો. મે કિધુ કે રાઠોડ સા’બ તમે જ્યારે ચાલૂ કર્યુ ત્યારે શ્રોતા તરીકે તમારા વિદ્યાર્થીઓ જ હતા જે તમને રસપૂર્વક  સાંભળતા પણ મારે તો  આવા સારા વિદ્યાર્થી લાવવા ક્યાંથી ? છતાં જોઉ વિચારી જોઈશ એમ કહી ને હુ નીકળી ગયો ત્યાંથી.

હુ પહોચ્યો સીધો રાજકોટ ના હવાઈ મથક પર ત્યાં જઈ ને જોઉ તો મારા મિત્ર મનહરસિહ હાથ માં લાલ કલર નું ડબલૂં ને પીછી લઈ ને વિમાન ફરતા ગોળ ગોળ આંટા મારે. મે જઈ ને જય માતાજી કર્યા ને પૂછ્યુ શું કરો છો બાપૂ ? મને કે જગ્યા ગોતુ છું મારે આ વિમાન પર  ” જય માતાજી ” લખવું છે, મે કીધુ કે  આ રહી પૂંછડી લખી નાખો આટલી બધી જગ્યા છે. મને કે એમ નહી એતો સાઈડ માં છે મારે સામે દેખાય એમ લખવું છે, સામે થી બીજુ કોઇ વિમાન આવતુ હોય તો જય માતાજી વાંચી ને સીધી સાઈડ આપી દેને. મે એમને મારી મુશ્કેલી કીધી કે મારે ગીતો ને ગઝલો જોઈએ છે તો મને કે હાલો જાઈ મનહર પ્લોટ માં તીયાં  જો મેળ પડે તો . બાપૂ એ કાઢ્યુ ભટભટીયુ ( બૂલેટ – મોટર સાઈકલ – દ્વી ચક્રી વાહન )  ને પહોચ્યા મનહર પ્લોટ માં એક દાદામળ્યા વાત કરી તે ગળગળા થઈ ગયા કે ભઈ ઈવડી ઈ ગઝલૂ રેવાદેજો  જોને આ મનહર નાનો હતો ત્યારે જોયેલો પછી ગઝલો ગાવા માંડયો તે એટલો પ્રખ્યાત થઈ ગયો કે હવે આ શેરી ભૂલી ગયો સે. તમે ઈ ગઝલૂ ના રવાડે નો ચડતા બધૂ ભૂલવાડી દે છે. બાપૂ મને કે હાલો જામનગર જાઇ ત્યાં મેળ પડી જાશે. તે અમે તો ઉપડ્યા ભટભટીયા પર જામનગર સીધા ધીરૂની દુકાને ત્યાં વસંત પરેશ બેઠા હતા તેમને બધી વાત કરી તો વચ્ચે આવી ને ધીરૂ કે તમારે ગીત ને ગઝલ જોઇ છે ને હાલો મારી જોડે તમને બધા ગીતો ને ગઝલો ગાતા કરી દવ. મે કીધુ મારે ગાવા નથી લખવા છે તો ધીરૂ કે બધુ એકજ છે હાલો તમ તમારે મારી હારે, ત્યાં વચ્ચે વસંત પરેશ બોલ્યા ઉભો રે ધીરૂ તુ ક્યાં લઈ જાવાની વાત કરે છે ? ધીરૂ કે આપણી ગાંડા ની હોસ્પીટલ માં એમને જેટલા ગીતો ને ગઝલો ગાવી હોય તે બધા શીખવી દેશે. મે કીધુ ભાઇ ધીરૂ બસ મારે હવે નથી શીખવી ગઝલ.

અને અહિયા ગીતો ને ગઝલ શોધ આજ ના દિવસ પૂરતી બંધ કરી અને તેની અવેજી માં પેલૂ ચિત્ર માં દેખાય તે ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું પ્રતીકાર ચુર્ણ ચાલૂ કર્યુ.

શરાબી રીંગણ

રીંગણનું શાક ખાધા પછી નશા જેવુ લાગે તો નવાઇ ના પામતા, કારણ કે હવે નશો ચડે તેવા  રીંગણ મળી શકે છે.  હરીયાણાના ખેડુતો પ્રયોગ ખાતર રીગણ ના ખેતર માં દેશી શરાબ નો છંટકાવ કરે છે, જેથી રીગણ માં જંતુનાશક દવા ઓછી છાટવી પડે. અને તેનુ પરિણામ સારુ મળ્યુ છે, અને ઉત્પાદન માં વધારો થયો છે. ખેડુતોનું કહેવું છે કે આલ્કોહોલ કીડા મારવામાં અકશીર છે. તેઓ વાવણી કરતા પહેલા અને પછી પણ દેશી શરાબનો છંટકાવ કરે છે.  ઘણા ઉત્સાહી પૈસાદાર  ખેડુતોએ ઈગ્લીશનો  અખતરો કર્યો તો એમને વધારે સારુ પરિણામ મળ્યું છે. ગુજરાત ના ખેડુતોએ આવા પ્રયોગથી દૂર રહેવું નહીતર ખેતી કરતા બીજા લફડા વધી જાશે. હરીયાણામાં તો શરાબ ની જાહેર છૂટ છે, અને આપણે ખાનગીમાં.

ચીન – મોટો ખતરો

ગઈ કાલે અચાનક જ જાણીતા પત્રકાર અને તંત્રી શ્રી તરુણવિજયજી નુ વક્તવ્ય સાંભળવાનો મોકો મળ્યો જેઓ સિચુઆન વિશ્વવિદ્યાલય – ચીન ની વિશેષ ફેલોશિપ સાથે સંશોધન કરી રહ્યા છે. અને શ્યામાપ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન – દિલ્હી ના ડાયરેકટર છે. માધવ સ્મૃતિ ન્યાસ ( શ્રી ગુરુજી વ્યાખ્યાન માળા) વતી તેમનું વક્તવ્ય હતુ. તેઓ વારંવાર ચીન ની મુલાકાત લે છે. તેઓ નુ કહેવું છે કે ભારત ને પાકિસ્તાન કરતા ચીનનો ખતરો વધારે છે. કારણ કે ચીન ધીમે ધીમે ભારત માં ધુસીજ ગયુ છે. આ રહ્યા તેમના વક્ત્વ્ય ના મુદ્દા.

* કાશ્મિર પ્રશ્ન નહેરૂની ભેંટ છે જેમાં અત્યાર સુધી આપણા ખર્વો રૂપિયા વપરાઈ ગયાઅને હજી પણ વપરાય છે. અને હજી પ્રશ્ન તો ઉભો જ છે.

* જો મુંબઈ પર થયેલો હુમલો દેશપર થયેલો હુમલો ગણવામાં આવતો હોય તો સંસદ પર થયેલો હુમલો શું હતો ?

* આપણને જે ભારત ના નકશા માં કાશ્મીર નો ભાગ બતાવવામાં આવે છે તેમાં અડધો તો પાકીસ્તાને અને અડધો ચીને કબજે કરેલો છે.જે ૧૭ હજાર વર્ગ કિલોમીટર છે. અને અરૂણાચલ માં ૫૦ હજાર વર્ગ કિલોમીટર નો દાવો અત્યારે ચીન કરી રહ્યુ છે. અરૂણાચલ માં આપણા પ્ર્ધાન મંત્રી કે રાષ્ટ્ર્પતિ જાય તોય વિરોધ કરે છે.

* તીબેટ માં પણ ચીને ઘણી બધી ધુસણખોરી કરીદીધી છે. ચીને પોતાની સરહદમાં પાકા રસ્તા બનાવી દીધા છે જ્યારે ભારત ની સરહદ માં  પાકા રસ્તા બનાવાની દરકાર સરકારે લીધી જ નથી, વળી સરહદ ના ગામો માં વિજળી, પાણી જેવી પણ વ્યવસ્થા સરકાર નથી કરી શકી.

* અરુણાચલ ને ચીની સરકાર પોતાનો વિસ્તાર ગંણે છે ત્યાંથી કોઈ નાગરિક ચીન નો વિઝા લેવા જાય તો દિલ્હી માં બેઠેલા ચીની રાજદૂત વિઝા નથી આપતા અને કહે છે કે તમે તો અમારા જ નાગરીક છો તમારે વિઝા લેવાની જરૂર નથી.

* અત્યારે ચીન નો ડોળો અંદામાન અને નિકોબાર ટાપૂ પર છે કારણ કે ત્યાં ખનીજ તેલ નિકળ્યું છે, ચીન શ્રીલંકા માં આવીજ ગયુ છે.શ્રીલંકા માં સૌથી વધારે મુડી રોકાણ ચીન નું છે.

* ચીને ભારતને ચારે બાજુથી ઘેરી લીધું છે. જેમાં ગ્વાડર બલુચિસ્તાન નજીક એક અરબ ડોલર માં લશ્કરી બંદર પાકિસ્તાન ને આપ્યું છે. માલદીવ અને મ્યાનમારના કોકો દ્વીપ માં નૌસેના મથક સ્થાપ્યું છે. જે ભારત ના અંદામાન અને નિકોબાર દ્વીપથી માત્ર ૪૦ કિલોમીટર દૂર છે. ચીન શ્રીલંકામાં બંદર ( પોર્ટ ) બનાવી આપે છે.

*  નેપાળ માં માઓવાદીઓ દ્વારા ચીનની પક્ષધર હિંસક રાજનીતિનો પ્રભાવ ભારતની ઘેરાબંધીનું અંતિમ ચરણ છે.

જો તમારે તેમનુ  લાતૂર માં  આપેલૂં  આવુ જ વકત્વ્ય સાંભળવુ હોય તો જાવ તેમના ચોકઠા પર. ચાર વિડીયો છે  ૪૦ મિનીટ નો સમય લઈ ને એક વખત તો જરૂર સાંભળશો.

ચમત્કાર

અત્યાર ના સમય માં ચમત્કાર થાય ? ના જ થાય પણ સચિત્ર સાબિતી હોય તો ? અહિયા તમને એવા  સ્થળની  જ સીધી મુલાકાત કરાવું. ચિત્રો જોયા પછી તમારે તેને ચમત્કાર માનવો હોય ચમત્કાર ને અંધશ્રધ્ધા માનવી હોય અંધશ્રધ્ધા અથવા  કેમેરા ની કરામત કે કુદરતી પ્રક્રીયા  જે હોય તે ભગવાન શંકર જાણે.  અહિયા નકલ ચોંટાડતો  નથી કારણ કે  હેલ્લારા ની અસર મને પણ થવા માંડી છે.

જુઓ આ કડી સીધી તેમના જ ચોખઠા પર

હિન્દી સિનેમા જગત નો સુવર્ણ કાળ

ભારત ની પ્રથમ ફિચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ છે અને તેનુ નિર્માણ ૧૯૧૩ માં ધુંડીરાજ ગોવિંદ ફાળકે ( દાદા સાહેબ ફાળકે ) એ કર્યુ હતું, જે રાજા હરિશ્ચંદ્ર ની કથા પર આધારીત હતી. દાદા સાહેબ ફાળકે ને ભારતીય સિનેમા ઉદ્યોગ ના પિતામહ માનવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સિનેમા નિર્માણ માં ઉત્ક્રુષ્ટ યોગદાન આપનાર ને ” દાદા સાહેબ ફાળકે ” એવોર્ડથી નવાજવા માં આવે છે. જે ભારતીય સિનેમા જગત માં સર્વોચ્ચ સન્માન છે.

ભારતીય સિનેમા જગત નો સુવર્ણ કાળ ઈ.સ. ૧૯૫૦ થી ૧૯૮૦ નો માનવામાં આવે છે. જેમાં કથા, ગીત-સંગીત ના તાલ મેલથી સુપર હીટ ફિલ્મો બનતી હતી.  રાજકપૂર, મહેબૂબ ખાન, ગુરૂદત્ત, વ્હી શાંતારામ અને બિમલ રોય જેવા નિર્માતાઓ નો ફાળો મહત્વનો છે. બિમલ રોય ની પાથેર પાંચાલી ( ૧૯૫૫ ) ને આંતર રાષ્ટ્રીય ખ્યાતી મળી હતી.

* મહેબૂબ ખાન ના ” મહેબૂબ પ્રોડક્શન્સ ”  દ્વારા બનાવવામાં આવેલી લોક્પ્રીય ફિલ્મો માં – હુમાયુ ( ૧૯૪૫ ), અનમોલ ઘડી (૧૯૪૬), અનોખી અદા (૧૯૪૮), અંદાજ (૧૯૪૯), ઝાંસી કી રાની (૧૯૫૨), આન (૧૯૫૨), અમર (૧૯૫૪), આવાજ (૧૯૫૬), મધર ઈન્ડીયા (૧૯૫૭), સન ઓફ ઈન્ડીયા (૧૯૬૨) મુખ્ય છે.

* બિમલ રોય ના ” બિમલ રોય પ્રોડક્શન્સ ” હેઠળ બનેલી લોક્પ્રીય ફિલ્મો માં – દો બિઘા જમીન (૧૯૫૩), નૌકરી (૧૯૫૪), દેવદાસ (૧૯૫૫), અમાનત (૧૯૫૫), પરિવાર (૧૯૫૫), મધુમતી (૧૯૫૮), સુજાતા (૧૯૫૯), ઉસને કહાથા (૧૯૬૦), પરખ (૧૯૬૦), કાબુલી વાલા (૧૯૬૧), પ્રેમ પત્ર (૧૯૬૨), બંદિની (૧૯૬૩), બેનજીર (૧૯૬૪), દો દુની ચાર (૧૯૬૮) ની ગણના થાય છે.

* રાજ કપૂર ના ” આર.કે.ફિલ્મસ ” દ્વારા બનાવવામાં આવેલી લોકપ્રીય ફિલ્મો માં – આગ (૧૯૪૮), બરસાત (૧૯૪૯), આવારા (૧૯૫૧), બૂટ પોલીશ (૧૯૫૪), શ્રી ૪૨૦ (૧૯૫૫), જીસ દેશ મે ગંગા બહતી હૈ (૧૯૬૧), સંગમ (૧૯૬૪), મેરા નામ જોકર (૧૯૭૦), ધરમ કરમ (૧૯૭૫), સત્યમ શિવમ સુંદરમ (૧૯૭૮),  ની ગણના થાય છે.

* દેવાનંદ ના ” નવકેતન ઈન્ટર્નેશનલ ” દ્વારા બનાવવામાં આવેલી લોક્પ્રીય ફિલ્મોમાં – અફસર (૧૯૫૦), ટેક્ષી ડ્રાઈવર (૧૯૫૪), હાઉસ નંબર ૪૪ (૧૯૫૫), ફંટુશ (૧૯૫૬), નૌ દો ગ્યારાહ (૧૯૫૭), કાલા પાની (૧૯૫૮), કાલા બઝાર (૧૯૬૦), હમદોનો (૧૯૬૧), તેરે ઘરકે સામને (૧૯૬૩), ગાઈડ (૧૯૬૫), જ્વેલ થીપ (૧૯૬૭), પ્રેમ પૂજારી (૧૯૭૦), હરે રામ હરે કૃષ્ણ (૧૯૭૧), શરીફ બદમાશ (૧૯૭૩), છૂપા રૂસ્તમ (૧૯૭૩), ઈશ્ક ઈશ્ક ઈશ્ક (૧૯૭૪), જાને મન (૧૯૭૬), લૂંટ માર (૧૯૮૦) ની ગણત્રી થાય છે.

* ગુરૂ દત્ત ને “ગુરૂદત્ત ફિલ્મસ” ના બેનર હેઠળ – બાઝી (૧૯૫૧), પ્યાસા (૧૯૫૮), કાગજ કે ફૂલ (૧૯૫૯), સાહેબ બીબી ઔર ગુલામ (૧૯૬૨) ફિલ્મો લોક્પ્રીય બની હતી. કાગજ કે ફૂલ હિન્દી સિનેમા ની પ્રથમ સિનેમા સ્કોપ ફિલ્મ હતી.

* જેમીની પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મો માં – ચંદ્ર લેખા (૧૯૪૮), નિશાન (૧૯૪૯), સંસાર (૧૯૫૧), મિસ્ટર સંપત (૧૯૫૨), બહુત દિન હુયે (૧૯૫૪), ઈન્સાનિયત (૧૯૫૫), રાજ તિલક (૧૯૫૮),પૈગામ (૧૯૫૯), ઘરાના (૧૯૬૧), ઔરત (૧૯૬૭), તીન બહુરાનીયા (૧૯૬૮), શતરંજ (૧૯૬૯) ની ગણના થાય છે.

* એ.વ્હી.એમ. પ્રોડ્કશન દ્વારા બનાવવામા આવેલી લોકપ્રીય ફિલ્મો માં – બહાર (૧૯૫૧), લડકી (૧૯૫૩), ચોરી ચોરી (૧૯૫૬), ભાઈભાઈ (૧૯૫૬) ભાભી (૧૯૫૭), મિસ મેરી (૧૯૫૭), બરખા (૧૯૫૯), બિંદીયા (૧૯૬૦), છાયા (૧૯૬૧), મૈં ચુપ રહુગી (૧૯૬૨), મુનીમજી (૧૯૬૨), પૂજા કે ફૂલ (૧૯૬૪), લાડલા – મહેરબાન – દો કલીયા (૧૯૬૮ ) ની ગણત્રી થાય છે.

જેમીની અને એ.વ્હી.એમ. બન્ને દક્ષીણ ભારતીય નિર્માણ સંસ્થા છે.

* બી.આર.ચોપડા ની ” બી.આર.ફિલ્મસ” દ્વારા બનાવવામાં આવેલી લોક્પ્રીય ફિલ્મોમાં – એક હી રાસ્તા (૧૯૫૬), નયાદૌર (૧૯૫૭), સાધના (૧૯૫૮), ધૂલ કા ફૂલ (૧૯૫૯), કાનૂન (૧૯૬૧), ધર્મ પૂત્ર (૧૯૬૨), ગલ્સ  હોસ્ટેલ (૧૯૬૨), ગૂમ રાહ (૧૯૬૩), વક્ત (૧૯૬૫), હમરાજ (૧૯૬૭), ઈત્તિફાક (૧૯૬૯), હમ એક હૈ (૧૯૭૦), આદમી ઔર ઈન્સાન (૧૯૭૦), જવાબ (૧૯૭૦), છોટી સી બાત (૧૯૭૬), ઈન્સાફ કા તરાજુ (૧૯૮૦) ની ગણત્રી થાય છે.

બી. આર. ચોપડા ની ” મહાભારત ” સિરીયલ નો ઈતિહાસ જગ જાહેર છે.

* યશ મુખર્જી  ને  ” સુબોધ મુખર્જી પ્રોડકશન્સ ” ના બેનર હેઠળ – જંગલી (૧૯૬૧), એપ્રીલ ફૂલ (૧૯૬૪), શાગિર્દ (૧૯૬૭), અભિનેત્રી (૧૯૭૦), શર્મીલી (૧૯૭૧), મિસ્ટર રોમિયો (૧૯૭૪) જેવી લોક્પ્રીય ફિલ્મો આપી છે.

* તારાચંદ બડજાત્યા એ ” રાજશ્રી પ્રોડક્શન ” દ્વારા બનાવેલ લોક્પ્રીય ફિલ્મો ની યાદી જોઈએ તો – આરતી (૧૯૬૨), દોસ્તી (૧૯૬૪), મહા પુરુશ (૧૯૬૪), તકદીર (૧૯૬૭), જીવન મૃત્યુ (૧૯૭૦), ઉપહાર (૧૯૭૧), મેરે ભૈયા (૧૯૭૨), પીયા કા ઘર (૧૯૭૨), સૌદાગર (૧૯૭૩), હનીમુન (૧૯૭૩), તૂફાન (૧૯૭૫), ગીત ગાતા ચલ (૧૯૭૫), તપસ્યા (૧૯૭૬), ચીત ચોર (૧૯૭૬), પહેલી (૧૯૭૭), દુલ્હન વહી જો પીયા મન ભાયે (૧૯૭૭), અલીબાબા મર્જીના (૧૯૭૭), એજન્ટ વિનોદ (૧૯૭૭), અખીયો કે જરોખોસે (૧૯૭૮), સુનયના (૧૯૭૯), શિક્ષા (૧૯૭૯), સાવન કો આને દો (૧૯૭૯), સાંચ કો આંચ નહી (૧૯૭૯), નૈયા (૧૯૭૯), ગોપાલ કૃષ્ણ (૧૯૭૯), રાધા ઔર સીતા (૧૯૭૯), તરાના (૧૯૭૯), મનોકામના (૧૯૮૦), માન અભિમાન (૧૯૮૦), એક બાર કહો (૧૯૮૦), હમ કદમ (૧૯૮૦) જેવી લોક્પ્રીય ફિલ્મો આપી છે.

* રામાનંદ સાગર ને ” સાગર આર્ટ્સ ” દ્વારા બનાવવામાં આવેલી લોક્પ્રીય ફિલ્મોમાં – જીંદગી (૧૯૬૪), આરજૂ (૧૯૬૫), આંખે (૧૯૬૮), ગીત (૧૯૭૦), લલકાર (૧૯૭૨), ચરસ (૧૯૭૬) જેવી ફિલ્મો આપી છે.

રામાનંદ સાગર ની ” રામાયણ ” સિરીયલ એક ઈતિહાસ છે. સિરીયલ ના સમયે શહેર માં ક્ર્ફ્યુ જેવુ વાતાવરણ થઈ જતુ હતું.

* જી. પી. સીપ્પી ના બેનર નીચે જોઈએ તો – મેરે સનમ (૧૯૬૫), અંદાઝ (૧૯૭૧), સીતા ઔર ગીતા (૧૯૭૨), શોલે (૧૯૭૫), શાન (૧૯૮૦).

શોલે ફિલ્મ ની લોક્પ્રીયતા વિશે તો કાઈ કહેવાનૂં રહેતુ જ નથી.

* કમલ અમરોહીની ફિલ્મો માં – મહલ (૧૯૪૯), પાકિઝા (૧૯૭૨)

* કે. આસિફ ની -મુઘલ એ આઝમ (૧૯૬૦)

* પન્નાલાલ મહેશ્વરી ની- નીલ કમલ (૧૯૬૮)

* હરકિશન આર. મિરચંદાણી ની – ઉપકાર (૧૯૬૭)

* શંકરભાઈ ભટ્ટ – હરીયાળી ઔર રાસ્તા (૧૯૬૨), હિમાલય કી ગોદમે (૧૯૬૫)

* એ. એ. નડીયાદવાલા – પત્થર કે સનમ (૧૯૬૭)

* મનોજ કુમાર – પૂરબ ઔર પશ્ચીમ (૧૯૭૦), શોર (૧૯૭૨), રોટી કપડા ઔર મકાન (૧૯૭૪)

* મદન મોહલા / પદ્યુમન મોહલા – દસ નંબરી (૧૯૭૬)

** ઉપરોક્ત યાદી માત્ર ઈ.સ.  ૧૯૮૦ સુધીની લોક્પ્રીય થયેલી ફિલ્મોની છે.

આપણા દેવી દેવતા

આજે પાછા સમાચાર છે કે અમેરીકામાં હનુમાનજી નું રમકડું બાર પાડી ને અપમાન કર્યું. ભારત માં આનાથી ખરાબ  રીતે આવા અપમાનો થતાં જ રહ્યા છે અને થાય પણ છે, તેનો મોટો દાખલો પેલો ચિત્રકાર હુસેન, અને બીજા  દાખલા જોઈએ તો સામન્ય રીતે બધાએ જોયુ હશે કે જ્યા લોકો પેશાબ કરી ને ગંદકી કરતા હોય ત્યાં ભગવાનના ફોટા મુકી દેવાના, કે નાની દેરી બનાવી ને હનુમાનજી ને બેસાડી દેવાના,  ૩/૪ માળ ના મકાન માં જ્યાં માણસોની અવર જવર વધારે હોય ત્યાં દાદરા પર લોકો થુંકી ને ગંદકી ના કરે એટલે જ્યાં થુંકતા હોય ત્યાં ભગવાનની  તકતી ચોટાડી દેવાની. (  આ તકતી પર  થુંકનારા વિરલાઓ પણ ખરા ) આપણે પોતેજ હિન્દુ થઈ ને જો આપણા ભગવાન નું આટલું અપમાન કરતા હોઈએ તો બીજા કરે એમાં શુ નવાઈ. આપણા ભગવાન એટલા બધા સસ્તા થઈ ગયા છે કે જ્યાં મન ફાવે ત્યાં ગંદકી વાળી જગ્યાએ બેસાડી દેવાના કે જ્યાં આપણે પોતે પણ બેસવા તૈયાર નથી. અને આવી પ્રવૃતિ બધાજ ગામ કે શહેરો માં ચાલુજ છે. પણ જો કોઈ બની બેઠેલા ગુરૂનું કોઇએ જરા પણ અપમાન કર્યુ તો તેના ચેલકાઓ તોફાને ચડી જાય.  ભગવાનનું ગમે તે અપમાન કરો ચાલે ગુરૂનું ના થવું જોઈએ. હિન્દુ પ્રજા એટલી નમાલી થઇ ગઈ છે કે ખુદ ભગવાનનું પણ માન નથી જાળવી શકતી.