કોમેડી ફિલ્મ

અત્યારે ભારત માં એક ફિલ્મ ચાલે છે  તેમાં બે હિરો  છે, ( આ હિરો પાછા એક બીજા ના તો દુશ્મન )  નાના મોટા ઘણા બધા ખલનાયકો છે,  બે હિરોઈન છે, અને સાઈડ પાત્રો તો ઘણા બધા છે, બધા નો મકસદ ખજાનો લૂટવાનો છે. અને એમાં અત્યારે જબરી ધમાચકડી ચાલે છે,  અત્યારે એક ખલનાયક ના ભાગ માં આવેલો  હિસ્સો  બીજા લૂટી  રહ્યા છે એટલે પોતે ખાલી હવા માં હવાતીયા મારી રહ્યો છે, પોતાની પાસે ના શસ્ત્રો એના નેટવર્ક મા જ  ચાલે  છે પાછુ રોમિંગ તો છે નહી, એટલે  નિર્દોશો ને રંજાડી રહ્યો છે, અને થાય છે જબરી કોમેડી.

અને આપણા જે બે હિરો છે એમાંથી એક ને કેશરી કલર સામે વેર છે જે બીજા નો પ્રીય કલર છે તો સામે બીજા ને લીલા કલર સામે વેર છે તો લીલો કલર પેલાનો પ્રીય છે,  અને હિરોઈનો ને તો બસ સારુ કેમ દેખાવુ એમાજ રસ હોય. એક ને ઝવેરાત નો શોખ ને બીજી ને પોતા ની વાહવાહ કરાવાનો . બસ આ ફિલ્મ માણવા માટે ક્યાંય જવાની જરુર નથી કે આ મોઘવારી ના જમાના માં કોઇ વધારા નો ખર્ચો કરવા નો નથી  માત્ર રોજે રોજ ના પેપર વાંચવા ના ને ન્યુઝ ચેનલ જોવા ની. આ ફિલ્મ અહિસા ના બેનર નીચે નિર્માણ પામી રહી છે અને  તેના નિર્માતા છે મો.ક.ગાંધી. અને આપણા માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે આ ગાંધી હતા પાછા ગુજરાતી…!!!

Advertisements

One comment on “કોમેડી ફિલ્મ

  1. Bhupendrasinh Raol કહે છે:

    આ ચિત્રપટ નું નામ ભારતીય રાજકારણ કે ભારતીય લોકસભા કે પછી સ્વતંત્ર ભારત હોઈ શકે.આ હાસ્ય ચિત્રપટ જોઇને ભારત માતા કરુણતા પૂર્વક આંશુ વહાવતી હશે.ઓટલા પર આવી ટાપશી પુરવાની મજા છે ભાઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s