મુરખ પેટી

લખતા પહેલા ચોખવટ કરી લઉ કે મારી તા. ૧/૨/૨૦૧૦ ની પોસ્ટ માં થી  પ્રેરણા લઈ ને મારા ચોખઠા ( blog ) મિત્ર ભૂપેન્દ્રસિહ રાઓલે ( કુરુક્ષેત્ર ) ગુજરાતી ભાષા માં અંગ્રેજી શબ્દ નો પ્રયોગ કર્યા વગર એક હાસ્ય લેખ લખેલો, હવે હુ એમના લેખ માં થી પ્રેરણા લઉ છુ કે અહિયા પણ હવે પછી શક્ય હોય ત્યાં સુધી અંગ્રેજી શબ્દ નો પ્રયોગ મર્યાદીત કરી નાખવો.

આજે આ મુરખ પેટી એટલે યાદ આવી કે આજ ના દિવ્ય ભાસ્કર માં શ્રી કાન્તિ ભટ્ટ નો લેખ આવ્યો, પરંતુ ઓટલા પર વિષય જુદો છે. આપણે હવે એટલી પ્રગતી કરી છે કે ઉપગ્રહ પ્રસારણ સીધુ આપણા ઘર પર ફીટ કરેલ તાસક માં ઝીલીએ છીયે.  પરંતુ હજુ પણ આપણી વિચાર સરણી બદલાવી નથી શક્યા અને એનુ ઉદાહરણ છે કરોડો નુ રોકાણ કરી ને ચાલતી આપણી સમાચાર સંસ્થાઓ. તમે કોઇ પણ દેશી હિન્દી સમાચાર નહેર ( ચેનલ ) ચાલૂ કરો એટલે મોટા અક્ષર માં લખેલુ જોવા મળે તોડફોડ સમાચાર  ( બ્રેકિંગ ન્યુઝ ) અને નીચે પાછા આ સમાચાર એકદમ જીણા અક્ષર માં ગોતવા પડે છે, ક્યારેક તો સમાચાર વાંચનાર નુ મોં પણ કપાતુ હોય. વળી પાછુ જેટલા નવા સમાચાર આવે એટલા બધા જ પહેલા તો તોડફોડ સમાચાર બને.!! પછી ભલે ને રસ્તા બે કુતરા ઝગડતા હોય. કેટલાક સમાચાર નહેરવાળા તો  હવે પડદાના ઉપરના ભાગે પણ જુદા સમાચારની પટ્ટી ચલાવે  છે. ખરેખર તો જો વ્યવસ્થિત સમાચાર બતાવતી હોય તો એ છે  News X

Advertisements

3 comments on “મુરખ પેટી

  1. આ તોડફોડ સમાચાર આપતી મૂરખ પેટી એટલે ટેલીવિઝન.તમે નિસરણી આપી ને હું ચડી ગયો,એમાં વાચકોને મજા પડી ગઈ.

  2. વૈદ્ય જાગ્રુત પટેલ says:

    આવુ સરસ ગુજરાતી લખવા બદલ તમને અભિનન્દન. સ્પષ્ટ ગુજરાતી લખવાનુ અને બોલવાનુ બહુ ઓછુ થઈ ગયુ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s