ચકલી

ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો……વાર્તા બધાએ સાંભળી હશે અને ભણ્યા પણ હશે. હવે આ વાર્તા વાળી ચકલી થોડા સમય પછી માત્ર ચિત્ર માંજ જોવા મળવાની છે. તમે તમારી ભાગદોડ વાળી જીંદગી માં કદી એ જોવાનો સમય મળ્યો છે કે જે રોજ આપણા ઘરે આવતી ચકલી હવે ક્યાંય દેખાતી પણ નથી. પહેલા તો સવાર પડે ને ચકલી નું ચીં ચીં ચાલુ થઈ જતું. અને હવે તો એને ગોતવા નીકળો તો પણ જડતી નથી. આ ચકલી ની સંખ્યા હવે ઝડપથી ઘટવા લાગી છે.   અને એના માટે જવાબદાર આપણેજ છીયે, હવે તો બસ એટલુ કરો ક્યાંય ચકલી જોવા મળે તો એનુ ચિત્ર લઈલ્યો ને સાચવી રાખો તમારી આવતી પેઢી ને તે બતાવા થશે, કે જો ગગા કે ગગી પેહેલાના જમાના માં ચકી આવી હતી…..!!!

નોધ – જમણી સાઈડ નુ ચિત્ર ખાસ આ ચોખઠા માં મુકવા માટે મારા ચોકઠા મિત્ર  વિવેક દોશી એ મોકલાવ્યુ છે. તેમનો ખૂબ ખૂબ આભાર

Advertisements

6 comments on “ચકલી

 1. વિવેક દોશી કહે છે:

  આ દેવચકલી કહેવાય , તમારી વાત સાચી છે. આ ચકલી કેટલાય સમયથી દેખાતી નથી. કદાચ તેનું અસ્તીત્વ જોખમમાં હોય તેમ લાગે છે . મને યાદ છે પહેલા સવાર ના સમયે દેવચક્લીના ચીં ચીં ચીં અવાજ થી વાતાવરણ ગુંજી ઉઠતું હતું અત્યારે આ દેવ ચકલી જોવા પણ મળતી નથી આવનારી પેઢી ને તો ….શું હાલમાં આ ચકલી જોવા મળે તો પણ બહૂ છે.

 2. વિવેક દોશી કહે છે:

  થોડા સમય પહેલા મેં એક દેવ ચકલી અમારા ગામ ઉમરેઠમાં જોઈ હતી તે ફોટો હું શોધવા પ્રયત્ન કરું છુ મળશે ત હું તમને મોકલીશ આ પોસ્ટમાં તે ફોટો પણ મુકજો….

 3. Bhupendrasinh Raol કહે છે:

  ચકલી ના અવાજો થી ઉઠવાનું સૌભાગ્ય મને મળેલું છે.અને મારા તો જુના ઘર માં ચકલીઓ માળા બંધાતી.એમાંથી બચ્ચા ઉડી જાય પછી જ માળા બહાર નાખી દેવાતા.માળું હારું ભારત તો સાવ નકામું થતું જાય છે.

 4. amit patel કહે છે:

  હા હોં ઈવડી ઈ ચકલી તો હાળી હવે ખેતરું માંય નથ દેખાતી. તમે હાવ હાચુ કીધુ

 5. Dinesh Pandya કહે છે:

  “ટહુકો” પર “ચકીબેન ચકીબેન….” મુકાયું છે. આ ગીત અને ચકીબેન આપણા સહુના જીવન અને ખાસ કરીને આપણા બળપણ સાથે જોડાયેલી છે.
  હવેના Jack & Jeel.. બાળપણને કદાચ ચકીબેનનું મહત્વ ન હોય.
  ઈકોલોજીમા ફેરફાર થવાથી પણ આમ થતુ હોય.
  ભવિષ્યમા અહીં આપેલી એવી તસવીરમાં જ ચકીબેન જોવા મળે અને ચકી લાવે પિઝાનો રોટલો અને ચકો લાવે ટોપિંગ….એવું પણ બને.

  દિનેશ પંડ્યા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s