વાયુ કોઠી

ગઈ કાલે બપોરે બરાબર ૧૧.૪૫ ના ટકોરે  રસોઈઘર માં વાયુ કોઠીએ પોતાની અણધારી આવરદા પૂરી કરી દીધી, એટલે રસોઈ માટે જે અગ્નિ પ્રજવલિત હતો તે શાંત થઈ ગયો. અને રસોઈઘર ના અધિકારી નો ક્રોધાગ્નિ પ્રજવલિત થઈ ગયો. એટલે તાત્કાલિક પડોશી ની મહેરબાનીથી તેમની પાસે અવેજી માં રહેલી વધારાની વાયુ કોઠી ઉછીની લાવી ને ક્રોધાગ્નિ ને શાંત પાડી રસોઈ માટે અગ્નિ ને પ્રજવલિત કર્યો. આમ તો અમારે વાયુકોઠી ની આવરદા ૫૦ દિવસ ની પણ માફકસરની ઠંડી ને હિસાબે  અમારો વાયુ સંચાલિત લાયબંબો થોડો વાયુ ખેંચી ગયો એટલે અમારી વાયુ કોઠી ને અણધારી વિદાય લેવી પડી. જોકે આવી પરીસ્થિતી માંથી દરેક ભારતીય પસાર થઈ ચૂક્યા છે. અને આપણા વાયુકોઠી ના વેપારી નો ત્રાસ તો કોઇનાથી અજાણ્યો નથી. જોકે ઘણા સુખી પણ થઈ ગયા કારણ કે તેમના વિસ્તાર માં વાયુનળી ની સગવડતા થઈ ગઈ છે. એટલે ૨૪ કલાક તેમના ઘરે પ્રવાહ ચાલુ જ હોય, પણ એક જોખમ છે તેમાં, જો કોઈ દિવસ  મુખ્ય વાયુનળી માં તકલીફ ઉભી થઈ તો પડોશી ના ઘરે થી પણ ચા પીવા ના મળે કારણ કે બધાના ઘરે બંધ હોય…!!!

Advertisements

5 comments on “વાયુ કોઠી

 1. વિવેક દોશી કહે છે:

  સાહેબ બધા વાયુકોઠીના વહેપારીઓ સરખા નથી હોતા અને જો તમારી વાયુ કોઠી હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન ની હોય અને તમોને કોઈ મુશ્કેલી હોય તો નિ સંદેહ મને જણાવશો તમારી મુશકેલી દૂર કરવા પ્રયત્ન માત્ર કરીશ….

  • શૈલેષ કહે છે:

   વિવેક ભાઈ મારે ઈન્ડેન છે અને અહિયા નવી નોંધણી ૨૧ દિવસ પછી થાય છે, અને આવે નોંધણી ના ૧૫ દિવસ પછી. તેમાંય ૨/૩ વખત યાદ કરાવા જાવાની ફરજ આપણી. ખરેખર તો ૪૫ દિવસ પછી જ નવી વાયુકોઠી હાથ માં આવે છે. પાછુ રુબરુ જાવાનું નોંધણી કરાવા. દૂરવાણી યંત્ર પર તો નસિબ હોય તોજ વાત થાય એય ૨/૩ દિવસ મથામણ પછી. પાછુ ભરોસો નહીં નોધણી કરી કે નહી. આપણે તો ઘરે રાહ જોતા હોઈયે ૧૫ દિવસ પછી તપાસ કરીયે તો ખબર પડે કે કોઇ નોંધણી જ નથી કરી. એટલે આપણે તો ફરીથી નોધણી કરાવાની ને બીજા ૧૫ દિવસ રાહ જોવાની. અહિયા કોઇ નોંધણી નંબર આપતાજ નથી.

   • વિવેક દોશી કહે છે:

    એક કામ કરો ૦૭૯-૨૬૪૨૨૨૭૭ નંબર ઉપર તમારી સમસ્યા જણાવી દો આ નંબર ઈન્ડેનના ગ્રાહક સમસ્યા વિભાગનો છે. સાથે તમારો ગેસ ગ્રાહક નંબર અને ગેસ વિતરકનું નામ જણાવજો . જીદ્દ કરો દૂનિયા બદલો. હું એચ.પી ગેસ ની એજન્સી માંજ નોકરી કરૂં છું અમે તો અમારા ગ્રાહકને ૨૫ દિવસ થયા હોય તો તરત સિલેન્ડર ઈસ્યુ કરી દઈયે છે. અને લગભગ વધારેમાં વધારે બે દિવસ માં ગ્રાહકોને ઘરે બેઠા સિલેન્ડર મોકલી આપીયે છે. તમે હમણા ઉપરના નંબર ૌપર ફોન કરી તમારિ બધી ભડાશ નિકાળો મને આશા છે ત્યામ તમોને કોઈ શાંભળશે જ. નીતો નજીકની એચ.પી.ગેસ ઓફિસ ના દ્વાર ખુલ્લા જ છે.

 2. Bhupendrasinh Raol કહે છે:

  આ વાયુ કોઠી પરિવહન માટે હાથીભાઈ નો ઉપયોગ?વાયુ કોઠી ઘેર મુકીજાનાર ભાઈ ને બુનસ નહિ આપતા હોવ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s