મો…..ટી મુરખ પેટી

ગઈ કાલે પાછી બીજી ઉપાધી આવી ને પડી, મારાઘર માં મોટી મુરખ પેટી ( બિગ ટીવી ) ની ઉપગ્રહ પ્રસારણ જીલવાની તાસક ( ડીશ ) લગાવેલી છે. તેમાં તેનુ પોષણ ( રીચાર્જ ) પૂરુ થઈ ગયું, એટલે મે  શરાફી પેઢી માં થી જગત જોડાણ જાળ ( ઓનલાઈન નેટ બેંકીંગ ) વડે તાસક ને પોષણ પૂરુ પાડ્યું, પણ મારુ નસિબ ઘણૂં આગળ તે પોષણ ૨૪ કલાક થવા આવ્યા છતાં  હજુ સુધી તાસક માં પહોચ્યું નથી. અને મારી શરાફી પેઢી ( બેંક ) એ તરત જ મારા ખાતા માં એટલા રુપિયા કાપી લીધા છે.એટલે ગઈ કાલે સાંજે તાસક ની પેઢી માં સંપર્ક કર્યો. ખાસ્સી ૧૦/૧૨ મિનિટ રાહ જોવડાવ્યા પછી મારા ડબલા ( ભારત માં લેન્ડ લાઈન ફોન ડબલા તરીકે વધારે ઓળખાય છે  ) દ્વારા સંપર્ક સ્થાપિત થયો.   બહુજ શિષ્ટ ભાષા માં મને કહેવામાં આવ્યુ કે અમારા ગણકયંત્રો ( કોમ્પ્યુટર ) બહુજ ધીમા ચાલે છે ( અહિયા સાલુ એ વિચાર આવે છે કે કોલ સેન્ટર માં હજી પી૩ કોમ્પ્યુટર વપરાતા હશે ? ) એટલે અત્યારે કોઈજ માહીતિ આપી શકીયે તેમ નથી, ફરીથી તમે દુકાનદાર પાસે જઈ ને પોષણ પૂરુ પાડો તો તરત ચાલુ થઈ જાય….!!! ( એટલે આપણે તો બીજા પૈસા ખરચવા ના પેલા ગયા તેનુ કાંઈ નહી…!!! )   ફરી આજે સવારે મેં સંપર્ક કર્યો તો  તેમણે મારી આજીજી ( રીક્વેશ્ટ ) નોંધ લખી. ( સાલુ આપણે પૈસા આપી ને પણ પાછી આજીજી કરવાની ફરીયાદ તો નહી પાછી, કે ભાઇસા’બ મારુ ચાલુ કર… ) પણ ક્યારે ચાલુ થશે તેનુ કાંઈ નહી અને પાછી એજ વાત ફરીથી  પોષણ નાખો….!!!!

1 comments on “મો…..ટી મુરખ પેટી

  1. Bhupendrasinh Raol કહે છે:

    ભાઈશ્રી,
    મારું નેટવર્ક જોડાતું નહોતું.મેં ફોન કર્યો મારી જગવિખ્યાત ડેલ કંપની માં,અહી અમે મોટા ભાગે ડેલ કંપની ના ગણતરી(કોમ્પ્યુટર) યંત્રો જ વાપરીએ છીએ.તો ફોન માં પહેલા બોલ્યું કે હાય આઈ એમ પ્રિયા, ને બીજી વાર બોલ્યો કે હાય આઈ એમ અભિષેક.મારો છોકરો કહે પાપા આતો ફોન ભારત જાય છે.કોઈ ત્યાં થી જવાબ આપે છે.મેં કહ્યું આઉટ સોર્સિંગ.જોકે ભારત માં બેઠેલા અભિષેકે જરૂરી માર્ગદર્શન આપી ,અમેરિકા સ્થિત મારો પ્રશ્ન હલ કરી દીધો.

Leave a comment