રાષ્ટ્ર્નાયક

રાષ્ટ્રને ચલાવનારા શિક્ષક, નેતા અને અધિકારી હોય છે.તેઓ જ રાષ્ટ્રનાયક કહેવાય છે. આજે ત્રણેયે કેટલા સ્તર સુધી સ્વાર્થમાં આંધળા બનીને રાષ્ટ્રને અને સ્વયં પોતાને પતનની ખાડીમાં પાડી દીધા છે, એને આપણે પ્રત્યક્ષ જોઈ શકીયે છીએ. મોટાભાગ ના શિક્ષકો ફફ્ત પૈસા એકઠા કરવામાં લાગેલા છે અને શિક્ષણનાં પવિત્ર જ્ઞાનમંદિરો આજે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને વ્યભિચારના અડ્ડા બની ગયાં છે. સ્કૂલ કોલેજોમાં દરેક પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ, દાદાગીરી, જુગાર, શરાબખોરી, નશાખોરી, બળાત્કાર વગેરે આજે સાધારણ વાત થઈ ગઈ છે. શિક્ષકો ચારિત્ર્યહીન થવાને પરિણામે વિદ્યાર્થીઓ ફક્ત અનર્થકારી અસામાજિક જ્ઞાન મેળવે છે અને આ ખોટા માર્ગે ચાલીને પોતાનું અને દેશનું ભવિષ્ય બગાડી રહ્યા છે.

આ ચારિત્ર્યહીન અને ભ્રષ્ટ વિદ્યાર્થીઓ મોટા થઈને નેતા અને અધિકારી બને છે અને પોતાના ગુરુઓના ગુરુ સાબિત થાય છે. પોતાનું જ્ઞાન,  વિજ્ઞાન, વિદ્યા, બુધ્ધિ બધાનો ઉપભોગ ફક્ત પોતાની સ્વાર્થપૂર્તિ માટે જ કરે છે. તેમના હ્રદયમાં ન તો માતૃભૂમિ માટે શ્રધ્ધા છે ન તો રાષ્ટ્રભક્તિની ભાવના છે. આવા નેતાઓ અને અધિકારીઓની આડમાં ગુનાહિત અને અસામાજિક તત્વો નિર્ભય થઈ ને દેશ અને જનતાને લૂટતા રહે છે.

તેઓના વિવેકહીન આચરણથી જનતંત્રમાં જનતાની કેવી દુર્દશા થઈ રહી છે એ પ્રત્યક્ષ જોઈ શકાય છે. ભોળીભાળી જનતા આ અક્ષમ શિક્ષકો, નેતાઓ અને અધિકારીઓના દુરાચાર સહન કરવા માટે વિવશ બની છે. ભ્રષ્ટાચાર અને ચારિત્ર્યહીનતા આજે ચરમ સીમા પર પહોંચ્યાં છે. દરેક માણસ કોઈ ને કોઈ પદ પર પહોંચી જવા ઈચ્છે છે. જનતાસેવા કરવાની આડમાં તેઓ  દેશ ને લૂટવાના સ્વપ્નો જુએ છે. આ કામ માટે દરેક પ્રકારના કનિષ્ઠ સ્તરના અપરાધીઓનો સહકાર લેવામાં આવે છે. ભોળીભાળી જનતાને સામ, દામ, દંડ, ભેદથી કોઈ પણ રીતે વશમાં કરવા માટે ષડયંત્ર ખુલ્લેઆમ રચે છે. લોકો નું એટલું બધુ આધ્યાત્મિક પતન થઈ રહ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારે સત્તા હાથ માં લેવા કુચક્રો રચતા રહે છે. અને સત્તા મળ્યા પછી તેનો એવો નશો ચઢે છે કે રાવણનું કદ પણ તેઓની આગળ નાનું લાગે.

………………………………પૂજ્યશ્રી  શ્રીરામ શર્મા આચાર્ય ના શબ્દો………………………….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s