ફિલ્મ સલામત તો દેખનેવાલે બહુત

એક કહેવત છે કે શર સલામત તો પઘડીયા બહુત, એટલે માથું સલામત રહે તો પાઘડી તો નવી ઘણી બધી આવે. બસ આવુજ કંઈક ભારત માં બની ગયું. છેલ્લા ત્રણ દિવસ નો હિસાબ માંડો તો ખબર પડશે.

બનાવ પહેલો – શુક્રવારે માઈ નેમ ઈઝ ખાન ચકલુંય ( શિવ સૈનિક  ) ના ફરકે એવા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફિલ્મ પ્રસારીત થઈ, ( સરકારી ખર્ચે )  સિનેમાઘરો  ના માલિકો ને તો મફત નો પોલીસ બંદોબસ્ત મળ્યો એમાં તો રાજી થઈ ગયા, આવું માન ક્યાંથી..!! ( જોકે બંદોબસ્ત માં રહેલા કેટલા પોલીસ જમાદારોએ ચલચિત્ર જોયુ એતો જમાદારો જ જાણે ) અને જેણે પહેલા શો માં પ્રદર્શિત ના કરી તે બીજાનું જોઈ ને પસ્તાયા તે તરત બીજા શો માં તેમણે પણ પ્રદર્શિત કરી દીધી. એટલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકોએ માય નેમ ઈઝ ખાન જોવાનૂં ચાલુ કરી દીધુ.

હવે બનાવ બીજો – પૂના માં શનિવારે ધડાકા થયા, રાબેતા મુજબ બધી સમાચાર નહેરો ( ન્યુઝ ચેનલ ) વાળા પહેલા પહોચ્યા અને બધાથી ઝડપી સમાચાર આપી ને બધી નહેરો વાળા પહેલા નંબરે રહ્યા.અને એમાં બીજા દિવસ ના બપોર સુધી તોડફોડ સમાચાર ( બ્રેકિંગ ન્યુઝ ) માં ધડાકા જ રહ્યા. ( આ તોડફોડ સમાચાર બનાવ બન્યા ના પહેલા એક કે બે કલાક સુધીજ રહે પછી તે મુખ્ય સમાચાર બની જાય પણ  સબસે તેજ / સબસે આગે દોડવામાં ભૂલાઈ જતું લાગે છે.) આપણા મનમોહનજીએ રાબેતા મુજબ બનાવ ની કડી નીંદા કી, અને મનમોહનજી ની પાઘડી ( ચોટલી ) જેના હાથ માં છે તે મેડમે પોતાના સહાયક પાસે લખાવેલો કાગળ જે દરેક ધડાકા વખતે કામ માં આવે છે તે ઘરમાંથી ગોતી ને વાંચી ગયા,  આપણા ગૃહ પ્રધાન ચિદંબરમજી તો ખુશ દેખાતા હતા કે જુઓ મારા ગુપ્તચરો નો તા કે તા ધડાકા થવાના છે તે ધડાકા થયા, અને મારા ગુપ્તચરો સાચા પડ્યા.   તેમને નવ જણા મરી ગયા તેનું દુઃખ નો તુ પણ સાચા પડ્યા તેની ખુશી વધારે દેખાણી. વળી પાછું કે છે કે જાહેર સ્થળો પર વધારે તો ક્યાંથી ધ્યાન રાખી શકાય. મરાઠી નો ઝંડો લઈ ને ફરતા ધડાકાથી બી જઈ ને ઠાકરે પોતાની બોડ માંજ ભરાઈ ગયા. ( આ પૂના મહારાષ્ટ્રમાં જ આવ્યું ને ?? ) આપણા મોદીજી બંગલામાં સાફ સુફી કરતા હતા તે માળીયામાંથી ચેકો ભરેલું ખોખું હાથમાં આવી ગયું છે એટલે અત્યારે તે વહેચવામાં પડ્યા છે એટલે નવરા નથી. નહીતર પાછી ગુજકોક ની માગણી ચાલુ કરી હોત ધડાકા સાંભળી ને.

આપણી સરકાર પોતાના નાગરીકોના ભોગે પણ લોકોને મનોરંજન કરાવામાં માને છે, ખબર હોવાછતાં પણ બનાવ સ્થળે એકાદ પોલીસમેન પણ નોતો અને ચલચિત્ર પ્રદર્શિત કરાવામાં આખી ફોજ…!!! બસ ચલચિત્ર ને કાંઈ નો થાવું જોઈ જોવાવાળા તો ઘણા મળશે…!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s