દારૂ ની છૂટ

ગુજરાત સરકારે પ્રવાસીઓ માટે કાયદેસર  દારૂની છૂટ કરી નાખી, જોકે આમેય  ગુજરાત ના કોઈ પણ શહેર કે ગામડામાં જાવ દારૂ તો જોઈ એટલો મળતો જ હતો, પણ ભાવ થોડા વધારે આપવા પડતા હતા તે હવે સસ્તો થશે. તમારો કોઈ મિત્ર કે સંબંધી ગુજરાત બહાર રહેતો હોય તો એ છૂટ થી દારૂ પોતાની  પાસે રાખી શકશે, અને મિત્રો ને મોજ મજા કરાવી શકશે. આમ જોઈએ તો ગુજરાત માં દારૂબંધી માત્ર  ઓપડામાં જ છે, અમલ તો કેટલો થાય છે તે તો બધાને ખબર છે જ અને જનતાએ પણ સ્વિકારી લીધુ છે. માત્ર વારતહેવારે કોક ઉભો થાય તો થોડો ગાંધી બાપૂ ના નામે દારૂપીને જ વિરોધ નોંધાવાનો. બધા પક્ષો ને ખબર છે દારૂ વગર ચૂંટણી નથી જીતાતી…!!! નવી પેઢી ને દારૂ પીવામાં કોઇ શરમ આવતી નથી, અને આપણે પણ બહાર બીજા રાજ્ય કે વિદેશ માં જઈએ તો છૂટ થી બેફામ થઈ ને ઉપયોગ કરીએ જ છીયે કારણ કે માંડ મળ્યુ છે છૂટ થી પીવા. ( અહિયા જે ને પીવો છે પણ નથી પી શકતા તેની વાત છે બીજાએ પાઘડી ના પહેરી લેવી )  દુનિયામાં લગભગ બધા દેશોએ અને ગુજરાત સિવાય ભારત ના બીજા રાજ્યોએ પણ દારૂ ને એક પીણા તરીકે સ્વિકારી લીધો જ છે અને ખાનગી માં ગુજરાતીઓ એ પણ. આપણ ને નડે છે માત્ર ને માત્ર ખોટો દંભ.

બાકી રહી વાત ગાંધી ના ગુજરાતની તો હવે આપણે ૨૧ મી સદીમાં છીયે અને દુનિયા હવે નાની થઈ ગઈ છે, આપણે હવે વિદેશ જવુ કોઇ મોટી વાત નથી અને વિદેશી ને આપણે ત્યાં આવવું હવે સામાન્ય થઈ ગયુ છે. હવે ના ધંધામાં કે કોઈ મોટી કંપની માં ગુજરાત સિવાય ના બીજા પ્રાંત ના માણસો આવે છે, એ લોકો  પોતાની રહેણીકરણી કાંઇ પોતાના ગામ માં કે દેશમાં નથી મુકીને આવતા, અને સામે આપણે પણ જ્યાં જઈએ ત્યાં આપણું ગુજરાત વસાવીજ લઈએ છીએ, અને વિશ્વમાં આપણી છાપ બીજા જોડે ભળી જવા ની છે જ તો પછી જેને આપણે ખાનગીમાં તો  સ્વિકારીયે જ છીયે તો જાહેરમાં સ્વિકારવામાં ખોટો દંભ રાખવાની કોઈ જરૂર લાગતી નથી. રહી વાત આરોગ્ય ની તો બધાને ખબર છે તમાકુ કે સિગારેટ થી કેન્સર જેવા રોગ થાય છે છતાં કેટલાએ બંધ કરી ? જે લોકો ને પોતાના જ આરોગ્યની નથી પડી તો તેને તે વસ્તુ નો ઉપયોગ કરવા દેવામાં આપણું શું જાય છે ? માણસ પોતાની જીંદગી જીવવા માટે સ્વતંત્ર છે તેમાં બીજાએ કે સરકારે માથુ ના મારવું જોઈએ, હા એક છે આપણે એને ખાલી માર્ગદર્શન આપીશકીયે બાકી તો પીવાવાળા એ વિચારવા નું છે.

Advertisements

2 comments on “દારૂ ની છૂટ

  1. Rajni Agravat કહે છે:

    મેં તો મારા બ્લોગ પર દારૂ પીવા પર માર્ગદર્શન આપી દીધુ હતું બોલો.

  2. suresh patel કહે છે:

    બિલકુલ સાચી વાત છે…… ગુજરાત માં દારુબંધીની કોઇ જ જરુર હવે નથી રહી….ગાંધી બાપુના નામે લોકો ખોટૉ દમ્ભ કરે છે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s