જામીન

હમણા મારે  પુસ્તકાલય ના સભ્ય બનવા ઓળખાણ માટે પત્રક પર કોઇપણ એક સરકારી અધિકારી ની સહી કરાવવાની જરૂર પડી. હુ પહોચ્યો નજીક ની માધ્યમીક શાળા ના આચાર્ય પાસે તમણે પત્રક વાંચીને સહી કરવાની ચોખ્ખી ના પાડી દીધી, મે બીજા એક સરકારી દવાખાના ડોક્ટરને પકડ્યા તેમણે પત્રક જોઈ ને કહ્યુ કે હુ તમને ચા કહો તો ચા નાસ્તો કહો તો નાસ્તો કરાવુ પણ સહી કરાવાનુ રેવાદયો. હવે કોઇ ઓળખાણ હોય તો જ મેળ પડે નહીતર કોઇ સહી નહી કરી દે તે નક્કી હતું. એટલે મે મારા ઓળખીતા અધ્યાપક ને પકડ્યા તેમણે સહી તો કરીદીધી પણ સાથે ટકોર પણ કરી કે આ લખાણ વાચ્યું છે ને તમે ?

તમારે જાણવું છે તે લખાણ શું હતું ? આ રહ્યુ નીચે એક શબ્દ કાપ્યા વગર લખ્યુ છે.

જામીન ગીરી

હું___________ હોદ્દો_____ જણાવું છું કે અરજી કરનાર ને હું ઓળખું છું અને પુસ્તકાલય ના પુસ્તકો કાળજીપૂર્વક વાપરશે એમ માની હું કબુલાત આપું છું કે અરજી કરનારે પાછળ આપેલી કબુલાતનું પાલન કરવામાં ચૂક કરશે તો તે સંજોગોમાં એમની ટીકીટ પર લેવામાં આવેલા પુસ્તકોને નુકશાન થયું હોય અથવા તે પાછા નહીં સોંપે તો પુસ્તકાલયના બોર્ડે ઓફ મેનેજમેન્ટ નક્કી કરે તે પ્રમાણેની નુકશાની ભરી આપીશ અથવા તે નવા ખરીદી આપીશ અથવા તે નવા ખરીદવા માટે દોઢી કિંમત આપીશ અને પુસ્તક વધારે મુદત રાખવા બદલ નિયમ પ્રમાણે અતિદેય તથા તેને લગતી માહિતી આપવા માટે મોકલાવેલ નોટીસનો ટપાલ ખર્ચ હું આપીશ.

રહેઠાણનું સરનામૂં______ સંસ્થાનું સરનામું_____સહી / સિક્કો____

હવે તમને ખબર પડી ને કેમ બધા ના પાડતા હતા. આમાં ક્યો અજાણ્યો અધીકારી તમને સહી કરી આપે ? આવી કબુલાત સભ્ય બનનાર માટે બરાબર છે પણ ઓળખાણ આપનાર ને શું લેવાદેવા ?

તમને નથી લગતુ આમાં કાંઇક સુધારો કરવો જોઈએ ?

Advertisements

5 comments on “જામીન

 1. Haresh કહે છે:

  આપનો બ્લોગ ગ્મ્યો ,સુંદર રજુવઆત
  http://palji.wordpress.com
  કવિતા વિશ્વ

 2. વિવેક દોશી કહે છે:

  ..પુસ્તકાલયમાં સભ્ય બનવા આવી અઘરી પ્રોસેસ હોય તો લોકો ને પુસ્તકપ્રેમ ક્યાંથી થાય..? યુસ્તકાલય વાળા વધુ માં વધુ થોડી ડિપોઝિટ ભરાવી સભ્ય બનાવી દેતા હોય તો સારૂ ડિપોઝિટ જે તે રકમની હોય તે કિંમત જેટલા પુસ્તકો સભ્યોને આપે બસ આટલી સીધી વાતમાં ઓળખાણની ખાણમાં પડવાની શું જરુર છે …!!!!!

 3. Malay કહે છે:

  Absolutely right brother. I hear you. I went through the same procedure to become mamber of a public library. Same form was in my hand and nobody in the whole city was ready to sign it.

  Secret Trick:

  I used the standard solution (“Bribe”). And now I am a very happy mamber of a public library.

  I hope that u dnt have to use the same solution.

 4. lalji katariya કહે છે:

  ha…..em to kahevay chee ke gyan ma lagvag kam nathi karati…..parantu aaj na samayma ema pan lagvagshahi ghusadvana prayatno tantro dwara thai rahya chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s