નકલખોરી નો ઉપાય

નીચેની પોસ્ટમાં લખ્યુ હતુ કે અમદાવાદ ના બે સોફ્ટવેર એન્જીનિયરોએ નકલખોરી ડામવા માટે સાઈટ બનાવી છે તો એ સાઈટ લોન્ચ થઈ ગઈ છે અને તેની લિન્ક નીચે આપી છે.

સાઈટ જોવા માટે અહિયા ક્લિક કરો.

Advertisements

નકલીયાવ સાવધાન…

અત્યારે બ્લોગ જગત માં સૌથી વધારે પરેશાની હોય તો નકલખોરોની છે. પણ હવે તેનો ઉપાય હાથવેંત માં જ છે. અમદાવાદ ના બે સોફ્ટવેર એન્જીનીયરોએ એનો ઉપાય શોધી લીધો છે, અત્યાર સુધી નકલ ખોરોને શોધવા માટે કોપી સ્કેપ નો ઉપયોગ થતો હતો. પરંતુ આપણા ગુજરાતી એન્જીનીયરો એક સાઈટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. જેમાં તમારે સભ્ય બનવાનુ ફરજીયાત છે. ( મફત છે ) તમારે તમારુ લખાણ તે સાઈટ માં મુકવાનુ રહેશે, અને તમારી સાઈટ કે બ્લોગ જે રજીસ્ટર હશે તેમાં જ તે મુકવા દેશે. ( માત્ર એકવખત જ, તમારી જ કોઈ બીજી સાઈટ હશે તો પણ નહી ) વધારે વિગત હજી મળી શકી નથી, પરંતુ સાઈટ તૈયાર થઈ ગઈ છે અને લોન્ચ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સાઈટ લોન્ચ થશે એટલે તેની લીંન્ક અહિયા મુકવામાં આવશે.

કંટાળો

ફરી આજે રવિવાર છાપામાં  રાબેતા મુજબના  એકનાએક  સમાચાર કોગ્રેશ  ભૂવાને  હજી મોદી ની પાછળ પરાણે ધૂણાવે છે, અને અત્યારે IPL ની મોસમ ચાલે છે, ટી.વી. પર રાબેતા મુજબ ના કટાળા જનક સમાચાર ચાલે છે, ચેનલો માં એકનાએક એપીસોડ રીપિટ થાય છે.અને બ્લોગ ની દુનિયામાં નકલખોરો પર શું કરવું કેવા પગલા લેવા તેની વિચારણાઓ ચાલે છે. એટલે આજના દિવસ પૂરતી કોઈ પંચાત નહી કરવાનો નિર્ણય લીધો…..!!!!

રામનામ… સત્ય હૈ

કદાચ કોઈનુ ધ્યાન ગયુ હોય કે ના ગયુ હોય હમણાં ધર્મ પરીવર્તન ની ચર્ચા ચાલે છે. હિન્દુ ધર્મ કરતા બીજો ધર્મ સારો,બીજા કરતા ત્રીજો સારો. કોઈ ધર્મ ખોટો નથી દરેક ધર્મ પોત પોતાની રીતે સાચા છે અને સારા છે. માત્ર તેનુ અર્થઘટન કરવા વાળા પોતાના સ્વાર્થ મુજબ વર્તે છે. પરંતુ હિન્દુ ધર્મ વિરૂધ્ધ બોલવા વાળાની સંખ્યા ઘણી છે. કારણ કે હિન્દુ ધર્મ માં અધધ…..૩૩ કરોડ દેવતા. ભારતની વસ્તી પ્રમાણે ગણીયે તો લગભગ દર ૪ વ્યક્તીયે એક દેવતા. શંકરની પૂજા કરવાવાળા ક્રુષ્ણના મંદીરમાં ના જાય ક્રુષ્ણવાળા રામના માંદીરમાં ના જાય. બસ આજ નબળાઈને લીધે હિન્દુ વિરોધીઓ ફાવી જાય છે. કોઈએ રામનુ અપમાન કર્યુ હોય ત્યારે ક્રુષ્ણપંથીઓ ચૂપ હોય ક્રુષ્ણનુ અપમાન કર્યુ હોય ત્યારે રામપંથીઓ ચૂપ, આજ દિવસ સુધી સમગ્ર હિન્દુઓ એ ભેગા થઈ ને હિન્દુ વિરોધીઓને કોઈ સબક શિખવાડ્યો હોય તેવુ નથી બન્યું. બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે વગર લગ્ને સાથે રહી શકાય તેવો ચૂકાદો આપ્યો અને તેમાં ભગવાન ક્રુષ્ણ ને રાધા નુ દ્રષ્ટાંત આપ્યુ, જે હિન્દુ સમાજે કદી સ્વિકાર્યુ નથી છતાં સમાજ ચૂપ છે. જો આપણી કોર્ટો જ ખોટી જગ્યાએ ખોટા દાખલા આપતી હોય તો બીજાને તો શું કહેવું.

આપણી નબળાઈઓ આપણા વિરોધીઓ સારી રીતે જાણે છે, અને એટલેજ તેઓ ફાવે છે. બીજા ધર્મો પોતાના ધર્મનુ રક્ષણ કરવા માટે સદા તત્પર હોય છે. અને બીજા ધર્મીઓને પોતાના ધર્મમાં લાવવા ગમે તેવા ગતકડાં કરતાં હોય છે. ખાસ કરીને જે નબળા વર્ગના છે તેમને પૈસા આપીને પણ ધર્મ પરીવર્તન કરાવે છે. બીજા ધર્મ માં પોતાના નબળા વર્ગ ના સહધર્મી ને દરેક પ્રકારે જેતે ધર્મની સંસ્થાઓ મદદ કરતી હોય છે. જ્યારે હિન્દુ ધર્મમાં મદદ કરતા દેખાડો વધારે હોય છે. હા દાન પૂણ્ય કરે છે પણ બાવાઓને. લાખો રૂપિયા બાવાઓને દાનમાં આપી દેનારા પોતાના જ ઘરના કે ગામ ના નબળા કુટુંબ ને પાંચ રૂપિયાનો પણ ટેકો નથી કરતા.  

જો આવી જ રીતે ચાલશે તો નજીક ના સમયમાં આપણા વિરોધીઓ આપણી પર ચડી જશે. ખાસ કરી ને નવી પેઢી જે અંગ્રેજીથી પ્રભાવિત છે. તેમના કાનમાં આપણા ધર્મ વિરોધી ઝેર ભરી દેશે જેથી હિન્દુ ધર્મ નુ જ રામનામ સત્ય થઈ જાશે,  અને પોતાને  હિન્દુ કહેવડાવામાં પણ શરમ અનુભવતા હશે.

બાયલાઓ

ગુજરાત સમાચાર ની રવિવાર ની પૂર્તી માં આવતી ”  એન્કાઉન્ટર ” કોલમ માં કોઇ વાંચકે પૂછેલ પ્રશ્ન અને તેનો શ્રી અશોક દવેએ આપેલ ઉત્તર

 દેવેન વર્મા પણ ગુજરાતી છે… સોચ લો, ઠાકુર !
– એમ તો ઘણાં ગુજરાતીઓ હિંદી ફિલ્મોમાં છે, પણ એમાંના ભાગ્યે જ કોઈએે પોતે ‘ગુજરાતી’ હોવાનું ગૌરવ જાહેર કર્યું છે. ગૌરવ તો જાવા દિયો… એમાંના મોટા ભાગનાઓને તો જાણે શરમ આવતી હોય, એમ પોતાનું ગુજરાતીપણું છુપાવ્યુ છે. હવે તો હિંદી ફિલ્મોમાં ઉઘાડેછોગ ગુજરાતી ભાષાની કે રહેણી-કરણીની મશ્કરી કરવામાં આવે છે ને તો ય આ બાયલાઓ ચૂપ છે… એમને ગુજરાતી ગણીને આપણે ગૌરવ લેવાની કાંઈ જરૂર નથી.
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

એક ગુજરાતી તરીકે તમે શું કિયો છો ? વિચારો જરા…….

અકસ્માત

ગઈ કાલે હુ માણસા-ગાંધીનગર રોડ પરથી આવતો હતો ત્યારે રસ્તામાં એક મોટા વાહનવાળા એ સ્કુટર પર જઈ રહેલ દંપતી ને ટક્કર મારીને પછાડી દીધું, અકસ્માત કરી ને મોટા વાહન વાળો ( કદાચ મરૂતી વાન હતી ) ભાગી ગયો. ઘાયલ થયેલામાં બે નાની બેબી અને તેની મમ્મી હતી.  સ્થળ પર ઘણી પબ્લીક ભેગી થઈ. ૧૦૮ ને બોલાવવા ઘણાએ પ્રયત્નો કર્યા. ૧૦૮ આવતા ખાસ્સી ૧૫-૨૦ મીનીટ થઈ.સ્થળ પર ૮-૧૦ કાર વાળા પણ હતા પરંતુ આ ” ડાહ્યા ” માણસોએ ઘાયલોને દવાખાને લઈ જવાની તસ્દી ના લીધી, જે તેમના રસ્તામાં જ હોસ્પીટલ હતી. કોઈએ જો પોતાની ગાડીમાં દવાખાને પહોચાડ્યા હોત તો ઘાયલોને ( ઘાયલોમાં નાની બે બેબીની પણ કોઈ ને દયા ના આવી ) ૧૦ મીનીટ તો વહેલી સારવાર મળી જ હોત.

ઉપરના બનાવ પરથી એટલૂ તો ખરૂ કે માણસ ક્રુર થઈ ગયો છે, સામે ઘાયલો પડ્યા છે તેની પણ જરાય દયા ના આવી. ( કદાચ ગાડી બગડી જાય તો ? ) ભગવાને જેને સગવડતા આપી છે તે  અણીના સમયે કોઈના કામમાં ના આવે તો તેની સાધન-સંપતી શું કામની  ?  બાવાઓને લાખો રૂપિયા દાનમાં આપી દેવાના. ( બાવાઓ રૂપિયા ક્યાં વાપરે છે તે કહેવાની જરૂર ખરી ? ) સમાજ માં મોટા સત્સંગી અને ભક્તીભાવવાળા સંસ્કારી હોવાનો ઢોગ કરવાનો. જ્યારે માણસ ને બચાવાનો સમય આવે ત્યારે માત્ર તમાશો જોવાનો…!!!

મચ્છર ચાલિસા

જય મચ્છર બલવાન ઉજાગર, જય અગણિત રોગો કે સાગર.

નગર દૂત અતુલિત બલધામા, તુમકો જીત ન પાએ રામા.

ગુપ્ત રૂપ ઘર તુમ આ જાતે, ભીમ રૂપ ઘર તુમ ખા જાતે.

મધુર મધુર ખુજલાહટ લાતે, સબકી દેહ લાલ કર જાતે.

વૈધ હકિમ કે તુમ રખવાલે,  હર ઘર મે હો રહને વાલે.

હો મલેરિયા કે તુમ દાતા, તુમ ખટમલ કે છોટે ભાતા.

નામ તુમ્હારે બાજે ડંકા, તુમકો નહીં કાલ કી શંકા.

મંદીર, મસ્જિદ ઔર ગુરૂદ્વારા, હર ઘર મેં હો પરચમ તુમ્હારા.

સભી જગહ તુમ આદર પાતે, બિના ઈજાજત કે ઘુસ જાતે.

કોઈ જગહ ન ઐસી છોડી, જહાં ન રિસ્તેદારી જોડી.

જનતા તુમ્હે ખૂબ પહચાને, નગર પાલિકા લોહા માને.

ડરકર તુમકો યહ વર દિના, જબ તક જી ચાહે સો જીના.

ભેદભાવ તુમકો નહીં ભાવે, પ્રેમ તુમ્હારા સબ કોઈ પાવે.

રૂપ કૂરૂપ ન તુમને જાના, છોટા બડા ન તુમને માના.

ખાવન પઢન ન સોવન દેતે, દુઃખ દેતે સબ સુખ હર લેતે.

ભિન્ન ભિન્ન જબ રાગ સુનાતે, ઢોલક પેટી તક શરમાતે.

બાદ મે રોગ મિલે બહુ પીડા, જગત નિરન્તર મચ્છર ક્રીડા.

જો મચ્છર ચાલિસા ગાયે, સબ દુઃખ મિલે રોગ સબ પાયે.

આ ચાલિસા ના રચયીતા છે વારાણસી ના કલશ પાંડેય.