બ…ચા..વોઓઓ

જંગલમાં  નાના મોટા અને ઘઈડા થયેલા વાઘ પોતાના અંદરો અંદર ના મતભેદ ભૂલી  ભેગા થઈ એક સભાનું આયોજન કર્યુ, સભા નો મુદ્દો હતો એક ભયાનક પ્રાણીથી બચવાનો. બધા વાઘ આવી ગયા પછી એક ઘરડા વાઘે સભાને સંબોધી. મારા વહાલા ભાઈઓ આજે આપણે એટલા માટે ભેગા થયા છીયે કે આપણી ગણના પ્રાણી જગતમાં હિંસક પ્રાણીઓમાં થાય છે, બધા પ્રાણીઓ આપણાથી ફફડતા હોય છે, આપણે જે રસ્તેથી નીકળીયે તે રસ્તાના બીજા પ્રાણીઓ આપણને જોઈ ને સંતાઈ જાય છે, આવી આપણી ધાક હોવા છતાં આપણે પોતાને પણ બીવુ પડે છે. એક માણસ નામનું પ્રાણી જે આપણને મારી નાખવા તૈયાર થયું છે. તો મારા વહાલા ભાઈઓ આ માણસથી બચવાના ઉપાયો શોધવા માટે અત્રે બધા ઉપસ્થીત થયા છીયે. સભામાં ગણગણાટ ચાલુ થઇ ગયો કે હવે શું કરવું ? એક ઉત્સાહી ઠરેલ બુધ્ધીના વાઘે સૂચન કર્યુ કે આપણે માણસ ને સમજાવીયે કે તુ આમ અમારા પર વિના કારણે અત્યાચાર ના કર. એટલે બીજા એક વાઘે કીધુ કે કોણ જાય સમજાવવા ? પહેલો તો પ્રશ્ન ભાષાનો નડે એ આપણી ભાષા નથી સમજતો અને આપણે એની. એક જુવાન વાઘે સુચન કર્યુ કે આપણે સામનો કરીયે અને માણસ આવે એટલે એને ફાડીખાઈએ. બીજાએ કહ્યુ કે તારી વાત સાચી છે પણ માણસ ને તુ ધારે છે એટલો સીધો નથી એતો આપણા ચામડા ઉતરડી નાખે છે, જો બે દિવસ પેલા હુ માણસની સામે થ્યોતો તે એની ગોળી મને પગમા વાગી એટલે માંડ બચ્યો નહીતર મારી ખાલ ઉતરડી નાખત. કોઈ નક્કર ઉપાય ના મળતા બધાએ નક્કી કર્યુ કે હવે જંગલ ના રાજા સિંહ ને જ વાત કરવી પડશે. એટલે ટોળુ ઉપડ્યું રાજા સિંહ પાસે.

સિંહ પોતાની બોડ પાસે આમતેમ આંટા મારતો હતો ત્યાં આ બધા વાઘોનુ ટોળુ પહોંચ્યુ. આગેવાન વાઘે જંગલ ના રાજા સિંહ ને બધી વાત કરી. અને કહ્યુ કે આપ રસ્તો બતાવો. સિહે બધાની વાત સાંભળી ને કહ્યુ કે આ પ્રશ્ન તમારો એકલાનો નથી આ પ્રશ્ન મારો પણ છે, આપણા સમગ્ર પ્રાણી જગત નો પણ છે. એટલે હે પ્રજાજનો હુ તમને આજ્ઞા કરુ છું કે આખા જગત માં આપણી આબરૂ હજી પણ એવી ને એવીજ છે, આપણે કદી કોઇ બીજા પ્રાણી પર  વાંકગૂના વગર અત્યાચાર કરતા નથી, આપણે માત્ર પેટનો ખાડો પૂરવા માટે જ શિકાર કરીયે છીયે, આપણે એક એવા દેશમાં છીયે કે જ્યાં દરેક પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવો એવું આપણા ધર્મ માં વારંમવાર  કહેવામાં આવે છે, માટે આપણે આપણો ધર્મ નથી ભૂલવો ભલે માણસ પોતાનો ધર્મ ભૂલ્યો. આપણે જીવ્યા છીએ તો મર્દાનગીથી અને મરશું તો પણ મર્દાનગીથી. કુદરત માણસ ને ભૂકંપ, વાવાઝોડા, અતિવૃષ્ટિથી  શિક્ષાકરે જ છે. છતાં પણ માણસની આંખ નથી ખૂલતી. માટે હે પ્રજાજનો આપણે માણસ જેવા નથી થવું આપણે પ્રાણી તરીકેની આબરૂ જાળવી ને મરવું છે. બાકી માણસ ને કુદરત જ પહોચશે. રાજા સિંહની આજ્ઞા માથે ચડાવીને વાઘોનું ટોળુ મરી જઈ શુ પણ માણસ જેવા નહી થઈએ એવા શપથ લઈ ને ત્યાંથી વિદાય લીધી.

Advertisements

5 comments on “બ…ચા..વોઓઓ

 1. અશોક મોઢવાડીયા કહે છે:

  “મરી જઈ શુ પણ માણસ જેવા નહી થઈએ ”
  વાહ! શું વાત કહી છે !!! બધાં પ્રાણીઓ જ નહીં, લાગે છે કે માણસે પણ આ જ પ્રતિજ્ઞા લીધી છે !!! “મરી જઇશું પણ ’માણસ’ જેવા નહીં થઇએ” !!!!
  સ_રસ.

 2. Bhupendrasinh Raol કહે છે:

  શૈલેશભાઈ,
  આપને ખબર છે?ભારત માં ચિત્તા નથી.જે છે એ દીપડા છે.ચિત્તા દુનિયા નું સૌથી ઝડપી પ્રાણી છે.પહેલા ભારત માં પણ ચિત્તા હતા.૧૯૫૫ માં છેલ્લો ચિત્તો હિમાલય ની તળેટી માં જોવા મળેલો બસ પછી ખતમ.સિંહ પણ ખલાસ થઇ ગયા હોત.પણ જુનાગઢ ના નવાબ મહોબત ખાનજી એ સિંહ ના શિકાર પર પ્રતિબંધ મૂકી દીધો.એટલે સિંહ થોડા બચી ગયા.

 3. […]   જંગલમાં  નાના મોટા અને ઘઈડા થયેલા વાઘ પોતાના અંદરો અંદર ના મતભેદ ભૂલી  ભેગા થઈ એક સભાનું આયોજન કર્યુ, સભા નો મુદ્દો હતો એક ભયાનક પ્રાણીથી બચવાનો. બધા વાઘ આવી ગયા પછી એક ઘરડા વાઘે સભાને સંબોધી. મારા વહાલા ભાઈઓ આજે આપણે એટલા માટે ભેગા થયા છીયે કે આપણી ગણના પ્રાણી જગતમાં હિંસક પ્રાણીઓમાં થાય છે, બધા પ્રાણીઓ આપણાથી ફફડતા હોય છે, આપણે જે રસ્તેથી નીકળીયે તે રસ્તાના બીજા પ્રાણીઓ આપણને જોઈ ને સંતાઈ જાય છે, આવી આપણી ધાક હોવા છતાં આપણે પોતાને પણ બીવુ પડે છ … Read More […]

 4. […] (મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.) […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s