નફ્ફટ બાવાઓ

હમણાથી આપણા ભોળા ભક્તો ને માથે પનોતી બેઠી છે. થોડા સમય પહેલા ગુજરાતમાં ધોરાજી માં ધક્કા મુકી  થવાથી ભક્તો ના મોત થયા, ગઈ કાલે બીજા સમાચાર આવ્યા કે ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢના આશ્રમમાં થયેલી ધક્કામુક્કીમાં 63 લોકોનાં મોત નીપજ્યાં હતા.  આ બન્ને બનાવોમા એક વાત સામાન્ય છે કે વ્યવસ્થા અને સુરક્ષામાં થયેલી ભૂલને કારણે દુર્ઘટનાઓ સર્જાઈ હતી. બન્ને બનાવોમાં જે તે જગ્યાના કહેવાતા સંતો પોતાની ભૂલ સ્વીકારવા ના બદલે દોષ નો ટોપલો ભકતો ના માથે નાખી દીધો. ધોરાજી ના બનાવ માં ઘાયલ લોકોને હોસ્પીટલે પહોચાડવા માટે ગાડી પણ આપવાની નફ્ફટાઈથી ના પાડી દીધી હતી. જ્યારે પ્રતાપગઢ ના બનાવમાં લોકો ના મોત પાછળ કાળ જવાબદાર છે, આશ્રમ નહી એવુ બેજવાબદારી ભર્યુ નિવેદન આપ્યુ.અને અત્યારે બીજા પણ બે સમાચાર એવા આવ્યા કે જેમાં ભગવાધારીઓ ના સેક્સ કૌભાંડ બહાર આવ્યા.

ઉપરની વાત પર થી એવુ લાગે છે આપણા બાવાઓ ભક્તો નુ નહી પણ પોતાનુ હિત પહેલા જોવે છે, મોટા સમારંભો યોજી ( ઘણા તો રૂપિયા લઈનેજ  સમારંભો યોજે છે, અને પ્રજા પાછી આપે પણ છે )  ધર્મ ની મોટીમોટી વાતો કરવાવાળા અને બીજા ને ઉપદેશ દેવાવાળા જ અણી ના સમયે લોકો ને જ ( પોતાને ત્યાં આવેલા ભક્તો )  મોતના મુખ મા ધકેલતા જરાપણ અચકાતા નથી. આપણી પ્રજા ધર્મ પાછળ એટલી આંધળી થઈ ગઈ છે કે એને સારાખોટા નો ભેદ સમજાતો નથી, બસ ભગવુ લુગડુ જોયુ નથી ને પડ્યા પગમાં, આપણી આજ નબળાઈને લીધે કહેવાતા ભગવા લૂગડા પેરેલા ધૂતારાઓ પ્રજાનૂ આર્થીક, માનસીક અને શારિરીક શોષણ કરતા જરાપણ અચકાતા નથી. ખરેખર તો આપણી પ્રજાએ જ સમજવાની જરૂર છે કે જે વ્યક્તિ પોતાના માબાપ, ભાઈ, બહેન, પત્ની અને સંતાનો  ને છોડી ને બાવો થયો હોય તે બીજાનું શું ભલૂ કરવાનો હતો. જો ખરેખર  ભક્તિ જ કરવી છે અને જેને સંસાર જ  ત્યાગ્યો છે એને આવા આશ્રમો બનાવાની ક્યાં જરૂર છે ? પૈસા ઉઘરાવાની ક્યાં જરૂર છે ?  એ.સી. ગાડીઓમાં ફરવાની ક્યાં જરૂર છે ? વાંક આપણી પ્રજાનો જ છે જે ખોટા ધૂતારાઓ ને વી.આઇ.પી. સગવડતાઓ આપી ને  વધારે લાભ કમાવાની આશાએ પોતે પોતાનૂ અને સમાજ નૂં પણ અહિત કરે છે.

11 comments on “નફ્ફટ બાવાઓ

 1. Bhupendrasinh Raol કહે છે:

  શૈલેશભાઈ,
  તદ્દન સાચી વાત.પણ હું તો ભૂલ આપણી જ માનું છું.આપણે જઈએ તો મરીએ ને?જઈએ જ શું કામ?યુ.પી,બિહાર ના ક્રીમીનાલ્સ માટે ગુજરાત રેઢું પડ્યું છે.ગુજરાતી ગાંડો બન્યો છે,આ બાવાઓ પાછળ.બધા યુ.પી.,બિહાર છોડી અહી શું કામ આવે છે?વૈષ્ણવ સંપ્રદાય ના તમામ બાવાશ્રીઓ યુ.પી. ના છે.ઘર માં વ્રજ ભાષા બોલે છે.ગુજરાતી પૈસાવાળા છે,માટે એમને છેતરવા બધા અહી આવે છે.મૂળ ગુજરાત ના સંતો બહુ ઓછા હશે.

  • Shailesh કહે છે:

   તમારી વાત સાચી છે મોટાભાગના બની બેઠેલા બાવાઓ યુ.પી.,બિહાર ના ક્રીમીનલ્સ હોય છે અને એમને ગુજરાતની ભોળી પ્રજા આસાનીથી છેતરાઈ જાય છે એટલે ગુજરાત તો સ્વર્ગ જેવુ લાગે છે. ખરેખર તો પ્રજાએજ સમજી ને જવુ ના જોઇએ. પણ અંધશ્રધ્ધા તેમને ખેચી જાય.

 2. atuljaniagantuk કહે છે:

  જ્યાં લોકો CPU ના બદલે Cabinet જોઈને મુલ્યાંકન કરે છે ત્યાં તે છેતરાવાના જ છે.એટલે જ ઠગ લોકો હંમેશા વેશપલટો કરીને જ ઠગ વિદ્યા અજમાવે છે. સામાન્ય કુતરુ યે કપડાથી છેતરાતું નથી અને આ મુરખ માણસ આટલો બધો ગમાર શા માટે રહેવા માગે છે તે જ સમજાતુ નથી. બધાને મફતમાં બધુ મેળવી લેવું છે, એટલે લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે મરતા નથી. અધ્યાત્મ તે અતીશય સુક્ષ્મ વિજ્ઞાન છે અને તે સમજનારા આવા કપડા બદલનારા બાવાઓ ભાગ્યે જ હોય છે. અધ્યાત્મને કપડા સાથે કશું જ લાગતું વળગતુ નથી, એટલે જ ભગવદ ગીતામાં દરેક પ્રકારની વ્યક્તિઓને ઓળખવા માટે લક્ષણો આપ્યાં છે, વેશભુષાના વર્ણન નથી આપ્યાં.

 3. “હમણાથી આપણા કહેવાતા અને બની બેઠેલા સંતો ને માથે પનોતી બેઠી છે.” માં એક નમ્ર સુધારો સુચવીશ! ’પનોતી તો પ્રજાની બેઠી છે’!! બાવાઓ તો બધા જલ્સા કરે છે. ભુપેન્દ્રસિંહજી અને અતુલભાઇએ સાચું કહ્યું, એક, ગુજરાતની પ્રજા બધી જ રીતે તૈયાર પણ ધર્મની બાબત આવે એટલે તરત ભોળવાઇ જાય છે અને બે, હીરા થી માંડી અને ધુળ સુધીની પરખ ધરાવતી આ પ્રજા બાવાઓની પરખ કરવામાં થાપ ખાઇ જાય છે. શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેનો સુક્ષ્મ ભેદ પામવાની સમજશક્તિ ક્ષીણ પડી ગઇ છે. વિચારોને બદલે વ્યક્તિનું મહત્વ વધે ત્યારે આવું જ થાય છે. આપણે માર્ગ ને બદલે માર્ગ બતાવવા માટે ચિંધાતી આંગળીને પકડી રાખીએ તો મંજીલ ને બદલે અંગુઠો જ મળે ને !!
  વિચારપ્રેરક લેખ બદલ આભાર.

 4. Lalji Katariya કહે છે:

  tame danduko ugamyo bavao same…aakhare…hehehe

 5. atuljaniagantuk કહે છે:

  આ લેખ ઉપરથી પ્રેરણા લઈને એક પોસ્ટ રજુ કરી છે.

  http://bhajanamrutwani.wordpress.com/2010/03/07/hathabhyaso-hi-sanyaso/

 6. Soham Desai કહે છે:

  અને જે લોકો મર્યા છે તેમના સગા-સંબંધીઓ તો કહેતા હશે – ‘મંદિરમાં મૃત્યુ થયુ એટલે તેઓ જરૂર સ્વર્ગે જવાના’!! આજે એકવીસમી સદીમાં આ હાલત છે. આમ પણ ગુજરાત પહેલેથી ધૂતારાઓનું સ્વર્ગ છે.

 7. […] હમણાથી આપણા ભોળા ભક્તો ને માથે પનોતી બેઠી છે. થોડા સમય પહેલા ગુજરાતમાં ધોરાજી માં ધક્કા મુકી  થવાથી ભક્તો ના મોત થયા, ગઈ કાલે બીજા સમાચાર આવ્યા કે ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢના આશ્રમમાં થયેલી ધક્કામુક્કીમાં 63 લોકોનાં મોત નીપજ્યાં હતા.  આ બન્ને બનાવોમા એક વાત સામાન્ય છે કે વ્યવસ્થા અને સુરક્ષામાં થયેલી ભૂલને કારણે દુર્ઘટનાઓ સર્જાઈ હતી. બન્ને બનાવોમાં જે તે જગ્યાના કહેવાતા સંતો પોતાની ભૂલ સ્વીકારવા ના બદલે દોષ નો ટોપલો ભકતો ના માથે નાખી દીધો. ધોરાજી ન … Read More […]

 8. […] (મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.) […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s