ગામડીયા ની બલૂન ( વિમાન ) યાત્રા

હમણા એક ગામડીયો વિમાન માં દિલ્હી જઈ આવ્યો. તેની દિલ્હી યાત્રા કેવી રહી તેનુ વર્ણન તેનાજ શબ્દો માં

જુઓ આ બલૂન તો મે કદી જીંદગીમાં જોયેલૂ નહી મેતો  છકડા ને ખખડી ગયેલી બસો જોયેલી. એમાં સીધુ બલૂન માં જવાનુ થ્યું. તે પોગ્યો અમદાવાદ ના બલૂન સ્ટેન્ડે જઈ ને જોયુ તો કઈ ખબર જ નો પડે મને એમ કે હસે બસ સ્ટેન્ડ જેવુ. મને તો પટેલે જરૂરી સૂચના આપેલી તે પેલા તો ગોતી ટીકીટ બારી ત્યાં એક છોડી બેઠેલી એન કીધુ કે દિલ્હી જાવાના બલૂન ની એક ટીકટ દે. ઇ કૈક બબડી મને કૈ હમજાનુ નહી. એટલે બાજુ માં માયક પડ્યુ હતુ તે ઈમાં બોલી ત્યારે ખબર પડી કે પૈસા માગે છે. એટલે પહેલા ઘઘલાવી કે આ આડો કાચ રાખસ તે ક્યાંથી હંભળાય ? મને તો એક મોટુ ફરફરીયુ આપ્યુ તે ઈ લૈ ને ઘુસ્યો અંદર દરવાજા માં. પોલીસ હતો તે કાગળ જોયો મારી હામુ જોઈ ને કે પૂરાવો લાવો મે પૂરાવામાં શેશાન સાબે આપેલૂ કાર્ડ બતાવ્યું ( ઈલેક્શન કાર્ડ ) એટલે જાવા દીધો અંદર. ઠંડી હવા ને મજાની ખૂરશીયો આવુ તો બસ સ્ટેન્ડ માં કદી જોયેલુ નહી.  ત્યાં માયક માં હંભળાણું દિલ્હી જવા વાળા ચેકીંગ કરાવો. પાછો પોલીસ ભટકાણો બધુ બતાવ્યું ને કે સામેથી પાસ લઈ લ્યો. પાસ લીધો અને પાછો પોલીસ. ઘડી તો મને થયુ કે હુ ક્યાં ભાગેડુ છુ કે મને પકડે છે. મોટુ મન રાખી ને ઉભો રહ્યો એને બધુ તપાસ્યુ પણ કઈ હતુ નહી ફટાકડી જેવુ એટલે જાવા દીધો.   બધા પગથીયા ચડતા હતા તે હુય વાંહો વાંસ ચડ્યો પગથીયા. મારુ હાળુ બેહવાનુ બલૂન માં પણ ઉપર જાવાનું ? કઈ હમજાણું નઈ પણ તોય પોગ્યો બધાની વાંહે તીયાં બધા પાસ દેખાડતા હતા તે મે પણ બતાવ્યો તો પેલો બધાને ગૂડ મોર્નીગ કહેતો હતો મારો વારો આવ્યો તે મને કીધું મે તેને હારી હવાર કીધુ તે ભડક્યો અને મારી હામુ ડોળા કાઢ્યા. મારે જ્ગ્યા રાખવાની ઉતાવળ હતી એટલે હુતો ભાગ્યો. એક બોગદા જેવુ હતું તે ઇ માંથી સીધો ખાબક્યો બલૂન માં. મારી પાછળવાળા એ મારો સીટ નંબર જોઈ ને મને બેહાડ્યો. બાજુ વાળાએ મને પટ્ટો બંધાવ્યો અને કીધુ કે આ તમે ઢોળાઈ ના જાવ ને એટલે બાંધવો પડે છે.

હંધાય બેહી ગ્યા પછી એક છોડીએ પટ્ટો હાથમાં લૈ ને બધાને દેખાડ્યો ને કાઈ હાથ આગળ પાછળ કર્યા. નીહાળ માં કસરત કરાવે ઈમ. કેસરી કલર નુ પેલૂ તરવાનું પેર્યું ને કાઢ્યુ. પણ મને ઈ હમજણ નો પડી કે દિલ્હી જાવા માં વચ્ચે દરિયો ક્યાં આવે ? કદાચ બલૂન પડવાનુ થતુ હસે ત્યારે દરિયામાં જ પડતુ હસે. અને પછી તો ઉપડ્યુ ભૈ તે જેવુ ઉપર ઉડ્યુ કે મારુ મગજ બંધ થઈ ગયું.  બાજુવાળો તો ઘરે એની બાઈડી કચકચ કરતી હશે તે ઊંઘવા નહી મળતુ હોય તે ઈતો ઊઘી ગયો. થોડી વાર થઈ ત્યાં પેલી બે છોડીયું લારી લઈ ને બટેકા ની કાતરી ને બ્રેડ વેચવા નીકળી. મને તો ઇમ હતુ કે આ લારીવાળા તો જમીન પરજ હોય આતો હવામાં પણ દૂકાન અને ભાવે હવા ભરેલા. મને દયા આવી ઈ છોડીયુ ની કે  આટલૂ  ભણીને પણ છેવટે લારી ફેરવાની થઈ. દિલ્હી આવવાનુ થયુ એટલે ડ્રાઈવર ( પાઈલોટ ) કૈક બબડ્યો કઈ ખબર નો પડી. અને બલૂન નાખ્યુ હેઠે દિલ્હી ના મેદાન માં. આહા…હા. બસ સ્ટેન્ડમાં છકડા પડ્યા હોય ઈમ બલૂનો પડ્યાતા.  બાર નીકળી ને એક જગ્યાએ જોયુ તો બધા મશીન માં પગ અડાડતા જાય. લગન માં વરરાજો ફેરા ફરતા વચ્ચે પથરાને પગ અડાડે ઈમ. તે મેય નાખ્યો પગ મશીનમાં મારા જોડાં જોઈ ને મશીન પોતે જ સાફ થઈ ગયું મશીનમાંથી છોતરાં નીકળી ગયા.  અને આમ પૂરી કરી બલૂન યાત્રા.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s