યોગાકારણ

યોગગુરૂ બાબા રામદેવે હવે ભારતના રાજકારણ માં જંપલાવ્યું છે, અને આવતી ચૂંટણીમાં આખા ભારતમાંથી ઉમેદવારો ઉભા રાખવાના છે. અંદરના સમાચાર એવા છે કે  ઉમેદવારોની શોધખોળ ચાલૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારોની લાયકાતમાં જેણે સૌથી વધારે યોગ શિબીર ભરી હશે તેનેજ ઉમેદવાર બનાવામાં આવશે. વધારાની લાયકાત માં આયુર્વેદીક દવાઓનુ વેચાણ કર્યુ હોવુ જોઈએ. ઉમેદવારે પોતાના મતવિસ્તાર માં ચૂંટણી જાહેર થાય ત્યારે યોગ શિબીરો ભરવાની રહેશે. મતદારો ને મફતમાં( સામાન્ય દિવસોમાં ફી વસૂલવામાં આવે છે ) યોગા શિખવાડવાના રહેશે. મતદારોના મગજ ફેરવવા ના રહેશે. ચૂટણી પ્રચાર અર્થે જ્યાં જરૂર પડશે ત્યાં બાબા ખૂદ હાજર રહીને ચૂંટણી યોગા શિબીરો ગજવશે. ચૂંટણી પ્રચાર ના છેલ્લા દિવસે દરેક મતદારો ને આયુર્વેદીક ફાકીની પડીકીઓ મફતમાં આપવામાં આવશે. જેથી મતદારોનું પેટ અને મગજ સાફ રહે અને જેતે ઉમેદવાર ને મત આપી શકે.

ચૂંટણી જીત્યા પછી દરેક ઉમેદવારને પ્રાણાયમ કર્યા પછીજ સોગંધ લેવાદેવામાં આવશે. સંસદમાં હાજરી આપતી વખતે પણ દરેક ઉમેદવારે દરરોજ યોગા કરીનેજ આવવાનુ ફરજીયાત કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર યોગા કર્યા વગર આવશે તો એને સંસદમાં અધ્યક્ષશ્રી ના ટેબલ સામેજ શિર્ષાશન કરાવામાં આવશે અને તેનુ લાઈવ પ્રસારણ કરવામાં આવશે. બાબા નો પક્ષ બહુમતીથી જીત્યા પછી પહેલૂ કાર્ય પ્રજાનુ આરોગ્ય સુધારવાનુ કરશે. દરેક વ્યક્તિને સવારમાં યોગા કરવાનું અને અઠવાડીયામાં એક દિવસ ફરાળ વગર ઉપવાસ કરવાનો ફરજીયાત રહેશે. જે વ્યક્તિ યોગા કે ઉપવાસ નહી કરે તેને તમામ સરકારી લાભોમાંથી બાકાત કરવામાં આવશે. મોટા શહેરોમાં માત્ર સાઈકલોને જ મંજુરી આપવામાં આવશે, ( માર્કેટમાં મારૂતી, હુંડાઈ,ટોયોટા,હોંડા,ફોક્સવેગન ની સાયકલો મળવા માંડશે )જેથી ટ્રાફીક અને પર્યાવણનો પ્રશ્ન આપમેળે હલ થઈ જશે. વધારામાં પ્રજાનૂ આરોગ્ય પણ સુધરશે, અને પેટ્રોલનોવપરાશ ઘટશે એટલે લોકોને એટલી બચત પણ થશે. લોકો લોન પર વાહનો લેતા બંધ થઈ જશે જે બેંકોના વ્યાજ ભરવામાંથી છૂટકારો મળશે. લોકોનુ આરોગ્ય સુધરશે એટલે હાર્ટ, ડાયાબીટીશની  હોસ્પીટલો  જે લોકોને ચીરી નાખે એવા બિલ બનાવે છે તે ભાવ ઘટાડશે. ડોકટરોને દવા ચીઠ્ઠીમાં એક આયુર્વેદીક દવા લખવાનું ફરજીયાત બનાવામાં આવશે. દવાની દુકાનોની જગ્યા આયુર્વેદીક ઔષધાલયો લેશે.    

લોકોના તન અને મન સુધરશે એટલે પ્રજામાં નવો પ્રાણ પૂરાશે,  પ્રજામાં આપમેળે સામનો કરવાની હિમત આવશે એટલે ભ્રષ્ટાચારીયો, નાના ગુનેગારો ( ચોર, ખિસ્સાકાતરૂ વગેરે ) ને પ્રજાજ યોગા કરાવી ને ઓકાવી દેશે. બાબાનો પક્ષ સંસદમાં ખરડો પસાર કરીને ફાંસીની સજામાં થોડો ફેરફાર કરશે, ફાંસી ની સજાવાળા ને પગે દોરડૂં બાંધીને ઉંધા માથે લટકાવામાં આવશે અને નીચે મરચાનો ધુમાડો આપવામાં આવશે. ખૂની,બળાત્કારી જેવા ગૂનેગારો ને બરફ્ની પાટો પર જ સૂવડાવામાં આવશે, બીજા પરચુરણ ગુનેગારોને દંડ બેઠક કરાવામાં આવશે.  જેલમાં દરેક કેદીને એક ટાઈમ જ જમવાનું આપવામાં આવશે.  

સ્કુલોમાં બાળકોને યોગા અને વૈદીક ગણીત શિખવાડમાં આવશે, કામ વગરના ખોટા અભ્યાસક્રમોમાંથી મુક્તી આપવામાં આવશે. યોગાભ્યાસ ની યુનિવર્સિટી ખોલવામાં આવશે. લોકોને ટેલીપથી શિખવાડમાં આવશે જેથી મોબાઈલના બિલોમાંથી મુક્તી મળશે. બીટી રીંગણની  તરફ્દારી કરવાવાળા ને જ બીટી રીંગણ ખવડાવી તેમના પરજ પ્રયોગ કરવામાં આવશે. શેર બજારની ખોટી ચરબી ઉતારવામાં આવશે. બજારમાં સાઈકલ, આયુર્વેદીક દવા વગેરેના શેરો આગેવાની લેશે, પેટ્રોલ, એલોપથી દવા, બેકો, વ્હીકલ ના શેરોમાં મંદી આવશે.

વિદેશ નીતીમાં જેમ કૃષ્ણે ગેડી દડો રમતા રમતા કાળીનાથ ને નાથ્યો હતો એમ યોગાભ્યાસથી ચીન ના ડ્રેગન ને વશમાં કરી લેવામાં આવશે.  આપણા લશ્કરને યોગબળથી સુસજ્જ કરવામાં આવશે જેથી પાકિસ્તાનના હાજા ગગડી જાશે. આપણી સરકાર યોગામાંજ વધારે ધ્યાન આપશે એટલે અમેરીકાનો શસ્ત્રોનો વેપાર બંધ થઈ જાશે અને ઓબામા ધંધા વગર ઓ બા લેશે.

એકંદરે બાબાની સરકાર પ્રજાકાર્યમાં સફળ રહેશે, જેથી ભારત છોડીને બહાર ગયેલા પસ્તાશે અને પાછા આવવા માટે બાબા ને દંડવત પ્રણામ કરીને બાબા ને મનાવશે. બાબા તેમને શિક્ષામાં દંડ બેઠક કરાવશે. ભારત નો ડંકો આખી દુનિયામાં વાગશે. અને  રાજકારણની જગ્યાએ નવો રાહ યોગાકારણ નો બતાવશે.

Advertisements

4 comments on “યોગાકારણ

 1. atuljaniagantuk કહે છે:

  વાહ ભાઈ વાહ!

 2. Bhupendrasinh Raol કહે છે:

  હાસ્ય લેખો લખતા રહો.મજા આવે છે વાચવાની.આ બાબા વિરોધ પક્ષ ના લોકો ને ભસ્ત્રિકા પ્રાણાયામ કરાવી હવા કાઢી નાખશે.સાચી વાત એ છે કે જ્યાં ચોરી વધારે થતી હોય ત્યાં પોલીસ ની જરૂર વધારે પડે.એટલે આપણે હરખાવા જેવું નથી કે ભારત માં સાધુઓ,ધર્મગુરુઓ વધારે છે.ગૌરવ લેવા જેવું નથી.જ્યાં અધર્મ વધારે થતો હોય ત્યાજ વધારે ધર્મ ગુરુઓ ની જરૂર પડે.જ્યાં ચોર ના હોય ત્યાં પોલીસ ની શી જરૂર?એમ જ્યાં અધર્મ વ્યાપ્ત ના હોય ત્યાં ધર્મગુરુ ની શી જરૂર?

 3. readsetu કહે છે:

  good article…

  I dont know, what Baba Ramdev will do, but I strongly believe that it is high time to have good & honest people in politics.. May be Baba Ramdev clik !!

 4. જીતેન્દ્રસિંહ પરમાર કહે છે:

  બાબા મને એમ કે ખાલી યોગ જ કરતા રહેશે,,,પણ હળવે હળવે રાજનિતિ માં
  મંડાણ કર્યુ…પ્રસિધ્ધી માણસ ને મળે એટલે રાજ કરવાનું મન સારા સારાને થય જાય છે….કેમ પટેલ સાચુ ને….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s