અકસ્માત

ગઈ કાલે હુ માણસા-ગાંધીનગર રોડ પરથી આવતો હતો ત્યારે રસ્તામાં એક મોટા વાહનવાળા એ સ્કુટર પર જઈ રહેલ દંપતી ને ટક્કર મારીને પછાડી દીધું, અકસ્માત કરી ને મોટા વાહન વાળો ( કદાચ મરૂતી વાન હતી ) ભાગી ગયો. ઘાયલ થયેલામાં બે નાની બેબી અને તેની મમ્મી હતી.  સ્થળ પર ઘણી પબ્લીક ભેગી થઈ. ૧૦૮ ને બોલાવવા ઘણાએ પ્રયત્નો કર્યા. ૧૦૮ આવતા ખાસ્સી ૧૫-૨૦ મીનીટ થઈ.સ્થળ પર ૮-૧૦ કાર વાળા પણ હતા પરંતુ આ ” ડાહ્યા ” માણસોએ ઘાયલોને દવાખાને લઈ જવાની તસ્દી ના લીધી, જે તેમના રસ્તામાં જ હોસ્પીટલ હતી. કોઈએ જો પોતાની ગાડીમાં દવાખાને પહોચાડ્યા હોત તો ઘાયલોને ( ઘાયલોમાં નાની બે બેબીની પણ કોઈ ને દયા ના આવી ) ૧૦ મીનીટ તો વહેલી સારવાર મળી જ હોત.

ઉપરના બનાવ પરથી એટલૂ તો ખરૂ કે માણસ ક્રુર થઈ ગયો છે, સામે ઘાયલો પડ્યા છે તેની પણ જરાય દયા ના આવી. ( કદાચ ગાડી બગડી જાય તો ? ) ભગવાને જેને સગવડતા આપી છે તે  અણીના સમયે કોઈના કામમાં ના આવે તો તેની સાધન-સંપતી શું કામની  ?  બાવાઓને લાખો રૂપિયા દાનમાં આપી દેવાના. ( બાવાઓ રૂપિયા ક્યાં વાપરે છે તે કહેવાની જરૂર ખરી ? ) સમાજ માં મોટા સત્સંગી અને ભક્તીભાવવાળા સંસ્કારી હોવાનો ઢોગ કરવાનો. જ્યારે માણસ ને બચાવાનો સમય આવે ત્યારે માત્ર તમાશો જોવાનો…!!!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s