લલિત મોદી

હમણાજ આઈ.પી.એલ. પૂરી થઇ અને ૨૦/૨૦ વલ્ડ કપ પણ ચાલૂથાઈ ગયો. આ આઈ.પી.એલ. માં મોદીએ જે કર્યું તે એના વાંધા વચકા નથી કાઢવા. પણ બિજનેશ ની દ્રષ્ટીએ જોઈએ તો મોદી એક સફળ બિજનેશ મેન તો છે જ. એમાં શંકાને કોઈ સ્થાન નથી. બાકી આખા વર્ષ માં  ક્રિકેટ ની ચાર પાંચ મેચો ઘર આંગણે રમાતી. ચાર પાંચ વિદેશ માં રમાતી. બસ સીઝન પૂરી. મોદી એ આઈ.પી.એલ. ચાલુ કર્યા પછી ક્રિકેટ ને બિઝનેશ ની દ્રષ્ટીએ જોઈએ તો માર્કેટ માં સફળ રીતે પેશ કર્યું અને આઈ.પી.એલ. ની બ્રાંડ વેલ્યુ ૧૪૦૦ કરોડ કરી દીધી. અને સરકાર ને પણ ખાસ્સી આવક ટેક્ષ રૂપે થઇ. જયારે લોકો નો ક્રિકેટ પ્રત્યે રસ થોડો ઓછો થતો જતો હતો, કારણ કે બસ એજ જૂની પધ્ધતિ અને એજ જૂની ઘરેડથી ક્રિકેટ રમાતું ત્યારે જ મોદીએ ક્રિકેટ ને નવા રૂપ રંગ સાથે પેશ કર્યું અને રમત માં ફરીથી લોકો રસ લેતા થયા.બસ આજ માર્કેટિંગ ની પધ્ધતિ છે. એજ જૂની વસ્તુ માત્ર નવા આકર્ષક પેકિંગ માં ફરીથી માર્કેટ માં પેશ કરી અને માર્કેટ સર કર્યું. જેમાં મોદી અત્યંત સફળ રહ્યા છે.  
 
Advertisements

અબળા

આજ ના ભારત માં  સ્ત્રીઓ એ દરેક જગ્યાએ પોતાનો વર્ચસ્વ જમાવ્યુ છે. પછી સામાન્ય મજૂરીનુ કામ હોય કે કોઈ કોર્પોરેટ કંપની ના ડીરેકટર હોય. દરેક જગ્યાએ બખૂબીથી સંચાલન કરે છે. પણ પૂરૂષ સમાજ દેશમાં સ્ત્રીની હાલત હજી પણ માત્ર મનોરંજન ના સાધન માટેની જ  છે જેનો એક કિસ્સો હમણા વાંચવામાં આવ્યો. જેમાં એક જાણીતી ન્યુઝ ચેનલમાં કામ કરતી સ્ત્રી ની હાલત કેવી થઈ તેનો અનુભવ વાંચો તેનાજ શબ્દોમાં નીચેની લિન્ક પર ક્લિક કરો…

   મિડિયાખબર.કોમ

કાળી કાંબળીવાળા બાબા

તમને કોઈપણ અસાધ્ય રોગ હોય અને કોઈ ડોક્ટર પણ ના મટાડી શકે તો માત્ર કાળી કાંબળી તમારા પર ઓઢાડવામાં આવે અને તમારૂ દૂઃખ ગાયબ…!!!  આશ્ચ્રર્ય થયુ ને જો કાબળી ઓઢવાથી દર્દ ગાયબ થઈ જતુ હોય તો મોઘાભાવ ની સારવાર લેવાની કે પીડા સહન કરવાની ક્યાં જરૂર છે. આવા એક કાળી કાંબળીવાળા બાબા છે જે લોકોના દૂઃખ દર્દ દૂર કરે છે. આવા ચમત્કારથી અંજાઈ ને સાણંદના એક વહેપારીએ બાબા ને મોટો ખર્ચો કરી ને સાણંદ તેડાવ્યા અને  પછી છેતરાયા. ગામના ઉત્સાહી વહેપારીઓ અને યુવાનો ને બોલાવી ને મોટો કાર્યક્રમ યોજ્યો. આમ તો બાબા સારવારનો ખર્ચો નથી લેતા પણ તેમના મળતીયાઓ પાસેથી ત્રણ થી પાંચ શ્રીફળ લેવા પડે છે. જેમાં સારો એવો વકરો થાય. અને મંડપ બહાર સ્વેચ્છાએ જે પૂણ્ય દાન કરવું હોય તે.  મૂળ વાત સારવારની તો જે અસાધ્ય રોગ ડોકટર પણ નથી મટાડી શકતા તે તો ક્યાંથી મટવાના હતા.

અહિયા તો માત્ર લોકોની ધાર્મિક શ્રધ્ધાનુ રોકડમાં રૂપાંતર કરવામાં આવે છે. દૂઃખી લોકો બધી જગ્યાએ સારવાર લઈ ને થાક્યા હોય તેઓ, તથા જે સામાન્ય પરિસ્થિતિના છે અને મોંઘી સારવાર કરાવી શકવા શક્તિમાન નથી તેવા લોકો આમાં વધારે છેતરાય છે.

( વિસ્તૃત માહિતી માટે આજ નુ એટલે કે તા. ૨૪/૦૪/૨૦૧૦ નુ સંદેશ પાના નં ૪ પર નો લેખ વાંચવો )

IPL ના ભવાડા

આ વખત ની આઈ પી એલ ક્રિકેટના મેદાનમાં રમાય છે એના કરતા બહાર વધારે રમાય છે. અને એમાં કોણ જીતશે અને કોણ હારશે તે જોવાની અત્યારે તો ભારે મજા આવે છે. મોદી રહેશે કે રાજીનામુ આપશે તેની અટકળો ચાલે છે. બાકી ક્રિકેટમાં ગ્લેમર ભેળવી ને રમતને પણ બદનામ કરી દીધી છે. મેચ પત્યા પછીની પાર્ટીઓ ના ફોટા ડાન્સબાર કરતા પણ વધારે બિભત્સ દેખાતા હોય છે, પણ આતો એવુ છે કે મોટા કરે તે લીલા અને કોઈ સામાન્ય માણસ ડન્સબારમાં જાય તો છીનાળા માં ગણાય. આમેય મોદીનો ભૂતકાળ વખાણવા લાયક તો નથી જ. સરકારનેય આવક આવતી હતી એટલે બધુ ચલાવી લેતી હતી પણ હવે પોતાનાજ પગ તળે રેલો આવ્યો એટલે દરોડાના નાટકો ચાલૂ કર્યા. ઈન્કમટેક્ષ ઓફીસરો ને પણ વહેતી ગંગામાં લોટો ભરવાની તક મળી.

જોઈએ હવે કોણ જીતે છે અને કોણ હારે છે…..હજી તો ઘણી ઓવરો રમવાની બાકી છે.

મોબાઈલ

* આ યુનો વાળા જાતજાતના સર્વે કરતા હોય છે એમા હમણા સર્વે કર્યો કે ભારતમાં મોબાઈલ ની સંખ્યા શૌચાલયો કરતા પણ વધારે છે. આમ તો તેમનો સર્વે ખરેખર સાચો છે. ભારતમાં દિ એ નો વધે એટલા રાતે મોબાઈલની સંખ્યા વધે છે. ગમે ત્યાં જાવ એક હાથ તો કાને જ હોય. અને શૌચાલયો કરતા પણ વધારે અગત્યની વસ્તુ અત્યારે મોબાઈલ થઈ ગઈ છે.  આ યુનો વાળા ને  શૌચાલયોમાં કોઈ કમાણી તો નથી દેખાણી ને ? કદાચ કોઇ વિદેશી કંપની ભારતમાં શૌચાલયો તો સ્થાપવા માંગતી હોય.

કાંકરીયામાં ભૂત

આજે સવારના પહોરમાં ગુજરાત સમાચારે બ્રેકીંગ ન્યુઝ આપ્યા કે કાકરીયામાં ભૂતો દેખાય છે. આ ભૂતો  દેખાવાથી ઘણા પ્રશ્નો ઉભા થાય એમ છે.  કાંકરીયા આમતો હવે સુધરી ગયુ છે. એટલે ભૂતો ને કદાચ થયુ હશે કે અહિયા હવે રેવા જેવુ છે એટલે આખી ભૂતોની નાત રહેવા આવી ગઈ હોય. બીજુ કારણ એ પણ હોઈ શકે કે ગુજરાત માં હવે વસ્તી ગણત્રી ચાલૂ થવાની તૈયારી છે. એટલે ભૂતો પણ પોતાનુ નામ મતદાર યાદીમાં આવી જાય એ માટે પોતાની હાજરી બતાવી રહ્યા હોય. ( આ કાંકરીયા કદાચ નરેન્દ્ર મોદી સાહેબ ના મત વિસ્તાર માં આવે છે. )  ત્રીજુ કારણ એ પણ હોઈ શકે હવે કાકરીયામાં ચોવિસ કલાક બંદોબસ્ત હોય છે  ભૂતો કાયમ છૂટથી રહેલા એટલે આવી સિક્યુરીટીથી કંટાળ્યા હોય અને પોતાને સિક્યુરીટીના ત્રાસથી છોડાવા  રજુઆત કરવા માટે કોઈ અધીકારીને ગોતતા હોય. જે હોય તે એતો ભૂતો નો પ્રશ્ન છે એતો ફોડી લેશે એમની જાતે.

 બીજા એવા  સમાચાર છે કે જે રાજકીય ભૂકંપ લાવી શકે છે. આ ભૂતોથી રક્ષણ મેળવવા માટે ત્યાંના સિક્યુરીટી વાળા પોતપોતાની રીતે દોરા-ધાગા-માદળીયા ને હનુમાન ચાલિસા જેવા ફૂલ પ્રૂફ ઉપાયો કર્યા છે. વળી તેમને અટલ રેખા પણ રક્ષણ કરે છે. ( અટલ રેખા એટલે રેલગાડીના પાટા,કાકરીયામાં જે બાળકો માટે રેલગાડી ચાલૂ કરી છે તેનુ નામ અટલ રેલ છે ) ભૂતો આ પાટા/અટલ રેખા ઓળંગીને સામેની બાજુ નથી આવતા. બસ વિવાદ આ અટલ રેખાનો જ થાય એવો છે. કોગ્રેશ ને આ જીવતો અમિતાભ સ્વપ્નમાં આવી ને બીવડાવે છે એમ આ અટલ રેખા પણ જો ભૂતોથી રક્ષણ કરતી હોય તો જરૂર કોગ્રેશ ના પેટમાં તેલ રેડાશે. અને મોદી સાહેબ પણ આનંદમા આવી જશે કે જોયુ આપણી અટલ રેખા કેવુ ભૂતોથી રક્ષણ કરે છે. કદાચ આવા બેનર કાકરીયાની પાળે જોવા મળે તો નવાઈ ના પામતા.

નકસલવાદ

નકસલવાદ ૧૯૬૭થી ભારતમાં છે. અને ૯૦ના દાયકામાં તેની ગતી વીધી તેજ થઈ, અને આજે લગભગ બધાજ ઉત્તરીય રાજ્યોમાં તેની પક્કડ મજબૂત છે. હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પચ્શ્રિમ બંગાળ, ઓરીસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટક પણ તેની ઝપટમાં છે. આ સિવાય આસામ, મણીપૂર, નાગાલેન્ડ, ત્રિપૂરા, મેઘાલય, અને મિઝોરમ વામપંથીઓની ઝપટમાં છે. ઉત્તર પૂર્વ નો આ અલગતાવાદ ભારત ને ભારે પડે છે. ઝારખંડ નાજ ૧૬ જીલ્લા માઓવાદીઓના કેન્દ્ર છે. છત્તીસગઢ ને તો તેમનો ગઢ બનાવી દીધો છે. બિહાર ના ૨૦ જીલ્લા પણ માઓવાદીઓના હાથમાં છે. આતો માત્ર ઉપરછલ્લી વાતો છે જે સરકારે જાહેર કરેલી છે. પરંતૂ જો ઊંડી તપાસ કરો તો વધારે ખબર પડે કે પરીસ્થિતી શું છે, હકીકત માં આ રાજ્યોમાંથી સરકારી પક્કડ ઢીલી પડતી જાય છે, અને અલગતાવાદીઓ મજબૂત થતા જાય છે. જે ગંભીર બાબત છે. પણ આપણા સરકારી તંત્ર ની એજ ઢીલી નીતિ. અને મિડીયા તો અત્યારે સાનિયાને પૈણાવામાં પડ્યુ છે. એને તો ક્યાં ટાઈમ જ છે આવી બાબતો માટે. બાકી જેટલૂ મહત્વ સાનિયા ના સમાચાર ને આપ્યૂ છે એટલૂ મહત્વ નકસલી હૂમલાને નથી મળ્યું. જેટલા ખાંખાખોળા સાનિયાના લગનમાં કર્યા એવા ખાંખાખોળા ત્યાં કર્યા હોય તો સાચી પરિસ્થિતી શું છે તે પ્રજાને પણ ખ્યાલ આવે. બાકી તો જેમ કાશ્મિર અડધુ જતુ રહુ તેમ અહિયા પણ જતુ રહેશે.