જ્ઞાતિ

હમણા ધોરણ ૧૨ નું પરિણામ બહાર પડ્યું તેમાં સરકારે પ્રથમ વખત જ્ઞાતિ આધારિત ટોપર્સ ની યાદી બહાર પાડી એવા સમાચાર પેપર માં એક ખૂણે હતા. અને બીજું અત્યારે વસ્તી ગણતરી નું કામ ચાલે છે, તેનાં ફોર્મ માં જાત જાત ના પ્રશ્નો પૂછ્યા છે. તેમાં જ્ઞાતિ નું પણ એક ખાનું છે  પહેલા તો વાત છે પરિણામ ની, પ્રથમ દસ ની યાદી તો સમજ્યા પણ જ્ઞાતિ આધારિત યાદી બહાર પાડવાથી સરકાર શું સાબિત કરવા માંગતી હશે ? આનો સીધો મતલબ તો એજ થાય છે કે સરકાર હજી પણ જ્ઞાતિ ના વાડામાંથી બહાર આવવા માંગતી નથી.પરંતુ વધારેને વધારે વાડા ઉભા કરવાના પ્રયત્નો કરે છે. વસ્તીગણત્રી માં અમિતાભ બચ્ચને લીધેલું પગલું આવકાર દાયક છે તેમને જ્ઞાતિના ખાના માં ” ભારતીય” લખાવ્યું. પણ અમિતાભ ને ભગવાન માનનારા કેટલા લોકોએ અમિતાભ ના આ પગલા ને  ટેકો આપ્યો ? જો કે વસ્તી ગણતરી પૂરતું તો બરાબર છે કે કઈ જ્ઞાતિ ની વસ્તી કેટલી તે ખબર પડે. પણ જ્યાં કોઈજ જરૂર નથી તેવી જગ્યાએ તમારો ધર્મ અને જ્ઞાતિ લખવા તે થોડું વધારે પડતું નથી લાગતું ? કોઈપણ સરકારી ફોર્મ જોઈ લેવું તેમાં ધર્મ અને જ્ઞાતિ નું ખાનું હશે જ.

Advertisements

કોમી તોફાન

અમદાવાદ મા ફરી પાછા  કોમી તોફાનો ચાલુ થયા છે. છેલ્લા આઠ વર્ષથી શાતી હતી પરતુ ફરી પાછા છમકલા ચાલુ થયા છે. અત્યાર ના તોફાનોમા સ્પષ્ટ દેખાઇ આવે છે કે તોફાનો પાછળ કોઇ ધધાદારી તત્વો નો હાથ છે. રાજકિય પક્ષો ટેવ મુજબ સામ સામે કાદવ ઉછાળવામા લાગી ગયા છે.  તોફાનો તો કોઇપણ પક્ષની સરકાર હોય થતાજ હતા. જોકે આખી દુનિયાની નજર સામે કસાબ લોકોના ખૂન કરી શકતો હોય છતા તેના પર “ગરીબ” દેશના કરોડો રુપિયા ખર્ચીને કેસ ચાલે અને જેલમા મહેમાનગતી માણતો હોય તો આવી સરકારો પાસેથી તોફાનીઓ ને પકડવાની આશા રાખવી અસ્થાને રહે છે. છેલ્લા બે દિવસથી અફવાઓનુ બજાર પણ ગરમ રહ્યુ છે. જાતજાતના અફવાઓના પડીકા આવી રહ્યા છે. પણ તેમા સત્ય કાઈ હોતુ નથી.

ગરમી

ગરમી પોતાનોજ રેકોર્ડ તોડવા આગળ વધી રહી છે, અત્યારે ગરમીનું પ્રમાણ પાછળ ના વર્ષો કરતા વધારે છે પરંતુ હજુ પોતાનો જ ૬૦ કે ૭૦ વર્ષ નો રેકોર્ડ લગભગ ૪૭  ( ભૂલ હોય તો સાચો આંકડો બતાવવા વિનંતી ) સુધી પહોચ્યા નો છે જે હજી ૨/૩ ડીગ્રી વાર છે. અને હવે આનાથી ના વધે તેમાંજ મજા છે, નહીતર માણસ અને પશુ પંખી માટે હાની કારક છેજ .અત્યારે અમદાવાદ માં ગરમી થી મૃત્યુ થવાનું પ્રમાણ વધી ગયું છે. જે માત્ર ૨ ડીગ્રી ગરમી વધશે તો કદાચ ડબલ પણ થઇ જાય.  પેપરના સમાચાર મુજબ અત્યારે અંતિમ યાત્રા માટે શબવાહિની માં વેઈટીગ ચાલે છે. સહુથી વધારે તકલીફ જે લોકો ઘરબાર વગર ના છે અને ફૂટપાથ પર પડ્યા રહે છે તેમને છે.

કન્યા ઘોડો

અત્યારે લગ્ન ની મોસમ ચાલુ છે. રસ્તા માં તમે નીકળો એટલે કોઈ ને કોઈ વરઘોડો જોવામળે. જેમાં વરરાજો તૈયાર થઈને ઘોડા પર કે  બગી માં બેઠેલો હોય, આગળ ૧૦-૧૫ જાનૈયા  ને  જાનડિયું નાચતી ને કુદતી હોય અને સૌથી આગળ કાન ફાડી નાખે એવા મોટા અવાજ ના ભૂગાળા માં ગાયન ગાવા વાળા યુનિફોર્મ માં સજ્જ થઈને કન્યા ના માંડવે વરરાજા ને પરણાવા લઇ જતા હોય. પણ આજે આનાથી ઉલટું જોવા મળ્યું. આજે સવારે રસ્તા માં કન્યા બગીમાં બેસી ને મુરતિયાના માંડવે કે પોતાના માંડવે પરણવા જતી જોઈ. બસ આ રસાલામાં મુરતિયાની બદલે કન્યા હતી. કદાચ કોઈ જ્ઞાતિ માં કન્યા મુરતિયાને પરણીને લઇ જતી હોય તેવો પણ રીવાજ હશે તે તો આજે જ જોવા મળ્યું. આ રસાલા ને શું કહેવું ? કન્યા ઘોડો ?

આવરે વરસાદ

ગરમીએ તો હવે માઝા મૂકી છે. બપોરે તો ક્યાય બહાર જવાય જ નહિ, બહારના કામ બપોર પહેલા કરી લેવા પડે છે, બાકી રહી ગયેલા કામ સાંજે પાંચ વાગ્યા પછી કરવા પડે તેવી હાલત છે. પરંતુ ઓફિસો, બેંકો ના કામ તો બપોરે કર્યા વગર છૂટકોજ નથી. એમાં હવે આપનું “હવામાન” ખાતું હવામાંથી સમાચાર લાવ્યું છે કે હવે વરસાદ નજીક આવી ગયો છે, છેક અંદામાન સુધી આવી ગયો છે, અંદામાન માં હવે ચોમાસાનો આરંભ થાય એવા લક્ષનો હવામાન ખાતાને દેખાય છે. જો સમાચાર સાચા પડે તો લાગે છે કે થોડા દિવસો માં ગરમીમાં થોડી રાહત મળે. જોકે વધારે પડતી આશા રાખવી નહિ કારણ કે સમાચાર સરકારી છે, અને તે સરકારી ઝડપે જ સાચા પડશે. એટલે આપણે તો હજી એકાદ મહિનો ગરમી સહન કરવાની પરાણે હિમત રાખવીજ પડશે. ત્યાં સુધી પોતાની આવક ની મર્યાદામાં રહી ને  ઘરમાં ઝઘડા ના થાય એવી રીતે ૨/૪ એ.સી. ફીટ કરાવી દેવા. ( એક ચોખવટ – મારે કે મારા દૂરના કોઈ સગા વહાલાને એ.સી. ફીટ કરવાનો ધંધો નથી. )

પેટ્રોલ

હમણા અમેરિકાના પ્રમુખ બોલ્યા કે ભારતીઓ વધુ કારો ખરીદીને પેટ્રોલ ના ભાવ વધારે છે.! દર ૧૦૦૦ વ્યક્તિએ ૯૫૦ કારો ધરાવતા દેશ ને પોતાનો વપરાશ દેખાતો નથી. ભારત માં માત્ર દર ૧૦૦૦ વ્યક્તિએ ૮.૫ કારો છે. જોકે ભારત માં વાહનો ની સંખ્યા વધતી જાય છે, અને પેટ્રોલનો વપરાશ પણ વધ્યો જ છે. પરંતુ હજી અમેરિકા જેટલો તો નહિજ. અહિયાં નાના વાહનોની સંખ્યા વધારે છે. જેનો પેટ્રોલ નો વપરાશ મોટર કારો કરતા તો ઓછો જ છે. જે ગતિએ વાહનો ની સંખ્યા વધે છે તે જોતા ભવિષ્ય માં  પેટ્રોલ નો ભાવ વધવાની પૂરે પૂરી શક્યતાઓ રહેલી છે. જોકે ઓબામાં ની ચિંતા વ્યાજબી છે પણ એમાં ભારતીઓને જ દોષ દેવો તે ગેર વ્યાજબી છે.  

મારી કઠણાઈ કે કંપની ની દાદાગીરી ?

આજે એક નવોજ અનુભવ થયો. મારે હવે ઓફિસેથી બધું કામકાજ કરવાનું છે, એટલે મારા ઘરે રિલાયન્સ નું wimax બ્રોડબેન્ડ કનેકશન છે. જેમાં 600 kbps ની સ્પીડ નો પ્લાન હતો તે ઘટાડીને 300 kbps નો કરવો હતો. મેં  રિલાયન્સ માં કોલ કર્યો તો મને જાણવા મળ્યું કે  તમે પ્લાન અપગ્રેડ કરી શકો ( 600 kbps માંથી 1 mb )પણ જો તમારે ડાઉનમાં ( 600 kbps માંથી 300 kbps ) જવું  હોય તો ના જઈ શકો, હવે મારે  જો રિલાયન્સ વાપરવું હોય તો  કોઈ કારણ વગર  વધારે પૈસા ચૂકવવાના. આને કંપનીની દાદા ગીરી જ કહેવાય ને ? એટલે હવે રિલાયન્સ ને વિદાય આપવાનું નક્કી છે. અને મારી કઠણાઈ એટલી કે હવે  ભારત સંચાર નિગમ લીમીટેડ નું બ્રોડબેન્ડ મને ક મને લીધા વગર છૂટકો નથી.જોકે બી.એસ.એન.એલ. નો ભૂતકાળ નો અનુભવ સારો નથીજ પણ એના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. વાયર ફ્રી વાળા રમકડા મારા ઘરે ચાલતા નથી અને વાયર બીજા કોઈ ના આવતા નથી. જોઈએ ફરી પાછો બી.એસ.એન.એલ. નો અનુભવ કરું, જો સરકાર ના જમાઈઓ માં થોડો ઘણો સુધારો થયો હોય તો.