૫૦ વર્ષ

ગુજરાતે ૫૦ વર્ષ પૂરા કર્યા. આ ૫૦  વર્ષ માં  ગુજરાત ની પ્રગતિ બીજા રાજ્ય ના લોકોને ઈર્ષા આવે એવી  થઈજ છે. જોકે એમાં ગુજરાત ની ધંધાદારી પ્રજા નો ફાળો મોટો રહ્યો છે. લગભગ દરેક ક્ષેત્ર માં ગુજરાતીઓ ની પ્રગતિ કાબિલે દાદ છે. પછી ભલે નાસા હોય કે શેર બઝાર હોય. ઉદ્યોગ હોય કે કૌભાંડ હોય. દરેક ક્ષેત્ર માં ગુજરાતીઓ અગ્રેષર રહ્યા છે. અમેરિકાના રાજકારણ થી માંડી ને ભારત  ના રાજ કારણ સુધી કોઈ ને કોઈ ગુજરાતી જરૂર જોવામળે છે, જે એક ગૌરવ લેવાજેવી બાબત છે. જેમાં સારા કાર્યોમાં ગુજરાતીઓએ નામના કાઢી છે તેમ કૌભાંડો માં પણ ગુજરાતી અગ્રેષર રહ્યા છે. દા.ત. હર્ષદ મહેતા, કેતન પારેખ,અને અત્યારે ચાલું છે તે કેતન દેસાઈ…!!! ગુજરાતીઓને દાળભાતિયાં કહીને વગોવતા લોકો નાં મનમાં તો ગુજરાતીઓની પ્રગતિ ની ભારોભાર ઈર્ષા જ ભરેલી હોય છે.
આટલી પ્રગતી કરી હોવા છતાં ગુજરાતીઓએ હજી હરખાવાની જરાય જરૂર નથી કારણ કે હજી પીવાના પાણીની પણ ગામડા માં પૂરતી વ્યવસ્થા નથી, ગામડા ની સ્કુલોમાં બાળકો ને ભણવા પૂરતી બેઠક વ્યવસ્થા કે શિક્ષકો ની સંખ્યા પણ નથી. આરોગ્ય માટે પૂરતા દવાખાના કે સ્ટાફ નથી. ગામડા તૂટતા જાય છે. માત્ર શહેરો માં વિકાસ દેખાય છે. ગામડાઓની હાલત હજી પણ વખાણવા લાયક નથી. જોકે સગવડતા માં પહેલા કરતા થોડો ફેર પડ્યો છે. પણ હજી ઘણું બધું કરવાનું બાકી છે જે લગભગ આવતા બીજા ૫૦ વર્ષો માં થઇ જાય એવી શુભેચ્છા.

One comment on “૫૦ વર્ષ

 1. નમસ્તે શૈલેશભાઈ…
  તમારી આ પોસ્ટ ૫૦ વર્ષ મને ખૂબ ગમી.
  સ્વર્ણિમ ગુજરાત વિષે મે પણ ઍક નાનકડી પોસ્ટ મારા બ્લોગ પર લખેલ છે.
  I’m marathi by mother tongue.
  I’m gujarati by native place.
  I’m tamil by my choice of music…
  But moreover I’m indian 1st. I will do at least something for gujarat and india in my life.

  Only thing I want to tell HERE is that, If we clean our home, we all can clean our country.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s