મારી કઠણાઈ કે કંપની ની દાદાગીરી ?

આજે એક નવોજ અનુભવ થયો. મારે હવે ઓફિસેથી બધું કામકાજ કરવાનું છે, એટલે મારા ઘરે રિલાયન્સ નું wimax બ્રોડબેન્ડ કનેકશન છે. જેમાં 600 kbps ની સ્પીડ નો પ્લાન હતો તે ઘટાડીને 300 kbps નો કરવો હતો. મેં  રિલાયન્સ માં કોલ કર્યો તો મને જાણવા મળ્યું કે  તમે પ્લાન અપગ્રેડ કરી શકો ( 600 kbps માંથી 1 mb )પણ જો તમારે ડાઉનમાં ( 600 kbps માંથી 300 kbps ) જવું  હોય તો ના જઈ શકો, હવે મારે  જો રિલાયન્સ વાપરવું હોય તો  કોઈ કારણ વગર  વધારે પૈસા ચૂકવવાના. આને કંપનીની દાદા ગીરી જ કહેવાય ને ? એટલે હવે રિલાયન્સ ને વિદાય આપવાનું નક્કી છે. અને મારી કઠણાઈ એટલી કે હવે  ભારત સંચાર નિગમ લીમીટેડ નું બ્રોડબેન્ડ મને ક મને લીધા વગર છૂટકો નથી.જોકે બી.એસ.એન.એલ. નો ભૂતકાળ નો અનુભવ સારો નથીજ પણ એના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. વાયર ફ્રી વાળા રમકડા મારા ઘરે ચાલતા નથી અને વાયર બીજા કોઈ ના આવતા નથી. જોઈએ ફરી પાછો બી.એસ.એન.એલ. નો અનુભવ કરું, જો સરકાર ના જમાઈઓ માં થોડો ઘણો સુધારો થયો હોય તો.

2 comments on “મારી કઠણાઈ કે કંપની ની દાદાગીરી ?

 1. આનંદ શાહ કહે છે:

  શૈલેશભાઈ,
  બી.એસ.એન.એલ. નો અનુભવ ના કરતા, જાની જોઈ અને ઝેરના પારખા ના કરાય. જો સરકાર ના જમાઈઓ માં થોડો ઘણો પણ સુધારો નથી થયો. હું મારી ઓફીસમાં ૨ વર્ષથી બિ.એસ.એન.એલ. ના છુટકે વાપરી સરકાર ના જમાઈઓને દૂધ પીવડાવું છું. ( ૩૦ માંથી ૭ દિવસ તો બંધ હોય છે અને તેમના લોકોને પુછીયેતો તેમને જ ખબર નથી હોતી કમ્પ્લેન ક્યાં કરાવી? ( કે તો તેમનું કામ વધે વાળી પાછુ.)
  ૧ મેં ના મારું કનેક્શન બંધ થયું અને ૧૦ દિવસ બંધ રહ્યું ત્યારે અમે કામ્પ્લેનના અનેક ફોન કાર્ય અને દરેક વખતે જુદો જવાબ મલ્યો, તે બધું તો વર્ણન ના કરી શકાય પણ બધા જવાબો ભેગા કરી અને મુકું છુ. તે વાંચી અને નિર્ણય લેજો..

  ચાંદલોડિયા પુલ બને છે એટલે કેબલ કાપી ગયા છે. ક્યારે ચાલુ થશે ખબર નથી અને તેનો જવાબ કોણ આપી શકશે તે પણ ખબર નથી (તા.૧-૦૫-૨૦૧૦) તમારું કનેક્શન ટૂંક સમયમાં (કેટલા તે ખબર નથી.) ચાલુ થશે તે જગતપુર (ચાંદલોડિયાથી ૫ કી.મી. દુર છે.) એક્ષ્ચેન્જ્મા સર્વરમાં પ્રોબ. છે માટે ૨૫૦ કનેકસન ૧૦ દિવસથી બંધ છે. (તા. ૩-૦૫-૨૦૧૦)
  તા. ૦૫-૦૫-૨૦૧૦ ના રોજ સોલા (ચાંદલોડિયાથી ૭ કી.મી.) કેબલ કપાયા છે અને અમારા એન્જીનીયરો (?????) બોપલ (સોલાથી ૧૦ કી.મી. દુર) ચેક કરી રહ્યા છે.

  પાંચ દિવસ ના મારા આ સત્યાગ્રહ પછી અંતે મારા નાના ભાઈ એ તા. ૧૦-૦૫-૨૦૧૦ના રોજ મારા સત્યાગ્રહના પારણા કરાવી અને બિ.એસ.એન.એલ ના નારણપુરા એક્ષ્ચેન્જ્ના સ્ટાફને છુટ્ટે, છુટ્ટી (ના સમજ્યા? મોટી-મોટી ચોપડાવી..) ભાઈઓ અને બહેનોમાં ભેદભાવ રાખ્યા વગર સમાનભાવે તો તે દહાડે ૧૦ મીનીટ માં નેટ ચાલુ થઇ ગયું.

  શૈલેશભાઈ અંગ્રેજોના જમાનામાં સત્યાગ્રહ અસરકારક હતો કારણકે તેમને સત્યાગ્રહ જોયો નહોતો પણ આજના સરકારી કર્મચારીઓએ સત્યાગ્રહ જોયેલા અને કરેલા છે (પોતાના પગાર વધારા માટેજ તો…!!) માટે બીજો કોઈ રસ્તો શોધી અને કામ કરાવવાની આવડત તમારામાં હોય (મારા ભાઈની જેમ) તો બિ.એસ.એન.એલ. નું કનેક્શન લો નહીતો રિલાયન્સ ચાલુ રાખો શું કરવા ‘ઉલમાંથી ચૂલમાં પડવાનો ધંધો કરો છો?’

  • Shailesh કહે છે:

   તમારી વાત તદ્દન સાચી છે, પહેલા હું બી.એસ.એન.એલ. વાપરતો હતો ત્યારે બીજી કોઈ કંપની નું બ્રોડબેન્ડ હતું નહિ એટલે પરાણે વાપરવું પડતું. ત્યારે તકલીફો તો હતી જ દરરોજ સવારે પી.સી. ચાલૂ કરીને પહેલા કમ્પ્લેન લખાવવાની નસીબ માં હોય તો ચાલુ થાય નહીતર બીજા કે ત્રીજા દિવસે ચાલૂ થાય. હું લેખિત માં G.M. સુધી કમ્પ્લેન આપી આવ્યો છું. અને તેના અધિકારીયો ને ‘ચ’ ને ‘ભ’ માં ગાળો પણ આપી આવ્યો છું. છતાં મારું કામ ના થયું. પછી કંટાળી ને મેં રિલાયન્સ લીધું. હવે રિલાયન્સ માં મારે મોટો પ્લાન હતો તે બદલાવી ને નાનો પ્લાન કરવો છે. પણ કંપની ના પડે છે. રિલાયન્સ ને નાના ગ્રાહકો માં રસ નથી. રિલાયન્સ નો અભિગમ ગ્રાહકલક્ષી નહિ પણ પોતાની આવકલક્ષી છે. બાકી રિલાયન્સ હું છેલ્લા ૩ વર્ષ થી વાપરતો હતો. મારે ના છુટકે બી.એસ.એન.એલ. લેવુ જ પડે એવું છે. કારણ કે મારા એરિયામાં બીજી કોઈ કંપની નું નેટ આવતું નથી. વાયર ફ્રી વાળા રમકડા માં મારા એરિયા માં નેટવર્ક નો પ્રોબ્લેમ આવે છે. એટલે હવે ગરજે ગધેડાને બાપ કેવા નો વારો આવ્યો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s