આવરે વરસાદ

ગરમીએ તો હવે માઝા મૂકી છે. બપોરે તો ક્યાય બહાર જવાય જ નહિ, બહારના કામ બપોર પહેલા કરી લેવા પડે છે, બાકી રહી ગયેલા કામ સાંજે પાંચ વાગ્યા પછી કરવા પડે તેવી હાલત છે. પરંતુ ઓફિસો, બેંકો ના કામ તો બપોરે કર્યા વગર છૂટકોજ નથી. એમાં હવે આપનું “હવામાન” ખાતું હવામાંથી સમાચાર લાવ્યું છે કે હવે વરસાદ નજીક આવી ગયો છે, છેક અંદામાન સુધી આવી ગયો છે, અંદામાન માં હવે ચોમાસાનો આરંભ થાય એવા લક્ષનો હવામાન ખાતાને દેખાય છે. જો સમાચાર સાચા પડે તો લાગે છે કે થોડા દિવસો માં ગરમીમાં થોડી રાહત મળે. જોકે વધારે પડતી આશા રાખવી નહિ કારણ કે સમાચાર સરકારી છે, અને તે સરકારી ઝડપે જ સાચા પડશે. એટલે આપણે તો હજી એકાદ મહિનો ગરમી સહન કરવાની પરાણે હિમત રાખવીજ પડશે. ત્યાં સુધી પોતાની આવક ની મર્યાદામાં રહી ને  ઘરમાં ઝઘડા ના થાય એવી રીતે ૨/૪ એ.સી. ફીટ કરાવી દેવા. ( એક ચોખવટ – મારે કે મારા દૂરના કોઈ સગા વહાલાને એ.સી. ફીટ કરવાનો ધંધો નથી. )

Advertisements

4 comments on “આવરે વરસાદ

 1. ..હમ્મ્મ્મ લાગે છે દૂરના નહિ તો નજીકના કોઈનો એ.સી નો ધંધો હશે હે..ને…!?

 2. hema patel. says:

  દરેક મનુષ્યનો સ્વભાવ એવો છે કે, તેને કુદરત અને ભગવાને રચેલી
  દરેક પરિસ્થિતિની બસ હમેશા ફરિયાદ હોય છે.

  • Shailesh says:

   તમારી વાત તદ્દન સાચી છે આપણે કાયમ કુદરત સામે ફરિયાદ જ કરતા હોઈએ છીએ. કદી કુદરતે બનાવેલી રચના નો પોઝીટીવ વિચાર જ કર્યો નથી.

 3. વિવેક દોશીની વાત ખોટી છે એ એમ મારૂં માનવું છે, કેમકે નજીકના કે દુરનાં સગા+વ્હાલા માટે કોઇ આવી તરફદારી ન કરે, હા એક વસ્તુ હોય શકે કે સરકારી સરકારી શબ્દ બહું આવ્યો એટલે કંઇ “કટકી-કમીશન” વગેરેનું લફરૂં હોય તો કહેવાય નહી હો! હા હા હા 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s