રૂમાલ

હમણા અમારી સોસાયટી માં રૂમાલ વીટી બહાર ફરવાની ફેશન આવી છે, બે ચાર નકલીયાવ એક બીજાનું જોઈ ને  સવારના પહોરમાં રૂમાલ વીટી ને ઘરની બહાર આવી જાય છે  અને ગાડી, સ્કુટર સાફ કરવા  ને રસ્તા પર પાણી છાંટી ને પાણી નો બગાડ કરવા મંડી પડે છે. જોકે પહેલા તો લોકો લૂગી પહેરતા પણ હવે તેની ફેશન રહી નથી, પણ આ રૂમાલ વાળો વાયરસ સોસાયટી માં ફેલાવવા માંડ્યો છે.  આ વાયરસ જોકે મને કોઈ અસર કરે તેમ નથી કારણકે મારી પાસે સાફ કરવા ગાડી નથી અને પાણી છાંટવાની જગ્યા પણ નથી…..!!!

Advertisements

ભાવ વધારો

સરકારે પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારીને મોઘવારી વધવાનો માર્ગ મોકળો કરી નાખ્યો. મોઘવારી વધવાથી મધ્યમ વર્ગ નું બઝેટ ખોરવાઈ જશે. આ ભાવ વધારાની અસર દરેક જગ્યાએ પડશે. વળી સરકારે ભાવનિયંત્રણ હટાવી લીધું હોવાથી તેલ કંપનીઓ ભવિષ્યમાં ગમેત્યારે ભાવવધારો જીકીદેશે. એટલે નજીક ના ભવિષ્યમાં વધારે મોઘું પેટ્રોલ લેવાની તૈયારી  રાખવી પડશે.હવે તો લાગે છે કે એક સારી સાયકલ વસાવવી પડશે.

જન આક્રોશ

ગઈકાલે બાપુનગર વિસ્તાર માં ઉભરાતી ગટર નાં પાણી થી ત્રાસી ગયેલા લોકોએ કોર્પોરેશન ની ઓફિસેથી લાગતા વળગતા અધિકારીઓને સ્થળ પર લાવીને ગંધાતા ગટરના પાણી માં કાંઠલા પકડીને ચલાવ્યા.( ફોટો જોવા માટે જુઓ આજનું દિવ્યભાસ્કર) ખરેખર જો લોકો જાગૃત થાય તો સરકાર અને અધિકારીઓ ની શું દશા થાય તે ગઈકાલે જોવા મળ્યું. શહેરના દરેક લત્તે લોકો પોતેજ પોતાના વિસ્તાર નું ધ્યાન રાખીને લગતા વળગતા કામ ના કરતા કામચોર અધિકારીયો ને જાહેર માં લાવી ને કામ કરવાની ફરજ પડાય તો ખરેખર શહેર ની રોનક વધે અને અધિકારીયો ને પણ પ્રજાની બીક રહે. ગઈકાલ નો બનાવ ખરેખર કામ ચોરો માટે ચેતવણી રૂપ હતો.  આશા રાખીએ કે શહેર ના દરેક લત્તે લોકો જાગૃત થાય.

ભોપાળુ

ભોપાલ કાંડ વિશે ઘણુ લખાઈ ગયુ છે સરકારે અને લાગતા વળગતા અધિકારીઓ પોતપોતાના ભાગમા આવતો રોટલો ધરાઇને જમી ગયા છે,એટલે એનાવિશે કાઈ ચર્ચા નથી કરવી. પણ ભોપાલ કાંડ વિશે જરા જુદી રીતે વિચારીયે તો કોર્ટ નો ચુકાદો  પિડીતો ને કોઇ ફાયદાકારક નથી, માત્ર ગુનેગારો ને જ લાભ કરતા છે. જોકે ગુનેગારો ને સરકારે અને અધિકારીઓ એપોતાની તમામ તાકાત લગાવી ને બચાવી લીધા છે. પણ આ કાંડ જ્યા બન્યો તે શહેરની પ્રજા પણ સાવ ન પાણી થઈગઈ હોય તેમ સરકાર ના ચુકાદાનો જરાપણ વિરોધ નથી કર્યો. આના પરથી લાગે છે કે વાંક સરકારનો કે અધિકારીઓ નો નથી પણ પહેલો વાંક તો પ્રજાનોજ છે કારણ કે પ્રજા પોતે જ આ ચલાવી લે છે, બાકી લૂટારાઓ બેઠા છે જ લૂટવા. નાગાઓને નાગા કહેવાથી કાઈ ફરક નથી પડતો, ફરક પ્રજાને પડે છે કારણ કે તે નાગાઓ ની નાગાઈ ચલાવી લે છે.વળી આપણા પ્રધાન શ્રીએ ૩૦૦૦ કરોડ નુ રાહત પેકેટ જાહેર કર્યુ એટલે વળી લૂટવાનુ બીજુ નાટક. આ કરોડો રુપિયા ક્યા પ્રધાન શ્રી એના બાપના પૈસા દેવાના હતા ? પૈસાતો મારા તમારા ટેક્ષ માંથીજ જવાના છે ને. જે કામ ખરેખર કંપનીએ કરવુ જોઈએ તે કામ આપણી સરકાર આપણા પૈસે કરે છે. અને બીજુ કે બનાવ બન્યાને ૨૫ વર્ષ જેટલો સમય વીતી ગયો છે એટલે ખરેખર પીડીત ને જ સહાય મળશે તે જ મોટો પ્રશ્ન છે. બીજુ કે કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે જો પ્રજા તેનો વિરોધ કરે તો કોર્ટે પણ પોતાના ચુકાદા વિશે ફરીથી વિચારણા કરવીજ પડે. આખરે લોકશાહી દેશ માં સર્વ શક્તિમાન પ્રજા પોતે છે નહિ કે કોર્ટ. શા માટે પ્રજા પોતે ફરજ નથી પાડતી ?

મોકડ્રીલ કોની હોવી જોઈએ ?

અમદાવાદ માં ગઈ કાલે પોલીસ દ્વારા આતંકવાદી હુમલો થાય તો સામનો કઈ રીતે કરવો તેનું મોકડ્રીલ યોજ્યું હતું. ખરેખર આતંકવાદી હુમલો થાય ત્યારે પોલીસ કે સૈનિક જાનની બાજી લગાવીને સામનો કરતાજ હોય છે. પરંતુ ખરેખર તો આ બધા બનીબેઠેલા નેતાઓની મોકડ્રીલ યોજાવાની જરૂર છે. આવી અચાનક આપત્તિ આવી પડે ત્યારે આપના સત્તાધારીઓ કેવા નિર્ણયો લે છે તેની ચકાસણી કરાવી જોઈએ.અને જો તેમાં તેઓ ખરા ના ઉતારે તો તેમને લાત મારી ને સત્તા પરથી કાઢી મુકવા જોઈએ.

જાહેરાત

સરકારી ટેલીફોન કંપની BSNL લે ગઈ કાલે યોજાઈ ગયેલા રક્તદાન મહાયજ્ઞ ની નવતર જાહેરાત કરી. છેલ્લા બે દિવસથી લેન્ડ લાઈન ટેલીફોન માં ડાયલ ટોન ની જગ્યાએ રક્તદાન મહાયજ્ઞ ની જાહેરાત સંભળાવી. રકતદાનની જાહેરાત કરી ને BSNL લે ઉમદા કાર્ય કર્યું. પણ ભવિષ્યમાં તમને કોઈ કંપની ની પ્રોડક્ટ ની જાહેરાતો સંભાળવા મળે તો નવી ના પામતા.

ભગવાન ને પરસેવો વળ્યો

અમદાવાદ ના કાલુપુર સ્વામીનારાયણ મંદિર માં ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ ઉપર આજે જળ બિંદુઓ દેખાતા ” હરિભક્તો ” દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ચમત્કારીક  વાતો “મોબાઈલ અને એસ.એમ.એસ.” થી આખા ભક્તગણ માં ફેલાતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભગવાન ને પરસેવો વળ્યા પછી તુરત વરસાદ આવતા ભક્તો રાજી થઇ ગયા હતા.
આખા બનાવ માં કોઈક વૈજ્ઞાનિક તથ્ય હોવાની પૂરે પૂરી શક્યતા છે.