મોકડ્રીલ કોની હોવી જોઈએ ?

અમદાવાદ માં ગઈ કાલે પોલીસ દ્વારા આતંકવાદી હુમલો થાય તો સામનો કઈ રીતે કરવો તેનું મોકડ્રીલ યોજ્યું હતું. ખરેખર આતંકવાદી હુમલો થાય ત્યારે પોલીસ કે સૈનિક જાનની બાજી લગાવીને સામનો કરતાજ હોય છે. પરંતુ ખરેખર તો આ બધા બનીબેઠેલા નેતાઓની મોકડ્રીલ યોજાવાની જરૂર છે. આવી અચાનક આપત્તિ આવી પડે ત્યારે આપના સત્તાધારીઓ કેવા નિર્ણયો લે છે તેની ચકાસણી કરાવી જોઈએ.અને જો તેમાં તેઓ ખરા ના ઉતારે તો તેમને લાત મારી ને સત્તા પરથી કાઢી મુકવા જોઈએ.

7 comments on “મોકડ્રીલ કોની હોવી જોઈએ ?

  1. દા.ત કોઈ નેતાની પૂત્રી કીડનેપ થઈ જાય ને કીડનેપરો કોઈ આતંકવાદીને છોડવાની શરત મુકે ત્યારે નેતાનો નિર્ણય જાણવો છે ને તમારે…?

    • Shailesh says:

      હા ત્યારે આપનું નેતું કેવો નિર્ણય લે છે તે જાણવું જરૂરી છે કારણ કે દેશ પહેલા કે દીકરી ? જોકે દીકરી નેજ બચાવાની કોશિશ થાય…!!!

  2. jeetuparmar says:

    આવુ દરેક નાગરિક વિચારે ,ને અમલ કરે તો ભારત ભુમિ ધન્ય થઇ જાય…..

    • Shailesh says:

      ચાલો તમે તો શરૂઆત કરી … બાપુ આગળ હોય તો પાછળ વાળા ને વાંધો નહિ…!!!

  3. વાહ ! શૈલેશભાઇ. જરા હટકે વિચાર આવ્યો આપને ! નેતાઓની મોકડ્રીલ યોજવા બાબતે કંઇ કેટલીએ કલ્પનાઓ થઇ શકે. જેમ કે, એક તો વિવેકભાઇએ ઉપર વર્ણવી, બીજી ધારો કે નેતા હારી ગયો ! ત્રાસવાદીઓ ૧૦ બંધકોને છોડવા સામે એક નેતાને બંધક બનાવવાની માંગણી કરે ! પ્રજા ઉશ્કેરાઇને નેતાજીના પ્રવચન દરમિયાન પથરાવ કરે તો કેમ બચવું ! ત્રાસવાદીઓ પાંચ નેતાને બંધક બનાવી અને બધાને પોતાના કૌંભાંડો લખવા ફરજ પાડે, જેનાં કૌંભાંડ ઓછા હશે તે એકને રાખી અન્ય ચાર ને છોડી મુકાશે !! હું હવે ઘોડા બાંધું (કલ્પનાનાં !!) આપ જ હજુ એકાદ પર થવા દો ને !

    • ..જો કોઈ ત્રાસવાદી(?) નેતા પાસે તેના કૌભાંડ લખાવી દે તો તે ત્રાસવાદી ન કહેવાય..! હું તો કહું છું અફઝલ ગુરૂ પણ ત્રાસવાદી નથી .. પણ તેને ફાંસી આપવા માટે હું એટલા માટે હિમાયત કરું કારણ કે સંસદમાં તેઓ કાંઈ ન ઉકાળી શક્યા..!

  4. Shailesh says:

    કલ્પનાના ઘોડા તો ઘણા દોડે એવા છે પણ અમલ ક્યાં કોઈ કરે છે….અમલ થાય તો આપણે જગત જમાદાર હોઈએ …!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s