વરસાદી જેલ

શનિ અને રવિ બે દિવસ અમદાવાદ માં સતત વરસાદ વરસતો રહ્યો અને ઘણા બધા લોકોને પરાણે ઘરમાં પૂરાઈ રહેવું પડ્યું. જોકે કર્ફ્યું માં જેમ બે કલાક ની છૂટ મળે તેમ વરસાદે પણ શનિવારે બે કલાક ની છૂટ આપીહતી. પરંતુ લોકો નો  અતિ ઉત્સાહ જોઇને વરુણ દેવે રવિવારે તો છૂટ પણ ના આપી અને આપણાં ભૂત પૂર્વ  મંત્રી જોડે પરાણે લોકોને પણ  જેલ નો અનુભવ કરાવ્યો, અલબત પોતપોતાના ઘરમાં જ. જોકે સોમવારે લોકો તો જેલ (ઘર) માંથી મુક્ત થયા પરંતુ ભૂ.પૂ.મંત્રી ક્યારે છૂટા થાય તે તો સી.બી.આઈ. વાળાજ જાણે.

Advertisements

બાયલા વેડા

ફરી એકવખત આપણી સરકારે પોતાનું નાક કપાવ્યું, હમણા આપણા પ્રધાન પાકિસ્તાનની મુલાકાતે જઈ આવ્યા અને ભારત ની આબરૂ નું લીલામ કરી  આવ્યા. હવે તો હદ થાય છે કે જે કદી સુધરવા માંગતું નથી તેની જોડે આપણા નપુશંક પ્રધાનો શા માટે મંત્રણા માટે જતા હશે ? હજી સુધી પાકિસ્તાન સામે હિમત થી જવાબ આપીશકે તેવો કોઈ વીરલો સંસદ માં ગયો જ નથી, હવે તો કોઈ પણ પક્ષ પર ભરોષો રાખીશકાય એવો નથી. ભૂતકાળ માં ભા.જ.પા. પણ બાયલા વેડા કરી ચુક્યું છે. ( અડવાની પણ પાકિસ્તાન જઈ ને આડ-વાણી બોલી આવ્યા છે ) જોકે ૨૪ કલાક સુરક્ષા બળો ની નીગરાની નીચે રહેતા બીકણ નેતા ઓ પાસેથી વધારે અપેક્ષા રાખવી પણ અસ્થાને છે. સંસદ પર હુમલો કરનાર ને પણ સજા ન આપી શકનાર ને બીજું તો શું કહેવું ?

આગાહી

લ્યો હવે તો જ્યોતિષીઓને બદલે પ્રાણીઓ પણ આગાહી કરતા થયા…!!! અને હવે તો રોજ નવા નવા પ્રાણીઓ આગાહીઓ કરવા માંડ્યા છે. જેમાં બાબા પોલ ઓક્ટોપસ, સિંગાપોર નો પોપટ અને હવે મગર પણ આગાહી કરવામાં જોડાઈ ગયો છે. સારું છે કે હજી ભારત માંથી કોઈ વાંદરાએ આગાહી નથી કરી…!!! જો ખરેખર આ પ્રાણીઓ આગાહી કરી શકતા હોય તો એમને ભારતની બે બાબતો માટે પૂછવું જોઈએ (૧) અફજલ અને કસાબ ને ફાંસી ક્યારે ? (૨) મોઘવારી ક્યારે ઘટશે.? જો આનો સાચો જવાબ આપી શકે તો ખરા જ્યોતિષ..!!!

ખિસ્સા ખર્ચ

હું જયારે નિશાળ માં ભણતો હતો ત્યારે મને ખિસ્સા ખર્ચા ના ૧૦ પૈસા રોજના મળતા હતા, અને અત્યારે મારા દીકરાને રોજના ૧૦ રૂપિયા આપવા પડે છે, હવે તમેજ વિચારો મોઘવારી કેટલા ટકા વધી ?

સચિવાલય માં કોબ્રા

સાપ આમતો ગમે ત્યાં દેખા દેતા હોય છે, પણ આપના સચિવાલય માં દેખા દે એ સમાચાર બની જાય છે, આવાજ એક સમાચાર છે કે સચિવાલય માં કોબ્રા એ દેખા દીધી, જોકે સર્પ પકડવાવાળાની કાયમી વ્યવસ્થા સરકારે કરેલીજ છે. કોબ્રા જોકે જેને કરડે તેનું મોત નક્કીજ હોય છે,પણ હજી સુધી સચિવાલય માં કોઈ નેતા ને કરડ્યો હોય તેવું મારી જાણ માં નથી. જોકે કોબ્રા પણ આપણા નેતાઓ થી દૂરજ રહેતા હશે, કારણ કે  જો કોઈ નેતા નું ઝેર પોતાને ચડી જાય તો મોટી મુશ્કેલી ઉભી થાય….!!! જોકે કોબ્રા સચિવાલય માં કોઈ ફરિયાદ કરવા આવ્યો હશે પણ આમ નાગરિક ની જેમ બહાર ધકેલી દે છે તેવીજ રીતે કોબ્રાનેપણ પકડી ને બહાર ફેકી દીધો.