સચિવાલય માં કોબ્રા

સાપ આમતો ગમે ત્યાં દેખા દેતા હોય છે, પણ આપના સચિવાલય માં દેખા દે એ સમાચાર બની જાય છે, આવાજ એક સમાચાર છે કે સચિવાલય માં કોબ્રા એ દેખા દીધી, જોકે સર્પ પકડવાવાળાની કાયમી વ્યવસ્થા સરકારે કરેલીજ છે. કોબ્રા જોકે જેને કરડે તેનું મોત નક્કીજ હોય છે,પણ હજી સુધી સચિવાલય માં કોઈ નેતા ને કરડ્યો હોય તેવું મારી જાણ માં નથી. જોકે કોબ્રા પણ આપણા નેતાઓ થી દૂરજ રહેતા હશે, કારણ કે  જો કોઈ નેતા નું ઝેર પોતાને ચડી જાય તો મોટી મુશ્કેલી ઉભી થાય….!!! જોકે કોબ્રા સચિવાલય માં કોઈ ફરિયાદ કરવા આવ્યો હશે પણ આમ નાગરિક ની જેમ બહાર ધકેલી દે છે તેવીજ રીતે કોબ્રાનેપણ પકડી ને બહાર ફેકી દીધો.

2 comments on “સચિવાલય માં કોબ્રા

  1. નાગ ના ઘરે નાગ મહેમાન, કેવુ લાગે,…

  2. Bhupendrasinh Raol કહે છે:

    સાપ ના ઘેર પરોણો સાપ મુખ ચાટી ચાલ્યો ઘર આપ.કોબ્રા કરતા આ નેતાઓ વધારે ઝેરી હોય છે.નેતાઓ નું એન્ટી વેનમ હજુ શોધાયું નથી.

Leave a reply to Bhupendrasinh Raol જવાબ રદ કરો