ટોયલેટ નું ઉદઘાટન

રાજકારણી હોય અને ઉદઘાટન ના કરે તો એને રાજકારણી ના કહેવાય. કાયમ ખિસ્સામાં રીબીન કાપવાની કાતર લઈનેજ ફરતા હોય છે. અને ગમે તેનું ઉદઘાટન કરી નાખતા હોય છે પછી ભલે ને અનાથ આશ્રમ હોય કે વૃધ્ધાશ્રમ હોય. આજે એક રમુજ પમાડે એવા સમાચાર વાંચવા મળ્યા. આપણા રાજ્યમંત્રી ફકીર ભાઈ વાઘેલા ટોયલેટ નું ઉદઘાટન કરવાના છે. જોકે આ પોસ્ટ લખું છું ત્યારે કદાચ ઉદઘાટન થઇ પણ ગયું હશે. કોઈ દુકાન કે શો રૂમ નું ઉદઘાટન હોય તો જેતે સ્ટોર ની ચીજ વસ્તુ ખરીદી ને બોણી કરાવાય છે, પણ ટોઇલેટ ના ઉદઘાટન માં …….???

Advertisements

5 comments on “ટોયલેટ નું ઉદઘાટન

 1. pramath says:

  કેમ નહીં?
  વિનોબાજી કહેતા “મંદિરો નહીં, મૂતરડીઓ બાંધો”.
  ઘણી વાર બજારમાંથી પસાર થઈએ ત્યારે નાકનો (બે-ચાર અર્થમાં) પ્રશ્ન પેદા થાય ત્યારે લાગે કે બધા વિનોબાજીની સલાહ કેમ નહીં માનતા હોય?
  મારે મતે તો જીવતે જગતિયું કરીને મંદિર બાંધવું તે કરતાં મૂતરડીઓ બાંધવી સારી. મંદિર તો જે તે સંપ્રદાયના લોકોને જ કામ આવે!
  સાચી બિનસાંપ્રદાયિકતાની જય!

 2. ..ઉદ્ગાટનમાં ત્યાં છી કરશે..

 3. ભાઈ શ્રી,
  આતો રાજ નેતાઓ છે. ગમે તેનું ઉદ્ઘાટન કરી નાખે.
  મને લાગે છેકે સંસદ અને ધારાસભ્યોની ગણતરી કરીને
  સ્મશાનોનું ઉદ્ઘાટન કરાવવું જોઈએ .અને પ્રભુને પ્રાર્થના
  કે અને પહેલા તેમને ઉદ્ઘાટનમાં બાળવામાં આવે.

 4. Soham Desai says:

  એમાં ખોટુ શું છે? વિનોબાજીની વાત “મંદિરો નહીં, મૂતરડીઓ બાંધો” બિલકુલ સાચી છે. આજે જાહેર ટોયલેટ્સ ન હોવાથી (અને જે હોય છે તેની હાલત હોય છે તેથી) જે તકલીફ પડે છે (ખાસ કરીને મહિલાઓને) તેનાથી કોણ અપરિચિત છે? અમેરિકા અને કેનેડામાં Public Toilets ની જે સગવડો છે તે જોઇને થાય છે કે મારા ભારતમાં આવી સગવડો ક્યારે થશે? અને એવી એક સગવડનું ઉદ‌ઘાટન કરવામાં શાની નાનમ?

 5. ભલે ઉદઘાટન કર્યું. વધારેને વધારે આવા ઉદઘાટનો થાય તે જરૂરી છે. બસ, વારંવાર મુલાકાત લેતા રહે તો એ બહાને સાફસફાઈ રહે અને જાળવણી થાય!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s