સત્ય સાઈ

લખવા માટે અત્યારે તો આજ વિષય ચાલે એટલે ચાલુ ગાડીએ ચડી બેઠો છું. ટીકાકારો એ ટીકા કરી અને ભક્તો એ ભગવાન સમજી આરતી ઉતારી. અહિયાં  ચમત્કારો,  પ્રવચનો  કે  ભેગી કરેલી સંપતિ માં જરાય રસ નથી વાત જરા જુદી છે. આપના કહેવાતા ધર્મ ગુરુઓ માત્ર અને માત્ર પોતાની વાહ વાહ કરવામાં અને સંપતિ ભેગી કરવા સિવાય કોઈ કામ કરતા નથી. પણ સત્ય સાઈ નું  એક સકારાત્મક પાસું એ છે કે તેમને જે સંપતિ ભેગી કરી છે તેમાંથી એક ટીપું તો  ટીપું પણ સમાજ ને પાછું આપ્યું છે. એનું ઉદાહરણ ૬૦૦ કે ૭૦૦ ગામો માં પીવાના પાણી ની વ્યવસ્થા કરી. ( હજી સુધીની સરકારો કે કોઈ કહેવાતા સંપતિ વાન ધર્મ ગુરુ ઓ એ પણ નથી કરી ), શિક્ષણ માટે મફત વ્યવસ્થા કરી. ( શિક્ષણ તો અત્યારે બધા માટે ધંધો છે. ધાર્મિક સંસ્થાઓ પણ ધરાઈ ને ફી વસુલે છે ) અને આરોગ્ય માટે તદ્દન મફત સારવાર ક્યાં બાવાએ કરી ? (એકાદ જો કોઈ ના ધ્યાન માં હોય તો બતાવશો.) અત્યારે મોઘાં માં મોઘી સારવાર હૃદય ની થાય છે અને તે સારવાર રાજકોટ ની સત્ય સાઈ હોસ્પિટલ તદ્દન મફત કરે છે. જો દર્દી પાસે ઘરે પાછા જવાના પૈસા ના હોય તો તે પણ આપે છે. ( આ મારો જાત અનુભવ છે ) હજી સુધી કોઈ બાવાએ પોતાની સંપતિ માંથી આવી રીતે એકાદ ટીપું પણ વાપરવાની હિમત કરી નથી. વાપરે છે પણ પોતાનું નામ કરવા વાહ વાહ કરવા મંદિરો બનાવવા, સમાજ ના કલ્યાણ માટે કોઈ એ વાપર્યા નથી.

Advertisements