સ્વામીને તમાચો

અમદાવાદ માં આજે સ્વામી અગ્નિવેશ ને સ્વામી નીત્યાનંદે જાહેર સભામાં તમાચો ઠોકી દીધો.  સ્વામી અગ્નિવેશે અમરનાથ બાબા પર વિવાદસ્પદ ટીપ્પણી કરી હતી.  સ્વામી અગ્નિવેશ અન્ના હજારે સાથે ભ્રષ્ટાચાર વિરોધી સભા માં આવ્યા હતા.

Advertisements

શબ્દ લહિયો યંત્ર

ગઈકાલે એક  સમાચાર વાંચવા મળ્યા. હવે તમને ટીક ટીક અવાજ કરતુ શબ્દ લહિયો યંત્ર જોવા નહિ મળે. કારણ કે હવે તેનું સ્થાન ગણક યંત્ર ના ચાંપ પાટિયા એ લઇ લીધું છે,એટલે શબ્દ લહિયો યંત્ર નો વપરાશ લગભગ છેલ્લા ૮-૧૦ વરસ થી બંધ થઇ ગયો છે. નવાઇ તો એ વાતની લાગી કે અત્યાર  સુધી આ શબ્દ લહિયો યંત્ર બનાવનાર જગત ની એક માત્ર કંપની ભારત માં ચાલુ હતી. છેલ્લા ૧૦ વરસ થી ગણક યંત્ર નો વપરાશ જોતા લાગે કે તે ૧૦ વરસ પહેલાજ બંધ થઇ ગઈ હોવી જોઈતી હતી.પરંતુ છેક  હવે તેને ઘરાક નહિ મળવાને કારણે બંધ થઇ. જોકે સંગ્રાહખોરો માટે એક સારા સમાચાર છે કે છેલ્લા ૫૦૦ નંગ પડ્યા છે જો કોઈને લેવા હોય તો…! આ શબ્દ લહિયો યંત્ર બનાવનાર કંપની એ  હવે તેનું નિર્માણ કાર્ય સત્તાવાર રીતે બંધ કરી દીધું છે.