૨૦૧૧

૨૦૧૧ ને હવે થોડા કલાકો જ બાકી છે. ૨૦૧૧ માં આપણ ને વલ્ડ કપ મળ્યો, ગણી ના શકાય એટલા રૂપિયાના કૌભાંડો મળ્યા અને અન્ના મળ્યા. સચિન ની  સદી ની સદી, કૌભાંડીઓ ને સજા, અને લોકપાલ બીલ ન મળ્યું. આશા રાખીયેકે ૨૦૧૨ માં આટલું તો મળેજ.

અગાઉથી જ દરેક ગુજરાતીઓને નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી શુભેચ્છા. 

Advertisements

લોકપાલ -૨

આજ સવાર ની પોસ્ટ માં શંકા વ્યક્ત કરી હતી કે અન્નાએ આંદોલન કરવા માટે થોડી ઉતાવળ કરી છે, તે શંકા આજેજ સાચી પડી. અન્ના એ અંદોલન ને પોતાની નાદુરસ્ત તબિયત અને સરકાર નું રૂખ હજી સ્પષ્ટ થયું ના હોવાથી અનશન આંદોલન અને જેલભરો આંદોલન પણ મુલતવી રાખ્યું.

લોકપાલ

અત્યારે સૌથી વધારે ચર્ચામાં હોય તો તે છે લોકપાલ બીલ. અન્ના એ જયારે પહેલી વખત આંદોલન છેડ્યું ત્યારે લોકપાલ બીલ શું છે તેની લોકોને ખબર પડી. અત્યાર સુધી ના બનાવો નું અવલોકન કરીએ તો અન્નાએ પહેલીવખત આંદોલન છેડ્યું અને લોકશક્તિ નો પરચો દેખાડ્યો જેથી સરકાર દોડતી થઇ ગયી. સરકાર ની ઈચ્છા ના હોવા છતાં તે બીલ ને સંસદ માં રજુ કરવાની ફરજ પડી. અહિયા સુધી તો બધું બરાબર છે. જનતાએ માગણી આંદોલન કરી ને સરકારને જણાવી દીધી. હવે વારો આવ્યો સરકાર નો. સરકારને ગમે તેમ કરીને બીલ પાસ કરાવવું જ રહ્યું. અત્યારે સ્પષ્ટ બહુમતી સરકાર તો છે નહિ. એટલે બધા પક્ષોને વિશ્વાસ માં તો લેવાજ પડે. દરેક પક્ષ પોતાનો સ્વાર્થ સાધવાનોજ. અત્યારે કોગ્રેશ ને ખુરશી બચવા માટે પરાણે બીલ પાસ કરવું પડે તેમ છે. ભા જ પ નું વર્તન અત્યારે લુચ્ચા શિયાળ જેવું છે. ક્યારે મોકો મળે અને સરકાર ઉથલાવી એ અને ખુરશી પચાવી પાડીએ. બીજા ટેકેદારો આ બીલ પાસ ના થાય તેમાજ રસ ધરાવે છે. ( હાથે કરી ને કોણ પગ પર કુહાડો મારે ) જોકે કાલે લોકસભામાંથી પાસ કરી ને હવે રાજ્ય સભામાં મોકલ્યું છે.

હવે વાત કરીએ તો લોકપાલ ના મુદ્દા ની તો એમાં એક મુદ્દો એવો છે કે વડાપ્રધાન ને પણ લોકપાલ ના દાયરા માં સમાવેશ કરવો. સરકારે શરતી મંજુરી પણ આપી. પણ મૂળ વાત હવે આવે છે કે ગઈ કાલે સંસદ માં ચર્ચા થતી હતી ત્યારે શિવસેના ના વિધાયાકે મુદ્દો ઉઠાવ્યો કે આવડા મોટા દેશ માંથી આપણ ને કોઈ એક એવો વ્યક્તિ નહિ મળે કે જેનાં પર આપણે વિશ્વાસ ના મુકી શકીયે ? ખરેખર તો વાત સાચી છે, આપણે કોઈક પર તો વિશ્વાસ રાખવોજ પડશે, હવે બીજી વાત પણ કરી કે જે લોકપાલ નીમાશે તે ખરેખર ઈમાનદાર હશે તેની ગેરંટી શું ? જેનો જવાબ તો ખુદ અન્ના પાસે પણ નહિ હોય…!!!

બીજી વાત એ આવે છે કે સંસદ ની ગરિમા ની. કાયદા બનાવવાનો હક્ક માત્ર ને માત્ર સંસદ ને છે. જનતા ની ‘ જરૂરિયાત ‘ મુજબ કાયદા ઘડવાનું કામ સંસદ નું છે. અન્ના એ અંદોલન કર્યું, સરકારે એમની માંગણી મુજબ લોકપાલ બીલ પર કામ પણ ચાલુ કર્યું. સંસદે બીલ પણ પાસ કર્યું અને આગળ ની કાર્યવાહી પ્રમાણે રાજ્ય સભામાં મોકલ્યું.( તેમાં ભવિષ્યમાં ફેરફાર કરવાનો વિકલ્પ ખુલ્લો છેજ ) હવે મૂળ મુદ્દો એ છે કે જે બીલ પાસ કર્યું તે અન્ના ની માંગણી મુજબ નથી. અન્ના ને ૧૦૦% પોતાની માંગણી મુજબ બીલ પાસ કરાવવા માટે ફરીથી આંદોલન છેડ્યું. અહિયા નથી લાગતું કે અન્ના એ થોડી રાહ જોવાની જરૂર હતી ? અને એક વાત એ પણ છે કે કોઈ પક્ષ કે કોઈ આગેવાન પોતાની મરજી મુજબજ કામ થવું જોઈએ એવી જીદ લઈને બેસે તો ભવિષ્યમાં એવા કેટલાય આંદોલનો થવાના, દરેક ની વાત વ્યાજબી જ છે અને સરકારે તે વાત ફરજીયાત માનવી એ પણ જરૂરી તો નથીજ . અહિયા સરકાર ની એક વાત એ પણ સાચી છે કે ફૂટપાથ પર બેસી ને કાયદા ના ઘડાય.

એક બંદર પાકિસ્તાન કે અંદર

એક પૂછડા વાળું વાંદરું પાકિસ્તાન માં ઘુસી ગયું. દરરોજ ની ટેવ મુજબ પાકિસ્તાની સરકારને આ વાંદરામાં પણ ભારતીય જાસુસ દેખાણો. જોકે ભારત સરકારે સત્તાવાર  હજી એવી કોઈ ચોખવટ કે નિવેદન બાજી નથી કરી કે આ વાંદરું અમારું મોકલે છે. જો કે આતો સરકારી મામલો છે, પણ વાંદરાનો પર્સનલ મામલો જોઈએ તો એને પાકિસ્તાન માં જવાની જરૂર શું કામ પડી ? થોડા અનુમાનો કરીએ તો ….

* મોઘવારીથી  કંટાળ્યો હોય  ( માની લઈએકે તે નર હોય અને પોતાના કુટુંબનું ભરણપોષણ ના કરી શકતો હોય )

* કોઈ સરકારી કામ કાજ પડ્યું હોય ને ધક્કા ખાઈ ને તૂટી ગયો હોય.

*કોઈ સરકારી અધિકારીએ તેની ત્રેવડ બહાર ની લાંચ માંગી હોય.

આવા તો અનેક કારણો હોઈ શકે જેના થી આપણે બધા પરીચિત અને અનુભવી છીએ એટલે વધારે ચોખવટ નથી કરવી . પરંતુ અમારા પ્રતિનિધિ સૌથી પહેલા વાંદરાને જે જેલ માં રાખ્યો છે તે જેલ માં જઈ ને તેનો સાક્ષાતકાર  કર્યો અને વાંદરા ભાઈ સાથે થોડી વાતચીત કરતા માલુમ પડ્યું કે તે કોઈ જાસુસ નથી પણ તે  લાફો મારી ને ભાગ્યો છે. ભાગવાનું કારણ પૂછતાં માલુમ પડ્યું કે પહેલા મારે લાફો મારવાનો પછી બીજા બધા એ એક એક કરી ને લાફો મારવો એવું નક્કી થયું હતું . પણ હવે મને પસ્તાવો થાય છે કે મેં શિયાળવા પર ભરોસો રાખ્યો . મારા જેવા વાંદરાએ એક સિહ જેવા નેતા ને લાફો મારી દીધો પણ આટલા બધા શિયાળવા આ હિમત નો કરી શક્યા એટલે મારે ભાગવું પડ્યું .

હુમલાની વરસી …

સંસદ પર ના હુમલાને આજે ૧૦ વર્ષ પૂરા થયા. ૧૦ વર્ષ પછી ની પરિસ્થિતિ જુઓ તો આખી દુનિયામાં ભારત ની આબરૂ બચાવનાર સૈનિકો ના અમુક પરિવારજનો હજી પણ સરકારી સહાયથી વંચિત છે. હુમલો કરનાર જેલ માં જલસા કરે છે, અને નપાવટ અને નપાણીયા ( ખરેખર જેની જાન બચાવી તે ) નેતાઓ એજ સંસદ માં જલસા કરે છે. હજી સુધી કોઈ પક્ષ ને સંસદના કે પછી કોઈ પણ શહીદ સૈનિક ના પ્રશ્ન માટે સંસદનું કામકાજ સ્થગિત કરાવ્યું હોય તેવું મારા ધ્યાન માં તો નથી. ગુનેગારો ને સજા ના અપાવી શકનાર નેતાઓ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવાને પણ લાયક નથી પરંતુ શહીદો નું અપમાન છે.