મામા ફોઈ ના સંતાનો પરણવા માંડે તો…?

આજના દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થયેલ સમાચાર મુજબ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે એક  અનોખી ઘટના બની છે. એ ગામના લેઉવા પટેલ જ્ઞાતિના વસ્તરપરા પરિવાર દ્વારા બે વર્ષના બાળક-બાળકીના વેવિશાળ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં સંબંધમાં આ બાળક-બાળકી મામા-ફઇના સંતાનો થાય છે. અત્રે નોંધનીય છે કે, અનેક જ્ઞાતિઓમાં મામા-ફોઇના પરિવારો વચ્ચે લગ્નસંબંધો બાંધવાનો રિવાજ છે. પણ લેઉવા પટેલ સમાજમાં એ સંબંધમાં લગ્નો નથી થતાં. ચમારડીના આ પરિવારે એક નવી પ્રથા શરૂ કરી અને સમગ્ર લેઉવા પટેલ સમાજને એ રિવાજ સ્વીકારવા આહવાન કર્યું છે.
*વૈજ્ઞાનીક દ્રષ્ટીએ જોઈએ તો આવા સંબંધો સ્વીકારવાની વિજ્ઞાન મનાઈ કરે છે. ( કોઈ જાણકાર આ બાબત વધારે પ્રકાશ પાડે ) 
*પરિવારને સમાજ સુધારવાનુ જ કામ કરવું હોય તો બીજા ઘણા રસ્તા છે.
*બીજી જ્ઞાતિ આવા રીવાજ સ્વીકારે છે એટલે આપણે પણ સ્વીકારવા જોઈએ તે બાબત પણ યોગ્ય નથી. 
*ખરેખર સમાજ ને સુધારવો જ હોય તો કોઈ સારા નવા રીવાજ ચાલુ કરવા જોઈએ.

અત્યારના સમયમાં વર-કન્યા પોતાને જોયા મળ્યા વગર લગ્ન કરવા રાજી થતા નથી તો આજથી ૧૫ વર્ષ પછી આ બાળકો માબાપે નક્કી કરેલા લગ્ન કરવા રાજી થશે તે પણ શંકા છે.મને તો આમાં પ્રસિદ્ધિ (ખોટો વિવાદ ઉભો કર્યા) સિવાય કઈ દેખાતું નથી.  
Advertisements

મોકાણ

મી.ભારત ને મેલબોર્નમાં એટેક આવ્યો એટલે તાત્કાલિક સારવાર અર્થે સિડનીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જરૂરી સારવાર આપવા છતાં પરિસ્થિતિમાં કોઈજ ફેરફાર ના દેખાતા વધારે સારવાર માટે પર્થમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈજ સારવાર અસરકારક  ના નીવડતા તેમનું પરલોક ગમન થયું હતું.  સદગતનું ઉઠમણું એડીલેડમાં રાખવામાં આવ્યું હતું. સદગત ના આત્માને શાંતિ મળે તે માટે કોઈ એ ક્રિકેટ વિષે કોઈ ચર્ચા ના કરવી….!!!

નવી નોટ આવી

રૂપિયાના ચિન્હ સાથે ૧૦૦ રૂપિયાની નવી નોટ હવે માર્કેટમાં ઉપલબ્ધ છે. એક જગ્યાએ ચિન્હ મુકવાનું સેટિંગ હજી બાકી છે. આશા રાખીએ કે નવી સીરીઝમાં ત્યાં પણ ચિન્હ આવી જાય.

દૂધ હવે સફેદ નથી રહ્યું

દૂધની ગંગા મેલી થઇ ગઈ છે. હવે દૂધ પીતા પહેલા વિચાર કરવો પડશે, કારણ કે દૂધ હવે ચોખ્ખું નથી રહ્યું. આપણા ગુજરાતમાં પણ ૮૯% દૂધ ભેળસેળવાળું મળે છે. આ કબુલાત આપણી સરકારી સંસ્થાની છે. દૂધના સેમ્પલ ચકાસતા તેમાં યુરીયા ફેટ અને યુરીયા જેવા હાનીકારક તત્વો ની હાજરી દેખાઈ આવી છે. આખા દેશમાંથી માત્ર ગોવા અને પોંડીચેરીમાં જ ૧૦૦% શુદ્ધ દૂધ મળે છે. તો હવે ગોવા  (દૂધ ) પીવા માટે જવું…!!!

તુલસીશ્યામમાં ઝીરો ગ્રેવિટી

ગીરના જંગલમાં આવેલા તુલશીશ્યામ નજીક ઝીરો ગ્રેવિટીવાળું સ્થળ મોરબીના ઉદ્યોગપતિ રતિલાલ ને તેમના પ્રવાસ વખતે ધ્યાન માં આવ્યું છે. તેમણે ગાડી ઢાળમાં ઉભી રાખી તો ગાડી ઢાળ તરફ જવાને બદલે ઉંધી ઢાળ ચડવા માંડી.   તેમણે ત્યાં થોડું પાણી પણ ઢોળી જોતું તો પાણી પણ ઊંધું ઢાળ ચડવા માંડ્યું. જાણે નેવાના પાણી મોભે ચડ્યા બરાબર. આ બધી ક્રિયાનો તેમણે વિડીઓ પણ ઉતાર્યો છે.

જુઓ તે વિડીઓ.

મંગલ પ્રભાત

નવા વર્ષ નું મંગલ પ્રભાત ગયે ચાર દિવસ થઇ ગયા. ૨૦૧૨ નું વર્ષ રાબેતા મુજબ નું ચાલુ થયું છે. કોઈ જ ફેરફાર દેખાતો નથી, સવારે ઉઠીને સીધા ઓફિસે. રોજ ના કામકાજ પતાવી ને પાછા સાંજે ઘરે…!!! આમ ને આમ નવા વર્ષ ના ‘ચાર’ દિવસ પુરા થઇ ગયા. પેટ્રોલ માં ભાવ વધારાના ભણકારા વાગે છે, કદાચ રાજ્યો ની ચુંટણી પતે પછી એકસાથે મોટો પેટ્રોલ માં ભાવ વધારો આવે એવી શક્યતા છે. નવા બઝેટ ની તૈયારીઓ થઇ રહી છે.પ્રણવ દા કોથળામાંથી બીલાડુંજ કાઢવાના છે. ત્યાંસુધી માં અન્ના પાછા રીચાર્જ થઇ ને મેદાન માં આવી જશે. નેતાઓ પોતાના સંસ્કાર નું પ્રદર્શન કરી રહ્યા છે. ( હરિપ્રસાદે અન્ના ને  “દો કોડી નો બુઢ્ઢો આદમી ” કહ્યો હતો ) હરિપ્રસાદ પોતે જાણે  મૂલ્યવાન રત્ન ના હોય. લાગે છે આવનારા દિવસોમાં આનાથી વધારે નેતાઓ નો વાણી વિલાસ સંભાળવા મળશે.

ઠંડી પોતાનો સ્વભાવ દેખાડવા માંડી છે. છેક હવે ગરમ કપડાની જરૂરિયાત ઉભી થઇ, અને હવે નજીક જ છે

“ચગે ગુજરાત”  ….એ …કાપ્યો …છે….!!!