મોકાણ

મી.ભારત ને મેલબોર્નમાં એટેક આવ્યો એટલે તાત્કાલિક સારવાર અર્થે સિડનીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જરૂરી સારવાર આપવા છતાં પરિસ્થિતિમાં કોઈજ ફેરફાર ના દેખાતા વધારે સારવાર માટે પર્થમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈજ સારવાર અસરકારક  ના નીવડતા તેમનું પરલોક ગમન થયું હતું.  સદગતનું ઉઠમણું એડીલેડમાં રાખવામાં આવ્યું હતું. સદગત ના આત્માને શાંતિ મળે તે માટે કોઈ એ ક્રિકેટ વિષે કોઈ ચર્ચા ના કરવી….!!!
Advertisements

2 comments on “મોકાણ

  1. ASHOK M VAISHNAV says:

    કાણ મોકાણ બંધ રાખેલ છે; ફૉન ને પત્રોથી પણ દીલસોજી વ્યક્ત કરવી નહીં.

    બીઝનેસમાં ચડતી પડતીના વાળાઢાળા આવે, તેમ અમારે ઘરે પણ આવું તો ચાલ્યા કરે.

    કમાણા છીએ તે વાપરવામાટેનો થોડો સમય તો આ બહાને મળશે.

  2. તાજેતરમાં થપ્પડ વળી જાહેરાત એવો નિર્દેશ કરે છે કે ૨૦૦૨ અને ૨૦૦૭ માં ૫ કરોડ ગુજરાતીઓ વાતોમાં ભોળવાઈ ગયા હતા પણ આજે પરિસ્થિતિ કૈંક અલગ છે. ૧૦ વર્ષમાં છોડ હવે અડીખમ મોટા વૃક્ષ થઇ ગયા છે તેથી આ વખત ની ચુંટણીમાં મત એમ સહેલાઈથી કોઈની પણ જોળીમાં આવે તેમ નથી ભાજપ હોય કે કોંગ્રેસ.. એટલે હવે થપ્પડ મારીને મત લેવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. મતદારો સમજી ગયા છે કે મતોના રાજકારણમાં કોણ થપ્પડ ખાનાર છે અને કોણ થપ્પડ મારનાર છે તે કઈ સમજાવવું પડે તેમ નથી… ૫૨ પાના ની રમતમાં એક રમત આવે છે ધુપ્પલ… આ રમતમાં રમનારની સંખ્યા નક્કી નથી હોતી. રમનાર દરેક જાણે છે કે એક્કા થી બાદશાહ સુધીના દરેક કલરના ૪ -૪ પાના હોય છે તેમ છતાય એકે ૩ ગુલામ થી શરૂઆત કરી હોય તો પણ બાજુ વાળો બીજા ૨ ગુલામ બાજીમાં નાખે છે વળી પાછો ત્રીજો બીજા ૩ ગુલામ લઈને આવે છે પણ કોઈ પાના ખોલવાની હિંમત કરતુ નથી કારણકે એક તો કે રમનાર બધા એકના એક છે અને પાના ઉંધા છે ચાલ્યા કરે છે કોણ જોવા જાય છે સાચું શું છે ને ખોટું… નરી આંખે દેખાય તે પણ ક્યારેક સાચું હોતું નથી…આમ ભાજપ અને કોંગ્રેસ પોત પોતાનો એકો જમાવવા માટે મીડિયાનો આધાર લીધો છે. હકીકત એ છે કે કોંગ્રેસ આ ખેલમાં બાજી મારી ગઈ હોય તેમ લાગે છે કેમ? કોંગ્રેસ જાહેરાત ના અંતે જન હિતમાં જારી…કોંગ્રેસ એમ સ્પષ્ટ બતાવે છે જયારે બીજી જાહેરાત જે ભાજપ તરફ થી હોય તેવી કોઈ સ્પષ્ટતા કરેલી નથી કેમ? આનો જવાબ હું આપના પર છોડું છું…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s