મામા ફોઈ ના સંતાનો પરણવા માંડે તો…?

આજના દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થયેલ સમાચાર મુજબ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે એક  અનોખી ઘટના બની છે. એ ગામના લેઉવા પટેલ જ્ઞાતિના વસ્તરપરા પરિવાર દ્વારા બે વર્ષના બાળક-બાળકીના વેવિશાળ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં સંબંધમાં આ બાળક-બાળકી મામા-ફઇના સંતાનો થાય છે. અત્રે નોંધનીય છે કે, અનેક જ્ઞાતિઓમાં મામા-ફોઇના પરિવારો વચ્ચે લગ્નસંબંધો બાંધવાનો રિવાજ છે. પણ લેઉવા પટેલ સમાજમાં એ સંબંધમાં લગ્નો નથી થતાં. ચમારડીના આ પરિવારે એક નવી પ્રથા શરૂ કરી અને સમગ્ર લેઉવા પટેલ સમાજને એ રિવાજ સ્વીકારવા આહવાન કર્યું છે.
*વૈજ્ઞાનીક દ્રષ્ટીએ જોઈએ તો આવા સંબંધો સ્વીકારવાની વિજ્ઞાન મનાઈ કરે છે. ( કોઈ જાણકાર આ બાબત વધારે પ્રકાશ પાડે ) 
*પરિવારને સમાજ સુધારવાનુ જ કામ કરવું હોય તો બીજા ઘણા રસ્તા છે.
*બીજી જ્ઞાતિ આવા રીવાજ સ્વીકારે છે એટલે આપણે પણ સ્વીકારવા જોઈએ તે બાબત પણ યોગ્ય નથી. 
*ખરેખર સમાજ ને સુધારવો જ હોય તો કોઈ સારા નવા રીવાજ ચાલુ કરવા જોઈએ.

અત્યારના સમયમાં વર-કન્યા પોતાને જોયા મળ્યા વગર લગ્ન કરવા રાજી થતા નથી તો આજથી ૧૫ વર્ષ પછી આ બાળકો માબાપે નક્કી કરેલા લગ્ન કરવા રાજી થશે તે પણ શંકા છે.મને તો આમાં પ્રસિદ્ધિ (ખોટો વિવાદ ઉભો કર્યા) સિવાય કઈ દેખાતું નથી.  

5 comments on “મામા ફોઈ ના સંતાનો પરણવા માંડે તો…?

 1. gujaratisampradayo કહે છે:

  will these children get marriage certificate?
  Will government punish priest for performing this type of marriage ceremony?

 2. Krishnakumar કહે છે:

  હું આપની સાથે સહમત છું.

 3. LALU કહે છે:

  kem na karay?manav srusti ni saruat pan ek gotra thi l thai hase ne?

 4. saksharthakkar કહે છે:

  વિજ્ઞાનનું મનાઈ કરવાનું કારણ એ છે કે જો કોઈ રોગના જનીન માતા અને પિતા બંનેમાં થી મળે તો સંતાનને જનીન ને લગતા રોગ થવાની શક્યતા વધારે રહે છે અને મામા-ફઇના સંતાનોમાં એક જ રોગના જનીન હોવાની શક્યતા વધારે છે (દાદા-દાદી તરફથી મળતા આવેલ)…

 5. Mukesh Padsala કહે છે:

  ખુબજ આનંદ થયો દિલને ટાઢક મૈળી ભાઈ. કૈંક શોધતા તમે મળી ગયા ખરે ખર આનંદ થયો છે મઝાક નથી કરતો ટાઢા પહોરના ગપ્પા નથી મારતો
  -મુકેશ પડસાળા, અમદાવાદ
  ૯૩૭૪૬૩૯૭૭૭

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s