ઓટલાની ઓળખાણ

 

 

 

 

 


ગામ નો ઓટલો ગામ ની વચ્ચે જ આવેલો છે. ઓટલો એટલે ગામ ની ભાગોળ, ગામ નું બસ સ્ટેન્ડ, ગામ ની માર્કેટ,  નવરા અને નિવૃત થઇ ગયેલા ડોહાઓ ની બેઠક. દેવડા આમ તો નાનુ ગામડુ જ છે, જે વિજાપુર તાલુકા માં આવેલુ છે, ગામ માં અત્યાર ના સમય મુજબ બધી સગવડતા છે જેવી કે લાઇટ, પાણી, ગટર, પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, પાકા રસ્તા અને સરકાર ની ભાષા માં કહીયે તો ગોકૂળીયુ ગામ છે. બસ આજ છે દેવડા નો પરિચય.

ગામના ચાર પાંચ જણા નવરા પડે અને ઓટલે આવે પછી જે ચર્ચા થાય એવીજ ચર્ચા અહિયા થાય છે જે માં કોઈ જોડણી કે લખાણ ના ઠેકાણા હોતા નથી. અને શક્ય હોય ત્યાં સુધી ગુજરાતી શબ્દો જ વાપરવા માં આવે છે.

19 comments on “ઓટલાની ઓળખાણ

 1. બધાને રામ રામ. આ મફા વાળંદને મારી જુની ઓળખાણ છે. એમનું અંગ્રેજી નામ Valand વેલંડ થાય. વળી આ વાળંદને ઘણાં હજામ પણ કહે અને આ હજામ ઈન્સ્ટીટ્યુટ ના હેડ ને HHI કહેવાય હવેથી મફાભાઈ હજામત કે હેજમેટ (hajmat) નહીં કરે.

 2. સાહેબ સરસ બ્લોગ છે ,હું પણ નવો નિશાળીયો જ છું , હજુ નો જુનિયર પણ ક્લીયર નથી કર્યું. આતો બધાનું જોઈ થોડું થોડું શીખઈયે છે.

 3. આપને મારા વિચારો ગમ્યા તે બદલ આભાર.નવી પોસ્ટ તો મુકાશે જ પણ આપના માટે ૪૦ પોસ્ટ આ દોઢ મહિનામાં મૂકી છે.આપના અમુલ્ય પ્રતિભાવ બદલ પણ આભાર.અને હા હું પણ દસમાં ધોરણ સુધી વિજાપુર ની આશ સેકન્ડરી હાઈ સ્કુલ માં જ ભણેલો છું.મારા ફાધર વિજાપુર માં વકીલાત કરતા હતા.ભલે હું અત્યારે અમેરિકા માં રહેતો હોઉં રાતે સપના તો વિજાપુર ના જ આવે.

 4. Lata Hirani says:

  welcome welcome…

  Lage raho Bhupendrasinhji

  Lata Hirani

  • લતાજી તમારી કોમેન્ટસ ભુપેન્દ્રસિહજી માટે છે, તમે ભૂલા તો નથી પડ્યા ને ?

 5. jinesh says:

  jinessssssssssshhhhhhhhhhh

 6. chandravadan says:

  GAAM is now known…But who is the BLOGGER of this Gaam ? I want to know.
  Nice Blog & nice Posts !
  Welcome to Gujarati WebJagat !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  YOU & your READERS are invited to my Blog…See you soon !

  • Shailesh says:

   તમારી વાત સાચી છે હજી સુધી મે મારા ગામ કે મારો પરીચય નથી મુક્યો પરંતુ ટુંક સમયમાં જ મુકી દઈશ.

  • Shailesh says:

   આપના સૂચનથી મારો પરિચય મુક્યો છે જરૂર જોઈ લેશો.

 7. Lalji Katariya says:

  ha shaileshbhai… aa otale saras adingo jamavyo ho…hu pan samay malye avto rahish ane tapashi puravto rahish….

 8. wbtacker320 says:

  આપ શું ઓરિજિનલ સોફ્ટવેર વાપરો છો.તમારે સૌ પ્રથમ તમારા બ્લોગ પર તમે ઓરીજીનલ ખરીદેલ સોફ્ટવેર ની માહીતી આપવી જોઈએ અને માહીતી ન આપો તો પણ તમારાં આંતર મન ને પૂછજો કે પાયરેટેડ થી કોપી પેસ્ટની ચર્ચા કરવી યોગ્ય છે અને જેઓ વાપરતાં હોય તેઓ બિન્દાસ્ત કોપી પેસ્ટનો વિરોધ તમ તમારે ચાલુ રાખો.

  • Shailesh says:

   જી હા મારી પાસે મારા કોમ્પ્યુટર મા વિન્ડોઝ એક્શપી વાપરુ છુ અને તે ઓરીજીનલ લાયસન્સ વર્ઝન છે.( અહિયા ખરીદેલ સોફ્ટવેર ની બિલની કોપી મુકવી જરૂરી નથી લાગતી ) બાકી ના મારા ધંધાના સોફ્ટવેર પણ કંપનીના આપેલા ઓરીજીનલ છે.

 9. arvind adalja says:

  ઓટેલે બેઠા ખાંખાં ખોળા કરવાની અને પંચાત કરવાની આપણાં કાઠિયાવાડીઓની જૂની આદત ગણાય ! આપે ઓટલો ચાલુ કર્યો તો પંચાત તો કરવીજ પડશેને ? લો ! પ6ચાત પણ શરૂ થઈ ગઈ ! લગે રહો યાર ! મજા આવશે ! ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
  સ-સ્નેહ
  અરવિંદ

 10. એ રામ રામ ડાયરાને..

 11. શૈલેષભાઈ સુંદર અને સરસ માહિતીસભર બ્લોગ છે.

 12. રાજકોટથી રામ રામ !

  & nice blog also .

 13. નમસ્તે!

  મે એક ગુજરાતી ફોરમ શરુ કર્યું છે gujarati.freeforums.org જે હજી સુધારા-વધારા હેઠળ જ છે. હજી તો ફ્રી ફોરમ યુઝ કર્યું છે, જો સફળતા મળશે તો હું એનું ડોમેઈન ખરીદી લઈશ.

  આપને કોન્ટેક્ટ એટલે કર્યો કે આપ ગુજરાતી બ્લોગ ચલાવી રહ્યા છો, અને એમાં હજી પણ એક્ટીવ છો. બની શકે કે આપને કદાચ આપને ઈન્ટ્રેસ્ટ જાગે અને આપ આપણા ગુજરાતી ફોરમમાં જોડાઈને એને વધુ કાર્યક્ષમ બનાવી શકો.

  મને આશા છેકે આપની ભાવના વધુથી વધુ લોકો અને ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આ ગુજરાતી ફોરમ આપને થોડું ઘણૂં મદદરૂપ નીવડશે!

  આપ જરૂરથી પધારશો.

  આભાર સહ,

  ~ દીપ ~

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s