બફાટ કે પછી ….?

આપણા નેતાઓનો બફાટ

* વિશ્વનાથ આનંદ નું ભારતીયપણું ( કપિલ સિબ્બલ )

* હિંદુ આતંકવાદ ( ચિદમ્બરમ )

Advertisements

મશ્કરી

૨૦૦% મોઘવારી ને કાબુ માં લેવા માટે આપણી સરકારે  સંસદ સભ્યોનો  પગાર ૩૦૦% વધારી દીધો. આનાથી વધારે ગરીબો ની મશ્કરી કઈ હોઈ શકે ?

ટોયલેટ નું ઉદઘાટન

રાજકારણી હોય અને ઉદઘાટન ના કરે તો એને રાજકારણી ના કહેવાય. કાયમ ખિસ્સામાં રીબીન કાપવાની કાતર લઈનેજ ફરતા હોય છે. અને ગમે તેનું ઉદઘાટન કરી નાખતા હોય છે પછી ભલે ને અનાથ આશ્રમ હોય કે વૃધ્ધાશ્રમ હોય. આજે એક રમુજ પમાડે એવા સમાચાર વાંચવા મળ્યા. આપણા રાજ્યમંત્રી ફકીર ભાઈ વાઘેલા ટોયલેટ નું ઉદઘાટન કરવાના છે. જોકે આ પોસ્ટ લખું છું ત્યારે કદાચ ઉદઘાટન થઇ પણ ગયું હશે. કોઈ દુકાન કે શો રૂમ નું ઉદઘાટન હોય તો જેતે સ્ટોર ની ચીજ વસ્તુ ખરીદી ને બોણી કરાવાય છે, પણ ટોઇલેટ ના ઉદઘાટન માં …….???

શ્રાવણ

આવતી કાલ થી શ્રાવણ મહિનો ચાલૂ થાય છે. કાલથી શ્રાવણીયા ભક્તો શંકરના મંદિર માં લાઈનો લગાવીને ઉભારહી જાશે. અને ભગવાન ભોલાનાથ ને દૂધ ને પાણી થી એટલા નવડાવી નાખશે કે ભગવાન બીજા ૧૧ મહિના મંદિર મૂકી ને કૈલાશ માં જતા રહેશે. આમતો જોકે ભગવાન કાયમ કૈલાશ માંજ હોય છે અને ઉપર બેઠા બેઠા ઠગ ભક્તો ની ભક્તિ જોતા જ હોય છે. ભગવાન પણ હવે તો ભક્તો ને ઓળખી ગયા છે, આખુ વરસ મંદિર ની સામું પણ ના જોનાર માત્ર શ્રાવણ મહિનામાંજ શંકરને યાદ કરનાર સ્વાર્થીલા ભકતને ભગવાન શંકર પણ સામું જોતા નથી.