શેખચલ્લીના તુક્કા

એસ.ટી.ડી. પી. સી. ઓ. માટે  પોલીસ કમિશ્નરશ્રીના જાહેર નામાના તુક્કા
– સીસી કેમેરો મૂકવો પડશે
( કેટલાનો આવે ? તેની સામે આવક કેટલી ?)

– કેમેરાનું ૩૦ દિવસનું રેકોર્ડિંગ રાખવું પડશે.

( રેકોર્ડીંગ માટે પૈસા ખર્ચી ને વ્યવસ્થા કરવાની )

– કોણે ફોન કર્યો તેની વિગતો સાથેનું રજીસ્ટર નિભાવવું પડશે

( દુકાનદાર બીજો ધંધો મુકીને એક રૂપિયાના કોલ માટે રજીસ્ટરમાં લખવા બેસશે )

– ફોન કરનાર પાસે ફોટો સાથેની ઓળખનો પુરાવો લેવો પડશે

( ફોન કરનારે ફોટો કોપી ખિસ્સામાં રાખવી પડશે )

– ફોન કરનારનો મોબાઈલ નંબર પણ નોંધવો પડશે

( ફોન કરનાર પાસે મોબાઈલ હોય તો ડબલામાં થોડો ફોન કરવા જવાનો હતો)
છેલ્લે ધમકી >> આ જાહેરનામાનો અમલ નહીં કરાય તો, તેવા પીસીઓ વાળા સામે કલમ ૧૮૮ પ્રમાણે ફોજદારી પગલાં ભરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી પીસીઓધારકની રહેશે.!!!
( આનાકરતા સીધું કહી દ્યો ને કે ચાલો બધા પી.સી.ઓ. બંધ કરી દ્યો….!!! એટલે કોઈ ફોનજ ના કરે )

ભેળસેળ

અમદાવાદમાં અત્યારે ભેળસેળની મોસમ ચાલે છે. રોજ ક્યાંક ને ક્યાંક ઘી, તેલમાં ભેળસેળ કરવાના મોટા કારખાના પકડાય છે. અત્યાર સુધીમાં કેટલુય ભેળસેળવાળું ઘી ને તેલ અમદાવાદીઓએ  પેટમાં પધરાવી દીધું હશે. થોડા દિવસો સુધી આવી પકડા પકડીની રમત ચાલશે પછી બધું  ઠરીને ઠામ. (હજી સુધી અમદાવાદનું આરોગ્ય ખાતું મેદાનમાં નથી આવ્યું.કદાચ “કંઈક” શરમ અડતી હશે )
ખરેખર દરેક જગ્યાએ ગુજરાતે વિકાસ કર્યો છે તે દેખાઈ આવે છે . ખાવા “પીવા” ની બાબતમાં પણ.
ભેળવે ગુજરાત…..!!!