ભૂલ સુધારી

રોયલ જોર્દાનિયન એર લાઇન્સે પોતાની સાઈટ પર ભારત ના નકશામાં કાશ્મીર ને પાકિસ્તાન નો ભાગ બતાવ્યો હતો તે ભૂલ સુધારી લીધી છે.

ગુસ્તાખી – કાશ્મીર પાકિસ્તાન માં .!!!

રોયલ જોર્દાનિયન એર લાઇન્સે પોતાની સાઈટ પર ભારત ના નકશા ને કેવો ચીતર્યો છે તેનો પુરાવો ( કાશ્મીર આખું પાકિસ્તાન માં ) આવા ભવાડા વારે ઘડીએ દુનિયાભરની સરકારો અને કંપનીઓ કરતી રહી છે છતાં આપણી નપાવટ સરકારો તેના કોઈ નક્કર પગલા લઇ શકી નથી.

“ભ્રષ્ટાચાર” ફિલ્મ રીવ્યુ

જે લોકો સતત સમાચાર જોવે છે તેમને છેલ્લા ૨-૩ દિવસથી સસ્પેન્સ  હિન્દી ફિલ્મ જેવો અનુભવ થાય છે. આ ફિલ્મ નું નામ છે
 ” ભ્રષ્ટાચાર ” જેમાં એક હીરો હોય થોડા વિલન હોય એકાદ બે હાસ્ય કલાકાર હોય જેથી દર્શકોને રસ જળવાઈ રહે. ફિલ્મ ની શરૂઆત થાય છે બાબા ( ફિલ્મના હીરો )ના અનશનના એલાનથી. બાબા ને મનાવવા ના તમામ પ્રયત્નો થાય છે. બાબા માનતા નથી. અનશન ચાલુ કરે છે. વિલન ને સહન થતું નથી.તેથી મળતિયા પોલીસવાળા ને રાતે ૧.૩૦ વાગ્યે મોકલે છે અને રામલીલા મેદાન ને ખેદાન મેદાન કરી નાખે છે.બાબા પોલીસથી બચવા માટે સ્ત્રી વેશે ભાગવાની કોશિશ કરે છે, છતાં પકડાઈ જાય છે અને  પોલીસવાળા બાબા નું અપહરણ કરી જાય છે. થોડા કલાકો ની ઉત્તેજના પછી બાબાનો છુટકારો થાય છે. બાબા ને પોતાના ઘરે નાખી જાય છે. બાબા પોતાની આપવીત્તી લોકોને જણાવે છે. બીજી ગેંગના(ભા.જ.પ.) માણસો પોતાનો જુનો હિસાબ પતાવવા બાબાની પડખે ઉભા થઇ જાય છે. પણ તેમાં તેનો પોતાનો સ્વાર્થ હોય છે. ત્યાં એક ટપોરી વિલન ના એક દીકરા  ( જનાર્દન ત્રિવેદી ) ને જૂતું દેખાડી આવે છે અને ફરી  પાછો વાતાવરણ માં ગરમાવો આવી જાય છે. વિલન ના બીજા દીકરા  (દિગ્વિજય ) ને તો એવી બીક લાગે છે કે પોતાને છીક આવે તો પણ એને તો એમાં સામે વાળી ગેંગ નોજ હાથ દેખાય છે.જે આ ફિલ્માં માં ખાસ્સું મનોરંજન પૂરું પાડે છે. ફિલ્મ નો અંત જોવા માટે કોઈપણ હિન્દી સમાચાર ચેનલ જોતા રહો.

રામદેવ લીલા

દિલ્હીના રામલીલા મેદાન માં બે દિવસ પછી બાબા રામદેવની લીલા જોવામળશે. “તમામ” પ્રકારની સુખ સુવિધાવાળા  શમિયાણા નીચે બાબા રામદેવ “અનશન” કરશે, અને આ અનશન પાછા ભ્રષ્ટાચાર વિરુદ્ધ….!!! ખબર નથી કે આ સુખ સુવિધાવાળા  શમિયાણા નું ભાડું ક્યાંથી આવશે ? કદાચ પ્રવેશ ફી રાખી હશે. ( જો એવું હોય તો ભ્રષ્ટાચાર વિરુદ્ધ ના આંદોલન માં પણ પૈસા ખર્ચવાના.)