ગાંધીજી ની વ્યથા

હાશ આજે ઘણા સમયે પાછો નવડાવ્યો, આમ તો સાબરમતી ના કિનારે ઉભો છું છતાં રોજ નાવા નું  મારા નસીબ માં નથી, વાર તહેવારે નવડાવે છે. આજે મારી પૂણ્યતીથી છે, ૨૦-૨૫ માણસો નુ ટોળું આવ્યુ છે, સાથે ૭-૮ કેમેરા વાળા પણ છે. બધા ઈસ્ત્રી ટાઈટ સફેદ લૂગડા માં છે, જાણે બેસણાં માં જવાનુ ના હોય, આમાથી ખાદી તો પાછી કોઇએ પેરી નથી, મારો તો જીવ બળી ગયો મે આખી જીંદગી હાથે બનાવેલી ખાદી પેરી અને વિદેશી કાપડ ની હોળી કરેલી અને જુઓ અત્યાર ના જુવાનીયાવ  મીલો ના લૂગડા પેરી વટ થી પાછા મારી સામે આવે છે.   અહિયા આવ્યા છે તેમને તો મારી કે મારા આદર્શો  ની કાંઇ પડી જ નથી તેઓ તો માત્ર મારી સામે ઉભા રહી ફોટા પડાવ્યા અને જતા રહ્યા.એમાથી કોક ને વિચાર આવ્યો હસે કે બાપૂ ને અહિયા ઉભા ઉભા બહુ ઘોંઘાટ નડતો હશે એટલે  ૩-૪ છોકરાવ ને હાથ માં પૂઠા પકડાવી ને મારી આજુબાજુ ઉભા રાખ્યા છે, તેમા લખ્યુ છે “નો હોર્ન પ્લીઝ ”  “હોર્ન વગાડી ને ઘોંઘાટ કરવો નહી. ” ભૈ મને ઘોંઘાટ નહી પણ આ મારી જ સામે ઉભારહી ને પેલા ટ્રાફીક હવાલદાર કટકી કરે છે તે નડે છે, અને પાછો મને એવી જગ્યાએ ઉભો રખ્યો છે કે બરાબર મારી સામેજ ટેક્ષ ઓફીસ છે, જ્યાં ટેક્ષ બચાવા માટે રોજ મોઘી ગાડીઓ માં દોડાદોડી કરતા મોટા શેઠીયા ને જોવા ના શું કરુ ? હવે તો વિચારુ છુ કે અહિયા થી દોડી ને સીધો દાંડી ના દરીયા માં જતો  રહું…!

Advertisements

રેલ્વે ઈન્કવાયરી

જો તમારે વારંવાર રેલ્વે કે એરલાઇન્સ મા મુસાફરી કરવા ની થતી હોય અને ઇન્ડીયન રેલ્વે ની સાઈટ થી કંટાળ્યા હો તો ,અને બધી એરલાઇન્સ ની સાઇટ જોઇ ને ટાઇમ ના બગાડવો  હોય તો સાવ સહેલો રસ્તો બતાવ્યો છે રીડીફે. જસ્ટ ટ્રાય

http://indian-railways.rediff.com/

સ્કુલો માં ફરજીયાત ધ્વજવંદન કેમ નહી ???

આજે પેપર માં વાંચ્યું કે અમદાવાદ ની ઘણી બધી સ્કુલોએ ધ્વજવંદન નો કાર્યક્રમ રાખ્યો જ નહી, બાળકો જ્યાં ભણે છે તે જ સંસ્થા જો આપણા રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવા માં માનતી ના હોય તો એનાથી વધારે કમ નસિબી કઈ ? સ્કુલો જ જો દેશ પ્રેમ વિશે નુ જ્ઞાન નહી આપે તો આપશે કોણ ? આના પરથીજ સમગ્ર વાત તો અંદાજ આવી જાય છે કે સ્કુલો માં કેવું અને કેટલુ શિક્ષણ અપાતુ હશે. અત્યાર ના શિક્ષકો એટલા આળસુ થઈ ગયા છે કે આપણા રાષ્ટ્ર ધ્વજ ને સલામી પોતે  નથી આપતા અને નથી વિધ્યાર્થી ને અપાવતા…!!! આપણા મુખ્યમંત્રી શ્રી ફરજીયાત મતદાન નો  મુદ્દો લઈ આવ્યા પરંતુ જરુર ફરજીયાત મતદાન ની નહી પણ જરુર ફરજીયાત ધ્વજવંદન ની છે. બાળકો ને પાયામાંથીજ  દેશભક્તીનું શિક્ષણ મળશે તો તે પોતે જ જ્યારે મતાધિકાર મેળવશે ત્યારે સામે થી મત આપવા દોડી જશે. ખરેખર તો શાળા ચાલુ થાય એટલે પ્રાર્થના સાથે દરરોજ ધ્વજ વંદન પણ થવું જ જોઇએ. તોજ આપણા બાળકો માં થોડી તો  દેશભક્તી પેદા થાય. માત્ર ગાંધીજી ના આદર્શો શાળા માં ગોખાવા થી ( ભણાવે છે કોણ ? ) દેશભક્તો તૈયાર નથી થતા. જોકે દેશભક્તો તૈયાર થાય તો અત્યાર ના રાજકારણી ઓ ને મત કોઈ ના આપે એટલે તેઓ તો પ્રજા ને ગુમરાહ કરવાના જ રસ્તા ગોતે.

જય હિન્દ

દેશી અંગરેજી

પશા કાકાએ મનુ માસ્તર ને  પૂછ્યું કે મને એક ગુજરાતી નુ અંગરેજી કરી દે,

મનુ માસ્તર – બોલો કાકા

પશા કાકા – વસંતે મને મુક્કો માર્યો.

મનુ માસ્તર માથુ ખંજવાળવા માંડ્યો

પશા કાકા –  તારી જેવા ભણેલા નુ કામ નહી અરે ગાંડા એનુ અંગરેજી  થાય  વસંત પંચમી  – Vasant punch me

શાહરુખ In અમદાવાદ

માય નેમ ઇઝ ખાન ના પ્રોમો માટે અત્યારે શાહરુખ ખાન અમદાવાદ માં છે,

પોતાના ફિલ્મ ની જાહેરાત  કરવા માટે પબ્લિક ની વચ્ચે આવી ગયો, આખરે પાપી પેટ કા સવાલ હૈ ના. અને યુવા વર્ગ ને તો જાણે ભગવાન આવ્યા…!!!

સહનશીલ પ્રજા

ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ના ઓથાર નીચે આજે પ્રજાસત્તાક દિન ઉજવ્યો. દર સાલ ની જેમ આ સાલ પણ આપણો રાષ્ટ્રીય તહેવાર માત્ર ટીવી માં પરેડ નુ લાઇવ પ્રસારણ  ને રેડિયા માં દેશ ભક્તિ ના ગીતો સાંભળી  ને પૂરો કર્યો.  આઝાદી ના ૬૦ વર્ષ પછી પણ હજી પ્રજા ને માથે તો ભય જ છે, બસ માં, ટ્રેન માં કે પ્લેન માં જવું હોય તો બીક રાખવાની ક્યાંક બોમ્બ તો નહી ફૂટે ને…!!!  આપણા સંરક્ષણ પ્રધાન તો વળી જાહેરાત કરતા હતા કે  તૈયાર રહેજો  હુમલા થવાના છે…!!! શરદ પવાર ની કૃપા થી આજે આપણે ૧૫ રુપિયે કિલો વાળી ખાંડ  ૫૦ રુપિયે કિલો  ખાઈયે છીયે…!!! અને  ભ્ર્ષ્ટાચાર તો  સર્વવ્યાપી, છેક ભગવાન ના મંદીર સુધી, પૈસા આપો એટલે વગર લાઇન માં ઉભારહે સીધા જ દર્શન…!!!  અંગ્રેજો ના જમાના માં પ્રજા અંગ્રેજો ના અત્યાચાર  સહન કરતી હતી અને અત્યારે રાજકારણીઓ ના અત્યાચાર  સહન કરે છે, પહેલા અને અત્યાર ના સમય માં કાંઇ ફેર નથી માત્ર ટેકનોલોજી નો વિકાસ થયો  બાકી તો  હતા ત્યાં ને ત્યાં…!!!