સ્કુલો માં ફરજીયાત ધ્વજવંદન કેમ નહી ???

આજે પેપર માં વાંચ્યું કે અમદાવાદ ની ઘણી બધી સ્કુલોએ ધ્વજવંદન નો કાર્યક્રમ રાખ્યો જ નહી, બાળકો જ્યાં ભણે છે તે જ સંસ્થા જો આપણા રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવા માં માનતી ના હોય તો એનાથી વધારે કમ નસિબી કઈ ? સ્કુલો જ જો દેશ પ્રેમ વિશે નુ જ્ઞાન નહી આપે તો આપશે કોણ ? આના પરથીજ સમગ્ર વાત તો અંદાજ આવી જાય છે કે સ્કુલો માં કેવું અને કેટલુ શિક્ષણ અપાતુ હશે. અત્યાર ના શિક્ષકો એટલા આળસુ થઈ ગયા છે કે આપણા રાષ્ટ્ર ધ્વજ ને સલામી પોતે  નથી આપતા અને નથી વિધ્યાર્થી ને અપાવતા…!!! આપણા મુખ્યમંત્રી શ્રી ફરજીયાત મતદાન નો  મુદ્દો લઈ આવ્યા પરંતુ જરુર ફરજીયાત મતદાન ની નહી પણ જરુર ફરજીયાત ધ્વજવંદન ની છે. બાળકો ને પાયામાંથીજ  દેશભક્તીનું શિક્ષણ મળશે તો તે પોતે જ જ્યારે મતાધિકાર મેળવશે ત્યારે સામે થી મત આપવા દોડી જશે. ખરેખર તો શાળા ચાલુ થાય એટલે પ્રાર્થના સાથે દરરોજ ધ્વજ વંદન પણ થવું જ જોઇએ. તોજ આપણા બાળકો માં થોડી તો  દેશભક્તી પેદા થાય. માત્ર ગાંધીજી ના આદર્શો શાળા માં ગોખાવા થી ( ભણાવે છે કોણ ? ) દેશભક્તો તૈયાર નથી થતા. જોકે દેશભક્તો તૈયાર થાય તો અત્યાર ના રાજકારણી ઓ ને મત કોઈ ના આપે એટલે તેઓ તો પ્રજા ને ગુમરાહ કરવાના જ રસ્તા ગોતે.

જય હિન્દ

1 comments on “સ્કુલો માં ફરજીયાત ધ્વજવંદન કેમ નહી ???

  1. Soham Desai કહે છે:

    ફરજીયાત મતદાન અને ફરજીયાત ધ્વજવંદન બે અલગ મુદ્દાઓ છે. બંનેની જરુર છે. પણ ધ્વજવંદન જો ફરજીયાત બનાવવામાં આવે તો આપણી ‘ધર્મનિરપેક્ષ, Super Muslin League’ કોંગ્રેસને વાંધો તો નહી આવે ને?

Leave a comment